Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

Bengal:  પ.બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે આ વખતે ખરાખરીનો મુખ્ય જંગ મનાઈ રહ્યો છે,મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને તેમની સામે ભાજપે સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે,ભાજપ અને RSS એ બંગાળમાં હિન્દુત્વ માટે માઈક્રો મેનેજમેન્ટ અને 12 વિશેષ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,અહીં હિન્દુઓની સુરક્ષા અને બાંગ્લાદેશી ઘૂસણખોરી જેવા મુદ્દાઓને સતત ઉઠાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ પોલિસી હેઠળ બાંગ્લાદેશીઓને ભગાડવાની ખાત્રી આપી હિન્દુઓને નિર્ભય બનાવવાની વાત કરી રહયા છે અને હિંદુત્વ તેમજ સંસ્કૃતિ જાળવવા ઉપર ફોક્સ કર્યું છે

બંગાળના ‘સાંસ્કૃતિક પતન’ અને બંગાળી ઓળખના મુદ્દાઓને જોડીને TMC ને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે ત્યારે ભાજપ અને RSSની આ રણનીતિ બંગાળમાં સ્થાનિક રાજકારણમાં કેટલી અસરકારક રહેશે તે અંગે જ્યારે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ પ્રોફેસર અને જાણીતા વિશ્લેષક પ્રશંજીત વિશ્વાસને પૂછતાં તેઓએ કહ્યું હતું કે અહીં હિન્દુત્વનો મુદ્દો કામ લાગશે નહિ પરંતુ બંગાળની સત્તા સુધી પહોંચવા માટે તેને સ્થાનિક સંસ્કૃતિ અને વિકાસના મુદ્દાઓ સાથે સંતુલિત કરવો જરૂરી બને છે.

મહત્વનું છે કે પ્રોફેસર પ્રશંજીત વિશ્વાસ બંગાળના સ્થાનિક રાજકારણથી વાકેફ છે તેઓ શિલોંગમાં આવેલી નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી (NEHU) ના ફિલોસોફી (તત્વજ્ઞાન) વિભાગમાં પ્રોફેસર છે. તેઓ એક જાણીતા ભારતીય વિચારક, લેખક અને માનવાધિકાર કાર્યકર્તા પણ છે તેઓ વર્ષ 2011 થી NEHU માં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

પ્રશંજીત વિશ્વાસ સિલચર સ્થિત ‘બરાક હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન કમિટી’ (BHRPC) સાથે જોડાઈને માનવાધિકાર રક્ષક તરીકે સક્રિય રીતે કાર્ય કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલના રોજ ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ ૧૪૨ બેઠકો પર થશે પરિણામ: ચૂંટણીનું પરિણામ ૪ મે, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે.

The Gujarat Reportના MD અને વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ બંગાળની રાજનીતિ અંગે પ્રશંજીત વિશ્વાસ સાથે કરેલી ચર્ચા અને વિસ્તુત વિશ્લેષણ જોવા માટે નીચે આપેલો વિડીયો જરૂર જુઓ.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 2 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

  • October 14, 2026
  • 7 views
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

  • October 14, 2026
  • 7 views
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

  • October 14, 2026
  • 9 views
Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

  • October 14, 2026
  • 5 views
L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

  • October 14, 2026
  • 6 views
Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર