Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો

Gujarat Election: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) ભાજપની બિનહરીફ બેઠકોનો આંકડો 700 સુધી પહોંચી ગયો હોવાનું ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ( પંચાલ)એ જણાવ્યું હતું રાજ્યમાં સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પૂરી થતા, સમગ્ર રાજ્યમાં કુલ 1832 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.

સૌરાષ્ટ્રના ગોંડલમાં 23 બેઠકો ઉપર ભાજપ બિન હરીફ રહેતા ભાજપનો દબદબો યથાવત રહ્યો છે આ અંગે જયરાજ સિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું કે “હું કોંગ્રેસના મિત્રોનો ખાસ આભાર માનું છું,કોંગ્રેસના મિત્રોએ ગોંડલના વિકાસને ધ્યાને રાખી ફોર્મ પરત ખેંચી અમને સહકાર આપ્યો છે,મારી પાસે કોંગ્રેસના મિત્રો સામેથી આવ્યા અને કહ્યું કે અમારે તમને સહકાર આપવો છે અને ફોર્મ પરત ખેંચી હઠી જાવું છે,અને ખૂબ સારો સહકાર મળ્યો છે.”

આમ,ઠેરઠેર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી છેલ્લા દિવસે ફોર્મ ખેંચવા જે રીતે પડાપડી કરી તે જોઈ જનતામાં આશ્ચર્ય છવાયું હતું નવાઈની વાતતો એ છે કે હજુ તો ચૂંટણી પણ થઈ નથી અને બિન ફરીફ બેઠકો માટે નેતાઓ જનતાનો આભાર વ્યક્ત કરતા હતા,ચૂંટણી અગાઉ જનતાની કોઈ મતદાનમાં ભૂમિકા પણ નથી અને શામ-દામ-દંડની નિતિરિતિમાં જનતા ક્યાંથી આવી?તે અંગે લોકો કોમેન્ટ પાસ કરી રહયા છે.

બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા છે ચૂંટણીઓમાં મતદાતાના કોઈ રોલ વગર ઉમેદવાર નક્કી કરી લેવાનું લોકશાહીમાં ઘણું વિચિત્ર લાગે પણ આ એક રણનીતિનો ભાગ કહી શકાય કે ભાજપની આ એક ‘સાઇકૉલૉજિકલ નર્વ વૉર’ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્ષ 2021માં આ પ્રકારની શરૂઆત થઈ હતી, અને તે સમયે ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ હતા. એ સમયે કોરોના બાદ ભારે ઍન્ટિ-ઇન્કમ્બન્સી હતી. ત્યારે અનેક મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ઘણી બેઠકો ઉપર ભાજપ બિનહરીફ રહ્યું હતું.

આજે એજ પરંપરા તેમના અનુગામી જગદીશ પંચાલે પણ ચાલુ રાખી હોવાનું જણાય છે અને તેઓએ ચૂંટણી પહેલા જ 700 બેઠકો ભાજપના ખાતામાં આવી ગઈ હોવાનું જણાવી તેઓના કાર્યકાળમાં તેઓની આ સિદ્ધિ હોવાનું સ્પષ્ટ કર્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર
  • September 10, 2026

Gopal Italia: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે અને પ્રથમ દિવસે જ ખેડૂતો, દુષ્કાળ, વીજળી, જૂના કાયદા તથા શહેરોના ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આમ…

Continue reading
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?
  • September 10, 2026

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું આ વખતનું ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવતા તેની કાર્યવાહી અને પ્રજાના પ્રશ્નો પર થનારી ચર્ચાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિધાનસભાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views

  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?