
Bihar viral video: બિહારમાં ચૂંટણી રસ્સાકસી જામી છે. ત્યારે ભાજપના સીતામઢી વિધાનસભા ઉમેદવાર અને પૂર્વ સાંસદ સુનીલ કુમાર પિન્ટુ સાથે જોડાયેલો એક કથિત અશ્લીલ વીડિયો વાયરલ થતાં ખળભલાટ મચ્યો છે. આ વીડિયો અંગે ઉમેદવાર સુનીલ કુમાર પિન્ટુએ કહ્યું, “બે વર્ષ પહેલા પણ આવી જ ઘટના બની હતી. બે વર્ષ પહેલા પણ આ જ વીડિયો વાયરલ થયો હતો.” સુનિલ કુમારને અમિત શાહે પોતાના મિત્ર ગણાવ્યા હતા.
ये वही सुनील कुमार पिंटू भाजपा प्रत्याशी है जिसका अश्लील वीडियो वायरल हुआ है।
गृह मंत्री जी कितना निर्लज्जता के साथ उसके लिए वोट मांग रहे है।
अमित शाह जी के खास मित्र है… pic.twitter.com/PV0mG7GDZJ
— Karan Yadav (@karanyadav165) November 5, 2025
સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ્સ ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બે અલગ અલગ વિડીયો ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. એકમાં એક પુરુષને એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે બીજીમાં એક પુરુષ વીડિયો કોલ દરમિયાન અશ્લીલ કૃત્યો કરતો બતાવવામાં આવ્યો છે.
સુનિલ કુમારે શું કહ્યું?
ભાજપના ઉમેદવાર સુનીલ કુમાર પિન્ટુએ આને તેમના વિરોધીઓનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું, “આ એ જ વીડિયો છે જે બે વર્ષ પહેલા વાયરલ થયો હતો જ્યારે મારી સાંસદ ટિકિટ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પરથી મારા નામની જાહેરાત કરી, ત્યારે મારા વિરોધીઓએ ફરીથી એ જ વીડિયો ફેલાવવાનું કાવતરું ઘડ્યું છે. તે સમયે, 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોને જેલ થઈ ચૂકી છે.”
જો કે આ વીડિયો જૂનો હોય તો પણ ભાજપ નેતાઓની માનસિકતા અને કરતૂત ખુલ્લી પડી છે. ભાજપના એ ક નેતા નથી અનેક નેતાઓ મહિલા સાથે અશ્લીલતા કરતા પકડાઈ રહ્યા છે. જેથી બેટી બચાવવાની વાત કરતી પાર્ટીના નેતાઓ જ આવી કરતૂતો કરે તો ગુંડારાજ જ ઉભુ થાય ને!
નોંધનીય છે કે બિહારમાં ચૂંટણી હોવાથી રાજકીય પક્ષના માણસો જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેથી ફેક અને જૂના વીડિયોથી ચેતવું જરુરી છે.
આ પણ વાંચો:
America plane crash: અમેરિકામાં પ્લેન ક્રેશ થતાં જ વિકરાળ આગ, મુસાફરો જીવતા ભૂંજાયા








