
Bhavnagar News: ભાવનગર શહેરના આરટીઓ ઓફિસ પાસે ચાલી રહેલા ઓવરબ્રિજના નિર્માણના કારણે સર્વિસ રોડ પર બનેલા મસમોટા ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આ ઓવરબ્રિજનું કામ હજુ પૂર્ણ થવાનું નામ લેતું નથી, અને તેની સાથે સર્વિસ રોડની દયનીય સ્થિતિએ સ્થાનિક લોકોનો રોષ ઉભો કર્યો છે. આ ખાડાઓમાં અનેક વાહન ચાલકો સ્લિપ થઈને ફસાયા હોવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ મામલે શહેર કોંગ્રેસે ભાજપના સત્તાધીશોને આડે હાથ લીધા છે.
વાહન ચાલકોનું જીવન જોખમમાંઆરટીઓ ઓફિસની આસપાસનો વિસ્તાર રોજિંદા હજારો વાહન ચાલકો માટે મહત્વનો રહેલો છે. જોકે, ઓવરબ્રિજના નિર્માણને કારણે બનેલા સર્વિસ રોડ પરના ઊંડા અને મોટા ખાડાઓએ અહીંથી પસાર થતા વાહન ચાલકોનું જીવન જોખમમાં મૂક્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન આ ખાડાઓ વધુ ખતરનાક બની જાય છે, જેના કારણે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
સ્થાનિકો કહે છે કે “અમે અહીંથી રોજ પસાર થઈએ છીએ, પણ ખાડાઓ એટલા મોટા છે કે બાઈક કે કાર ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. થોડા દિવસ પહેલા જ મારી બાઈક સ્લિપ થઈ ગઈ હતી, અને હું બચી ગયો, પણ દર વખતે નસીબ સાથ ન આપે!”
રજૂઆતો પછી પણ નિવારણ નહીંસ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને અનેકવાર આ ખાડાઓ ભરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ તેમની ફરિયાદો પર કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી સર્વિસ રોડની જાળવણી પર ધ્યાન આપવામાં આવતું નથી. આ બેદરકારીએ લોકોમાં રોષ ફેલાવ્યો છે, અને ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું મહાનગરપાલિકા કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે?
શહેર કોંગ્રેસનું પગલું, ખાડાઓમાં ફસાયેલા ચાલકોની મદદ
ભાજપના શાસનમાં ભાવનગરની આ હાલત!#bjp #bhavanagar pic.twitter.com/2UQMoKSGh5
— The Gujarat Report (@TGujarat_Report) July 4, 2025
આજે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે સક્રિય ભૂમિકા ભજવી અને ખાડાઓમાં ફસાયેલા બાઈક ચાલકોની મદદે દોડી આવ્યા. તેમણે સ્થળ પર પહોંચીને ચાલકોની મદદ કરી અને તંત્રને આ વિસ્તારના રોડ પરના ખાડાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું, “આ ખાડાઓ માત્ર અસુવિધા નથી, પરંતુ જીવલેણ પણ છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, નહીં તો અમે આગળનું આંદોલન કરવા મજબૂર થઈશું.
કોંગ્રેસ પ્રમુખે વધુમાં કહ્યું કે છેલ્લા ચાર દિવસથી મુશ્કેલીઓ પડી રહી છે. જો કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પેટનું પાણી હાલતુ નથી. સાથે સાથે નાગરિકોની માંગ છે કે “અમને સલામત રસ્તાઓ જોઈએ! “શહેરના નાગરિકો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે, જ્યાં લોકો આ ખાડાઓના ફોટા અને વીડિયો શેર કરીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
અહેવાલ: નીતિન ગોહેલ
આ પણ વાંચોઃ
Bharuch: અંકલેશ્વરમાં શાળાની ઘોર બેદરકારીના કારણે 1 નિર્દોષ બાળકનું કરુણ મોત, જાણો સમગ્ર ઘટના
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!