બિહાર: સિવિલ કોર્ટ અને પ્રશાંત કિશોર વચ્ચે ચકમક; કોર્ટે શરતી જામીન આપ્યા પરંતુ પ્રશાંત લેવા તૈયાર નથી

  • India
  • January 6, 2025
  • 0 Comments

પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. તેઓ BPSC ઉમેદવારોના સમર્થનમાં 2જી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર હતા. પોલીસે તેમની અટકાયત કરીને આજે પટના સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

SDJM આરતી ઉપાધ્યાયની કોર્ટમાંથી રૂ. 25 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. કોર્ટમાં હાજર થવા દરમિયાન પ્રશાંત કિશોરે પોતે દલીલો કરી હતી. તેમણે ન્યાયાધીશને કહ્યું કે કેવી રીતે પોલીસ ક્રૂરતા આચરવામાં આવી હતી. કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ પ્રશાંત કિશોર શરતી જામીન લેવા તૈયાર નથી.

પ્રશાંત કિશોર પીઆર બોન્ડ પર સહી કરી રહ્યા નથી. અસલમાં કોર્ટે કહ્યું છે કે તમે ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન કરી શકશો નહીં કારણે સામાન્ય લોકોને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડે. ન્યાયાધીશ પોતાના નિર્ણય પર અડગ છે. સવારે 4 વાગ્યે પોલીસ બળજબરીપૂર્વક તેમને લઈ ગઈ હતી. જ્યારે ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- જ્યારે પીએમ મોદીની સ્પીચ વચ્ચે બંધ થઇ ગયું ટેલિપ્રોમ્પ્ટર; જૂઓ વીડિયો

શું છે BPSC એક્ઝામ અને લાઠીચાર્જની આખી ઘટના

બિહારનાં 912 કેન્દ્રમાંથી 911 પર 13 ડિસેમ્બરે BPSCની પરીક્ષા હતી. પટનામાં બાપુ પરીક્ષા ભવન નામનું કેન્દ્ર છે, ત્યાં એક્ઝામ પહેલાં જ પેપર લીક થયું ને હંગામો થયો. ત્યાર બાદ BPSC તંત્રએ કહ્યું હતું કે આ એક કેન્દ્રની પરીક્ષા રદ કરવામાં આવશે અને એક જ કેન્દ્રમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પણ ઉમેદવારોએ ડિમાન્ડ કરી કે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે, પણ BPSCએ તમામ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માગને ફગાવી દીધી હતી.

જ્યાંથી પેપર લીક થયું હતું એ બાપુ પરીક્ષા ભવનમાં 4 જાન્યુઆરી 2025ના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 12,000 ઉમેદવાર ફરીથી બેસશે. તેમાંથી 5000થી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધાં છે. આખા રાજ્યમાં 1957 જગ્યા માટે 4 લાખ 80 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે મુદ્દો બિચક્યો છે એ કે તમામ સ્ટુડન્ટ્સ આનો વિરોધ કરી રહ્યા છે કે જે પેપર પર અમે પરીક્ષા આપી હતી એ જ પેપરમાં આ 12 હજાર ઉમેદવારો ફરીથી પરીક્ષા આપશે તો તેનો મતલબ શું? માટે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ.

આ પણ વાંચો-RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ