
Bihar Election: બિહારની મોકામા વિધાનસભા બેઠક પર ફરી એકવાર બાહુબલી નેતાઓના વર્ચસ્વની લડાઈ છે, હજુતો ચૂંટણી થાય તે પહેલાં જ દુલારચંદ યાદવ જેવા મજબૂત નેતાની હત્યા થઈ અને આ હત્યામાં છોટે સરકાર મનાતા દબંગ નેતા અનંત સિંહની
ધરપકડ થઈ છે જેથી તેમના પત્ની ચૂંટણી લડી રહયા છે તો બીજી તરફ શક્તિશાળી સૂરજ ભાનની પત્ની છે. ગુનાથી રાજકારણ સુધીની સફરમાં અનંત સિંહ અને સુરજભાનનું નામ બદનામ છે ત્યારે બન્નેની ટક્કર લઈ આ બેઠક ચર્ચાનો વિષય બની છે.
બાહુબલી અનંતસિંહ અને શક્તિશાળી સૂરજ ભાન આ બન્ને શક્તિશાળી નેતાઓ જો 80 અને 90 ના દાયકામાં એક જ મતવિસ્તારમાં સામસામે હોત તો ઘણા બૂથ પર કદાચ જેટલા મતો ન પડ્યા હોત તેના કરતાં વધુ લાશો પડી હોત આ બન્નેનો ટ્રેક રેકોર્ડ અને ઇતિહાસ એટલો ભયંકર છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાં ભયાનક રક્તપાત જ હોય.
ફક્ત આ બે માથા ફરેલા નેતાઓને કારણે હાલ મોકામા વિધાનસભા બેઠક ચર્ચાસ્પદ બની છે અને સમગ્ર બિહારની ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ બની જતા સૌની નજર આ બેઠક ઉપર છે.
અનંત સિંહ પોતાને છોટે સરકાર કહેવાનું પસંદ કરે છે,જ્યારે બીજી તરફ આખા બિહારમાં સૂરજ ભાન કરતાં મોટો કોઈ ડોન નહોતો કહેવાય છે કે યુપીનો સૌથી કુખ્યાત શ્રીપ્રકાશ શુક્લ પણ જરૂર પડ્યે સૂરજ ભાનની મદદ લેતો હતો.
જોકે, સૂરજ ભાનના ગુનાહિત ભૂતકાળને કારણે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવાતા તેઓ ચૂંટણી લડી શકતા નથી, તેથી તેમણે પોતાની પત્નીને પોતાના નામે મેદાનમાં ઉતાર્યા છે તેજ રીતે અનંત સિંહ પણ ગુનાહિત ઇતિહાસને કારણે ચુંટણી લડવા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, તેમણે પાછલી ચૂંટણીમાં પોતાની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા અને એકલા હાથે તેમનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.
જોકે,આ વખતે હરીફાઈ અનંત સિંહ અને સૂરજ ભાનની પત્ની વચ્ચે છે, ત્યારે વાસ્તવિક હરીફાઈ બે શક્તિશાળી દબંગ નેતાઓ વચ્ચેની છે.
હવે,આ બંને શક્તિશાળી ગુનાહિત ભૂતકાળ ધરાવતા નેતાઓ સ્પષ્ટપણે ટાઈ સ્વીકારવા તૈયાર નથી ત્યારે આ જંગ મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને તંત્રમાં પણ ટેંશન છે જેથી તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે કે ક્યાંક જંગ લોહીયાળ ન બને.
મોકામા એક હોટ સીટ છે, અને બે મજબૂત દબંગ માથા ફરેલા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કંઈક તો થવાનું જ હતું. અપેક્ષા મુજબ, ચૂંટણી પહેલા મોકામામાં ત્રીજા મજબૂત નેતા ગણાતા દુલારચંદ યાદવની કરપીણ હત્યા થઈ.
મજબૂત નેતા ગણાતા દુલારચંદ યાદવ માટે કહેવાય છે કે તેઓએ બીજા નેતાઓને પીએમ અને સીએમ સુધી પહોંચાડ્યા હતા આવી રાજકીય હસ્તી હતા જેઓ પ્રશાંત કિશોરની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે નીકળ્યા અને સરા જાહેર તેમને
ગોળી મારીને કારના પૈડા નીચે કચડી નાખી જાહેરમાં મર્ડર કરી નાખવામાં આવ્યું.
આ સમયે અનંત સિંહ પોતે ઘટનાસ્થળે હાજર હતા. દુલારચંદ અને અનંત સિંહ વચ્ચેની દુશ્મનાવટ ૧૯૯૦ના દાયકાની છે,અનંત સિંહ પર હત્યાનો સીધો આરોપ હતો. પોલીસે નામવાળી FIR પણ દાખલ કરી હતી. પરંતુ સમસ્યા એ હતી કે આરોપી અને બિહારમાં વર્તમાન નીતિશ કુમાર સરકારના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ કરવી કે નહીં. સરકાર અને પોલીસે બે દિવસ સુધી આ અંગે ચર્ચા કર્યા બાદ આખરે અનંત સિંહની ધરપકડ થઈ.
પણ તેનાથી શું ફરક પડશે? એક દબંગ નેતા માટે કે જે જેલમાં હોય ત્યારે અથવા ગેરલાયક ઠર્યા પછી પણ પોતાની પત્નીને ચૂંટણી લડાવી શકે છે.
ગમે તે હોય, છેલ્લા 25 વર્ષથી મોકામામાં કોઈ અનંત સિંહને હરાવી શક્યું નથી. એ અલગ વાત છે કે અનંત સિંહ પોતાની દહેશતને મોકામાના લોકોનો પ્રેમ કહે છે,ધરપકડ પછી, તેમણે એજ દહેશતને લોકોમાં પ્રેમ ગણાવી સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે, મોકામાની જનતા પોતાની તરફથી ચૂંટણી લડશે જોકે, સામે પણ સૂરજ ભાન છે ત્યારે આ ચૂંટણી જંગમાં કોણ ફાવશે તેતો સમય જ કહેશે પણ ચૂંટણી પહેલાજ મોટા ગજાના નેતાની એક હત્યા થઈ ચૂકી છે ત્યારે આગળ જંગ લોહિયાળ બને નહિ તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.
આ પણ વાંચો:
Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas








