Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

  • India
  • November 6, 2025
  • 0 Comments

Bihar Election 2025: બિહારના 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યના કુલ 45341 બૂથ પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે,સવારે ઘણા મતદાન મથકો ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી.

આ મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે. છ વિધાનસભા મતવિસ્તારોમાં ૨૧૩૫ બૂથ પર સાંજે ૫ વાગ્યા સુધી મતદાન ચાલશે. પ્રથમ તબક્કામાં, વર્તમાન સરકારના બંને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ, બાહુબલી અનંત સિંહ અને ઘણા મોટા નામ ચૂંટણી મેદાનમાં છે.
ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરશે.

પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ 13 હજાર 302 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં અનેક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે,તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા, રાઘોપુરથી તેજસ્વી યાદવ, મહુઆથી તેજ પ્રતાપ યાદવ ચૂંટણી મેદાનમાં છે..અલીનગરથી મૈથિલી ઠાકુર ચૂંટણી લડી રહ્યા છે તો મહનારથી JDU પ્રદેશ પ્રમુખ ઉમેશસિંહ કુશવાહ પણ ચૂંટણી મેદાનમાં છે..બક્સરથી ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રા પણ ચૂંટણીના મેદાનમાં છે તો બિહાર સરકારના 14 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે.. આ તમામ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં સિલ થશે.

એનડીએ તરફથી ભાજપના 48, જનતાદળયૂના 57, લોક જનશક્તિ પાર્ટીના 14 અને રાષ્ટ્રીય લોક મોરચાના 2 ઉમેદવારો ચૂટણી મેદાનમાં છે તો બીજી તરફ મહાગઠબંધન તરફથી પ્રથમ તબક્કામાં આરજેડીના 73, કોંગ્રેસના 24 અને એ ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો:

Bihar Election: મોકામા બેઠક પર અનંત સિંહ અને સૂરજ ભાન જેવા દબંગ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ, એક હત્યાથી થઈ શરૂઆત!

Bihar: સીતામઢીના ભાજપ ઉમેદવાર સુનીલ કુમારનો અશ્લીલતા કરતો વીડિયો વાયરલ!, પછી શું કર્યો ખૂલાસો?

Bihar: ‘ઘરમાંથી તેવા જ લોકોને બહાર નીકળવા દો જે આપણને મત આપે’, લલ્લન સિંહનો વીડિયો વાયરલ થતાં FIR દાખલ

Related Posts

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’
  • September 17, 2026

Congress UPI MDR: ભારતમાં UPI પેમેન્ટના નવા ચાર્જિંગ નિયમને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે અમેરિકી દબાણ હેઠળ UPI વ્યવસ્થામાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 9 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ