Bhavnagar: મહુવા તાલુકામાં વૃધ્ધાને પતાવી દેનાર શખ્સ પકડાયો, કેવી રીતે પકડાયો આરોપી ભત્રીજો?

  • Gujarat
  • November 7, 2025
  • 0 Comments

Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામમાં એકલી રહેતી વૃધ્ધાની હત્યા અને તેના ઘરેથી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. હત્યા બાદ લૂંટ ચલાવનાર આરોપીની LCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાંચ દિવસ પહેલા વૃધ્ધ મહિલાને લૂંટી હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારે વૃધ્ધાનો કૌંટબિક ભત્રીજો જ હત્યારો નીકળ્યો છે. ઝઘડા બાબતે વિપુલ વાળા નામના ભત્રીજાએ જ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.   મોટા બા ની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતી ઉજી બેન વાળા નામની 85 વર્ષીય વૃદ્ધા ની તેના ઘરે તેણે પહેરેલા દાગીના લૂંટી લઈ હત્યા કરવામાં આવી હતી. જે અંગે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ અંગે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં હાથ ધરી હતી.  ટેકનિકલ સોર્સીસ અને બાદમીદારોની ચોક્કસ મદદથી માહિતી મળી હતી કે લૂંટમાં ગયેલા દાગીના કોંજળી ગામનો જ વિપુલ ગિરધર વાળા મહુવાની બજારમાં વેચવા માટે ફરે છે.

જે માહિતી આધારે એલ.સી.બી ની ટીમે મહુવા શહેરમાંથી વિપુલ ગિરધર વાળા ને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે વૃદ્ધાની હત્યા તેણે કરી હતી એના લૂંટમાં મળેલા સોનાના દાગીના પૈકી કેટલાંક દાગીના નદીના પાણીના વહેણમાં ફેંકી દીધા હોવાનું જણાવ્યું હતું. આથી એલ.સી.બી ની ટીમે આરોપી વિપુલ ગિરધર વાળા ઉંમર વર્ષ 34 રહે ઉતાવળા હનુમાનજી મંદિરની પાસે પ્લોટ વિસ્તાર કોંજળી ગામ તાલુકો મહુવા જીલ્લો ભાવનગર વાળા ની ધરપકડ કરી તેને મહુવા ગ્રામ્ય પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ- નીતીન ગોહેલ

આ પણ વાંચો:

Bhavnagar: મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ, જાણો સમગ્ર ઘટના

Bhavnagar: મોદીને અધૂરી વચનોની યાદ અપાવવા કોંગ્રેસે કર્યું “લોલીપોપ વિરોધ પ્રદર્શન”, આગેવાનોની અટકાયત

Surat: મહિલા RFOને માથામાં ગોળી વાગી, પતિ પર ગંભીર આરોપ!, જાણો

સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા 

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 1 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 7 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો