
Journalist Ajit Anjum FIR: બિહારમાં ચાલી રહેલા મતદાન યાદી સુધારણા કામનું રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકાર અજિત અંજુમ પર ફરિયાદ દાખલ કરવાામાં આવી છે. કારણ કે આ રિપોર્ટીંગમાં સરકારના છબરડાં બહાર આવ્યા છે. જેને લઈ સરકાર અને તેના તંત્રએ રોષે ભરાઈ ફરિયાદ દાખલ કરાવી દીધી છે. જેથી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ મંગળવારે પત્રકાર અજિત અંજુમ સામે બિહારના બેગૂસરાયમાં નોંધાયેલા નકલી કેસ સામે જોરદાર વિરોધ રેલી કાઢી હતી. જિલ્લા કાર્યાલયથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને પટેલ ચોક પહોંચી હતી, જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અજિત અંજુમે મતદાનના હકથી વંચિત રાખવાના કાવતરાનો પર્દાફાશ કર્યો
રેલી દરમિયાન આખા શહેરના લોકોએ અજિત અંજુમ સામે નોંધાયેલા કેસ સામે વિરોધ કર્યો હતો. FIR કેમ, હિટલરવાદ નહીં ચાલે, મોદીવાદ નહીં ચાલે, લોકશાહી પર હુમલો બંધ કરો જેવા નારાઓ લગાવી વિરોધ કર્યો હતો. સભાને સંબોધતા પૂર્વ સીપીઆઈ સાંસદ શત્રુઘ્ન પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે બેગુસરાયના પુત્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત પત્રકાર અજિત અંજુમે મતદાર યાદીના સઘન સુધારણામાં થતી ગેરરીતિઓ અને સામાન્ય નાગરિકોને મતદાનના અધિકારથી વંચિત રાખવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
Thanks for your support https://t.co/SmpFCrMB2S
— Ajit Anjum (@ajitanjum) July 16, 2025
તેમની સામેનો ખોટો કેસ લોકશાહી પર સીધો હુમલો છે જેને સહન કરવામાં આવશે નહીં. સીપીઆઈએ બિનશરતી કેસ પાછો ખેંચવાની માંગ કરી છે અને કહ્યું છે કે જો આવું નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે. સીપીઆઈ નેતા અનિલ કુમાર અંજને તેમના પ્રમુખપદના ભાષણમાં જણાવ્યું હતું કે અજિત અંજુમ સામે ખોટો કેસ દાખલ કરીને સરકારે સાબિત કર્યું છે કે દેશ અઘોષિત કટોકટીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયગાળામાં, દરેક લોકશાહી પ્રેમી નાગરિકનું કર્તવ્ય છે કે તે સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવે. પાર્ટીના નેતા રાજેન્દ્ર ચૌધરી, પ્રહલાદ સિંહ, એઆઈવાયવાયએફના પ્રદેશ પ્રમુખ શંભુ દેવા, મોહમ્મદ નૂર આલમ, અશોક સિંહ, પંચાયત સમિતિના સભ્ય સુનીલ કુમાર, મુખિયા સુરેન્દ્ર પાસવાન, વરિષ્ઠ વકીલ રાજ નારાયણ રાય સહિત ઘણા નેતાઓ અને કાર્યકરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાનું કાવતરું
બિહારના વરિષ્ઠ પત્રકાર અજિત અંજુમ સામે દાખલ કરાયેલો કેસ ફક્ત તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ નથી. પરંતુ તે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પણ હુમલો છે. આ કેસ સત્તાનો દુરુપયોગ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાનું કાવતરું છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનું મન બોલવાનો, અસંમત થવાનો અને સત્યને ઉજાગર કરવાનો અધિકાર છે. પત્રકારત્વ આ અધિકારનો આધાર છે. તે સમાજમાં પ્રવર્તતા અન્યાય, ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને ઉજાગર કરે છે. અજિત અંજુમે હંમેશા પોતાની કલમનો ઉપયોગ જનતાના હિતમાં કર્યો છે. તેમની સામેનો કેસ ફક્ત વ્યક્તિગત હુમલો નથી, પરંતુ તે સમગ્ર પત્રકારત્વ જગત અને લોકશાહી મૂલ્યો પર પ્રહાર છે
અજિત અંજુમ સામે કેસ કેમ નોંધાયો?
चुनाव आयुक्त ने इंडिया गठबंधन के साथ मीटिंग में ग़ुस्से में कहा था कि 20 % वोटरों के नाम तो बिहार SIR में कटेंगे ही!
किस आधार पर कहा, क्या उनका डेटा सोर्स है, कुछ नहीं पता।
अब @ajitanjum की रिपोर्ट ने बताया कि वोटरों के फॉर्म जमा करने की रसीद ही नहीं दो जा रही है, ख़ुद चुनाव… https://t.co/AWT8b49elS
— Gurdeep Singh Sappal (@gurdeepsappal) July 15, 2025
અજિત અંજુમે X પર દાવો કર્યો છે કે બિહારના બેગૂસરાયના બલિયા પોલીસ મથકે તેમની સામે FIR નોંધવામાં આવી છે. આ FIR ચૂંટણી આયોગના ‘SIR’ (Systematic Voters’ Education and Electoral Participation) પ્રોગ્રામમાં બલિયા પ્રખંડમાં ફોર્મ ભરવામાં અનિયમિતતાની રિપોર્ટિંગ સાથે સંબંધિત છે. અંજુમનું કહેવું છે કે તેમણે 40 મિનિટના વિડિયોમાં ચૂંટણી આયોગની ખામીઓ દર્શાવી હતી, જેના જવાબમાં તેમની સામે FIR નોંધવામાં આવી. તેમણે આ FIRને પત્રકાર તરીકેના તેમના કામનું “સર્ટિફિકેટ” ગણાવ્યું છે અને ચૂંટણી આયોગને તેમની રિપોર્ટને ખોટી સાબિત કરવાની ચેલેન્જ આપી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે એક મુસ્લિમ BLOને તેમની સામે મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેમના વિડિયોમાં સાંપ્રદાયિક સદ્ભાવ ખરાબ કરે તેવું કશું નથી.
આ પણ વાંચોઃ
Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?
Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા








