
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 જીતવા રાજકીય હલચલ તેજ થઈ રહી છે. ચૂંટણીની તારીખો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી. જોકે વચનો લાહણી શરુ થઈ ગઈ છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ મહિલાઓને આકર્ષવા માટે એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધી શુક્રવારે સાંજે બિહારના ગયાજી પહોંચ્યા હતા. અહીં તેમણે ‘મહિલા સંવાદ’ હેઠળ ઘણી મહિલાઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ‘માઈ બહિન માન યોજના’ની જાહેરાત કરી. કોંગ્રેસની આ યોજના હેઠળ, ચૂંટણી જીત્યા પછી, રાજ્યની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા માનદ વેતન આપવાનું વચન આપવામાં આવ્યું છે.
જ્યારે રાહુલ ગાંધીએ X પર મહિલાઓ સાથેની તેમની વાતચીતનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે એક MMS હતા- ડૉ. મનમોહન સિંહ, જેમના નેતૃત્વમાં UPA સરકારે મનરેગા યોજના આપી. જેણે કરોડો ગરીબ લોકોને રોજગાર અને સન્માન આપ્યું હતું.
મોદી મોનિટરિંગ સિસ્ટમ
તેમણે આગળ લખ્યું કે બીજો MMS મોદી મોનિટરિંગ સિસ્ટમ છે, જે ગરીબ મજૂરો અને બહેનોના વેતન છીનવી રહી છે. આ માત્ર શોષણ નથી, અપમાન છે. અમે માઈ-બેહન માન યોજના હેઠળ બિહારની દરેક બહેનને દર મહિને 2,500 રૂપિયા આપીશું, જેથી તેઓ સન્માન સાથે જીવી શકે અને આત્મસન્માન સાથે વિકાસ કરી શકે.
બિહારમાં ચૂંટણી ટાળે મત લેવા ભાજપાની જેમ મહિલાઓને કોંગ્રેસ લાલચ આપી રહી છે. કોંગ્રેસ પણ મોદીની જેમ વચનો આપી ફરી જાય તેવું લોકોને લાગી રહ્યું છે. બીજી તરફ તેમના ફૂટેલા નેતાઓ છે. જેથી જનતાને વિશ્વાસ આવતો નથી. કારણ તેમના પક્ષમાં ફૂટેલા નેતાઓ અંગે વારંવાર સવાલ ઉભા થઈ રહ્યા છે. ખુદ કોંગ્રેસના નેતાઓ ફૂટેલા હોય તો તેમના વચનો કેટલા સાચા નિવડે?
આ પણ વાંચો:
TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!
CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના
Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!
Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?
UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?
Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?
BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ
Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?
Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?
મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા
Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો
ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા