
Bhavnagar Crime: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 77 વર્ષના એક વૃદ્ધાની તેમના જ ઘરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરીને અજાણ્યા શખ્સો દ્વારા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ વિથ હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરના મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ pic.twitter.com/EvoEkpUPeF
— The Gujarat Report (@Gujarat_Report) November 2, 2025
મળતી જાણકારી અનુસાર ગત તારીખ 30-10-2025ના રોજ રાત્રિના સમયે કોંજળી ગામે બન્યો હતો. કોંજળી ગામે રહેતા ઉજીબેન નામના 77 વર્ષીય વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા હુમલાખોરોએ વૃદ્ધાનું ગળું દબાવીને લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાઓએ વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
હત્યાની ઘટનામાં વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં, પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે, જેથી હત્યાનો ભેદ ખૂલ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ વિથ હત્યાનો ગુનો ફરિયાદ દાખલ કરવી છે. મહુવા ગ્રામ્ય પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ- નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ
Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?
Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ
ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain








