Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે

દિલીપ પટેલ
અમદાવાદ, 16 જૂન 2026
ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં પ્રધાન તરીકે રહી ચુક્યા હતા. તેમના ભાઈને ટિકિટ મળે તે માટે પણ માંગણી હતી. તેમના ભાઈ રવિએ ટિકિટ આપવા અંગે ભાજપના નેતા સાથે અગાઉ મારામારી કરી હતી. દર્શના અને મુસુખ વસાવા વચ્ચે પણ 6 મહિના પહેલાં ઝડઘો થયો હતો. તે પહેલાં પણ દર્શના અને મનસુખ વસાવા વચ્ચે ઝઘડો થયો હતો. દર્શના દેશમુખ પોતે ચૈતર વસાવાને મદદ કરી રહ્યાં હોવાનો તેમનો આરોપ હતો. ભ્રષ્ટાચારના આરોપો મુક્યા હતા.

રાજપીપળામાં બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન 15 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું. જોકે ચાલુ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાનું અપમાન કરાતું હોવાથી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ તેઓ ગાંધી ચોક વડીયા ખાતે ધરણાં પર બપોર સુધી બેસી રહ્યા હતા. ગાંધીજીના બાવલા પાસે ધરાણા પર બેસીને ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવને દૂર કરવાની માંગણી કરી હતી.

છેલ્લા બે વર્ષથી ધારાસભ્યનું જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અપમાન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધોમ ધખતા તાપમાં ગાંધી પ્રતિમાએ ધારાસભ્યની સાથે સાંસદ મનસુખ વસાવા અને કાર્યકરો પણ ધરણા પર બેસી ગયા હતાં અને સાંસદે પ્રદેશમાં રજૂઆત કરી જિલ્લાં પ્રમુખના રાજીનામાંની માગ કરી હતી. ધરણા ન છોડવાની જીદ પછી છત્રી મંડપ લગાવી દેવાયા હતા. જવાબદાર જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ કરી હતી અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઘરણાં પર બેસી રહેવાની જાહેરાત કરી હતી. જિલ્લા પ્રમુખ રાજીનામું નહીં આપે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ધારાસભ્યની ચીમકી આપતાં નર્મદાનું રાજકારણ ગરમાયું હતું.

રાજપીપળામાં ધરણાં પર બેઠેલા ભાજપના ધારાસભ્યને મનાવવા અને આંદોલન સમેટી લેવા પ્રદેશમાંથી ધારાસભ્ય ડો. દર્શનાબેનને સમજાવવામાં આવ્યા હતા. જોકે તેઓ આંદોલન સમેટવા માંગતા નહોતા. ત્યારે તેમને સમજાવવા સ્થાનિક આગેવાનો આવ્યા હતા. પ્રદેશમાંથી ટેલિફોનીક વાતચીત કરતા અંતે રાત્રે તેમણે આંદોલન સમેટયું હતું. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ દ્વારા આ મામલે સીધી દરમિયાનગીરી કરવામાં આવી. કોરાટે યોગ્ય ન્યાય તોળવાની અને સમગ્ર વિવાદની જવાબદારી સ્વીકારતા આખરે ધારાસભ્ય અને સમર્થકોએ આંદોલન સમેટવાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ નેતાગીરીની આ ખાતરી બાદ સંગઠને હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.

સોમવારે નર્મદા જિલ્લાના નેતાઓ પ્રદેશ કાર્યલયમાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને તેમની ટીમ દ્વારા આગેવાનો જિલ્લા પ્રમુખના કેટલા પુરવાઓ લઈને ગાંધીનગર આવ્યા હતા. સતત અપમાન સંદર્ભે રજૂઆત કરી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને પ્રવચન કરાવતા દીધા ન હતા. તેથી ધારાસભ્ય જિલ્લા પ્રમુખ પર અકળાયા હતા. મંચ પર બેઠેલા મંત્રી સાંસદની હાજરીમાં ધારાસભ્ય કાર્યક્રમ છોડી વિરોધ કરીને જતા રહ્યાં હતા.
નેતાઓને કહ્યું કે, અહીંયા અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો. મહિલા આદિવાસી ધારાસભ્ય છું તો એનો મતલબ એ છે કે અપમાન કરવાનું. આવી રીતે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે આપણી ? પાર્ટીનો કાર્યક્રમ છે આ. અપમાન કરવા માટે મને બોલાવો છો અહીં.

ધારાસભ્યનો પ્રોટોકોલ ના જળવાતા સ્વાગત પણ ના કરાયું.

ધરણાં પર બેઠા બાદ ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કહીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું એ વિસ્તારમાં બોલવાનો કોઈ અધિકાર નથી? મારો તે અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? 25-26 વર્ષથી ભાજપ માટે યોગદાન આપેલું છે, આ યોગદાનના આધારે ભાજપે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરાવવા માટે મારી પસંદગી કરી. ત્યારે હું શું એક આદિવાસી છું, હું એક મહિલા છું, એટલે માટે મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવું પડે, એની નફરતનો ભોગ બનવું પડે.

મનફાવતા લોકોને ટિકિટો આપી દેવાથી અને મનમાની કરી એટલે ચૂંટણી હાર્યા. જિલ્લા અને તાલુકા પંચાયત પણ હારવા માટે જિલ્લા પ્રમુખ નીલ રાવને જવાબદાર છે. 2022માં ધારાસભ્યની ચૂંટણી હરાવવા જિલ્લા પ્રમુખે ઘણા પ્રયત્ન કર્યા હતાં. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ હોય એટલે મનમાની કરે છે. (સંભવતઃ હર્ષ સંઘવી હોઈ શકે છે.)

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા તથા સાંસદ મનસુખ વસાવા હાજર હતા.

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ધરણા સ્થાને મુલાકાત લઈને ધારાસભ્યને ટેકો આપ્યો હતો. આદિવાસી વિરોધી લોકોના અન્યાય જોઈને લોહી ઉકળી ઉઠે છે. નીલને દૂર કરવા જોઈએ. મહેશ વસાવાએ કહ્યું હતું.

નીલ રાવ
નીલ રાવે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન વક્તાઓની પસંદગી કેન્દ્રિય સ્તરેથી કરવામાં આવી હતી. કાર્યક્રમ તેના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ચાલી રહ્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાની એવી લાગણી હતી કે ધારાસભ્ય દર્શનાબેને પોતાનું વક્તવ્ય આપવું જોઈએ, પરંતુ ક્યાંક આ બાબતે ધારાસભ્યને ગેરસમજ ઉભી થઈ હોવાનું જણાય છે. આ એક નજીવી બાબત છે જેને યોગ્ય સંવાદ દ્વારા ઉકેલી લેવામાં આવશે.

પરિવારના પ્રશ્નો પરિવારની અંદર જ ઉકેલાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનસુખભાઈ વસાવા અને દર્શનાબેન દેશમુખ તેમના વડીલ સમાન છે અને પક્ષમાં કોઈ પણ પ્રકારનો મોટો વિવાદ નથી.

ધારાસભ્ય દ્વારા આરોપો મૂક્યા હતા કે નીલ રાવ તેમના પત્નીને ચૂંટણી લડવા તૈયાર કરી રહ્યાં છે. અંગેના નીલે જણાવ્યું કે, તેમની પત્ની રાજકારણમાં સક્રિય નથી અને કોઈ પણ ચૂંટણી લડવાના નથી.

મારી હાંસી ઉડાવી
21 નવેમ્બર 2023માં ર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે. વાત જાણે એમ છે કે, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે તેમના પક્ષના કાર્યકરો તેમની હાંસી ઉડાવે છે.

રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવું ચૌહાણની હાજરીમાં કહ્યું કે, મેં કોઈ નું અપમાન કર્યું નથી. પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો આં મારું અપમાન નથી ભાજપનાં ધારાસભ્યનું અપમાન છે.

ફરિયાદ
જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ વચ્ચે વિવાદ અંગે મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે. ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી નાં કરવી જોઈએ. સંગઠનમાં વાત મૂકીને બંધારણે કરવી જોઈએ. મને કેટલાંક કાર્યકરોએ ફરિયાદ કરી છે.

મનસુખ વસાવા સાથે બોલાચાલી
12 ડિસેમ્બર 2025માં નર્મદામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખએ આક્ષેપો કર્યા હતા.
સાંસદે 7 ડિસેમ્બરે એક નનામા પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું કે, મનસુખ વસાવા ભ્રષ્ટાચારની વાત કરે છે તે સાબિત કરે નહિ તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં પણ જઈશ.

દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતું પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હોવાની વાત પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, હું જયારે ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર મનસુખ વસાવા આક્ષેપ કરતા આવ્યા છે. મનસુખ વસાવા મારા વિશે બેફામ વાણીવિલાસ હંમેશા કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું. સાંસદ તરીકે મારા વિશે વાણી વિલાસ ના કરવો જોઈએ.

મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજુઆત કરી છે. કેટલાય સમયથી હું મૌન હતી.
મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે,

અગાઉ પણ આવો વિવાદ
દર્શના બેન સંગઠનમાં હતા ત્યારથી મનસુ વસાવાને અણબનાવ ચાલે છે.
મનસુખ વસાવાએ ધારાસભ્ય દર્શન દેશમુખને આ પહેલા પણ પ્રશ્ન પૂછતા ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો હતો. મનસુખ વસાવાએ દર્શના દેશમુખ પર આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચૈતર વસાવાને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, “દર્શનબેન ચૈતન્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમનું સમર્થન ચાલુ રાખે છે. ત્યારે દર્શના દેશમુખે વસાવાના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, “મારે પોતાનો ખુલાસો આપવાની જરૂર નથી.”

ભાઈ સામે પોલીસ ફરિયાદ
16 ઓગસ્ટ 2025માં ગરૂડેશ્વરમાં રહેતા અને નર્મદા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ ખુમાન પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ડો દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ વિરુદ્ધ મારામારી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી હતી.
14 ઓગસ્ટમાં નર્મદા જીલ્લા ભાજપ દ્રારા મશાલ રેલીમાં ડોક્ટર ધવલ પટેલ, જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ જીતેશભાઈ તડવી સાથે આવ્યા હતા. મશાલ રેલી દરમિયાન રવિ દેશમુખે ફોન કોલ કરી પોતાની ટીકીટ કપાઈ જવા મુદ્દે વાતચીત છેડી ગાળાગાળી અને ધાકધમકી આપી હતી. મા-બેન વિરૂધ્ધ ગાળૉ બોલી “તમે ગરૂડેશ્વર પહોંચો આજે એની ઔકાત બતાવી દઉં છું” અને ડો. ધવલના બાપને પણ બોલાવુ છું” જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. સાથે જ જીતેશ તડવીને પણ કહેલ કે “તારે ફોન રેકોર્ડ કરવો હોય તો રેકોર્ડ કર”
રેલી બાદ રવિ દેશમુખ ભાજપ જીલ્લા કાર્યાલય કમલમ ખાતે પહોંચતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. રવિ દેશમુખ જીતેશ તડવીને ગાડીમાંથી કમલમ ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં જીલ્લા પ્રમુખ નિલ રાવને ધમકી ભર્યા સ્વરમાં કહેલ કે, બોલાવ તારા ડો.ધવલને.


કમલમ ખાતે મારામારી કરી ધવલ પટેલને ઈજાઓ પહોંચાડી

ડો ધવલ પટેલ સાથે રવિ દેશમુખે મારામારી કરી હતી. તને હું ગરૂડેશ્વરમાં રહેવા નહી દઉ તને હું મારી નાખીશ. ઉગ્ર બોલાચાલી અને મારામારી વચ્ચે અન્ય કાર્યકરોએ દોડી આવી ડોક્ટર ધવલ પટેલને બહાર લઇ ગયા હતા. ડોક્ટર ધવલને ખભા તેમજ ગળાના ભાગે ઈજાઓ થઇ હતી.
ધવલે કહ્યું કે, મને કે પરીવારને કોઈ ની હાની થશે તો રવિ દેશમુખ જવાબદાર રહેશે. ધારાસભયના ભાઈ તરીકે મને મારા ઘરે આવીને મારવાની ધમકી આપેલી હતી. રવિ દેશમુખ જીલ્લા ભાજપના હોદ્દેદારો સાથે આવુ ગેર વર્તન કરે છે, તો સામાન્ય માણસ સાથે તેમનુ વર્તન ખુબજ ખરાબ હોઈ શકે તેમજ સત્તાનો દુર ઉપયોગ કરી કાર્યકરોને દબાવવાનો પ્રતત્ન કરે છે.

મિલકતો
નર્મદા જિલ્લાની નાંદોદ આદિવાસી વિધાનસભા અનામત બેઠકના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ (વસાવા) મૂળ રાજપીપળાના વતની છે. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી MBBS અને MD (ગાયનેકોલોજી)ની તબીબી પદવી મેળવી હતી. પ્રોફેશનલ ડૉક્ટર છે. 2022ની ચૂંટણીમાં ડૉ. દર્શનાબેન દેશમુખ આશરે રૂ. 3 કરોડ 69 લાખની સંપત્તિ હતી. રાજપીપળા ખાતે તેમની કોમર્શિયલ હોસ્પિટલ બિલ્ડિંગ અને પોઈચામાં કૃષિ જમીન છે. દર્શનાબેન પર રૂ. 41 લાખ 80 હજારનું દેવું હતું.

ચંદુ દેશમુખ
ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ નાંદોદ વિધાનસભા બેઠક પરથી 1977માં જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડીને 527 મતે વિજયી થયા હતા. ત્યારબાદ 1980માં પણ નાંદોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પી.ડી. વસાવા 7,709 મતથી વિજેતા થયા હતા.
1980માં હાર બાદ સ્વ. ચંદુભાઈ દેશમુખ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1998માં તેમના અવસાન બાદ ડૉ. દર્શના દેશમુખ રાજકારણમાં સક્રિય થયા.


જનતા મોરચો અને જનતા પક્ષ વખતે ચંદુભાઈ દેશમુખનું ઘણુ પ્રભુત્વ હતુ.
1998થી નાંદોદ વિધાનસભા બેઠક માટે સ્વ. ચંદુભાઈ દેશમુખના પરિવારમાંથી તેમના પુત્રી ઉમેદવાર તરીકે ટિકિટ માગતા હતા, પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. આખરે 25 વર્ષ બાદ દેશમુખ પરિવારના સભ્ય ડૉ. દર્શના દેશમુખને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બે વખતથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા હર્ષદ વસાવાને હરાવીને ડો. દર્શના દેશમુખ જીત્યા હતા.

1940થી 1998સુધી જીવેલા ચંદુભાઈ દેશમુખ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતા હતા . તેઓ ચાર વખત બરોચ મતવિસ્તારમાંથી ભારતીય સંસદના નીચલા ગૃહ, લોકસભામાં ચૂંટાયા હતા . તેઓ ૧૯૭૭-૭૯ દરમિયાન ગુજરાત વિધાનસભાના સભ્ય હતા અને બાબુભાઈ પટેલના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં વન, આદિજાતિ કલ્યાણ અને ગ્રામીણ ગૃહ વિભાગ ધરાવતા કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી .

આ પણ વાંચો: 

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય! – thegujaratreport.com

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો – thegujaratreport.com

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ – thegujaratreport.com

Related Posts

Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading
Sonam Wangchuk Bullet Train Delay: શું સોનમ વાંગચુકને બળજબરીથી ઉઠાવી જવું આ સરકારની મજબૂરી બની ગઈ હતી?
  • July 19, 2026

Sonam Wangchuk Bullet Train Delay: આજની ચર્ચાનો મુખ્ય વિષય જાપાનના પૂર્વ મંત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા ભારત સરકારની કાર્યશૈલી અને વલણ પર ઉઠાવવામાં આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

  • July 22, 2026
  • 2 views
Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

  • July 22, 2026
  • 3 views
Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

  • July 22, 2026
  • 3 views
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

  • July 22, 2026
  • 6 views
Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!