
Bihar Election: બિહારની ચૂંટણી જીતવા રાજીકીય ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં ભાજપે 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 71 ઉમેદવારોના નામ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે ભોજપુરી અભિનેતા પવન સિંહ અને ગાયિકા મૈથિલી ઠાકુર પાર્ટીની પહેલી યાદીમાં સામેલ નથી.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w
— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025
ભાજપે ઉમેદવારોની પોતાની પહેલી યાદીમાં નવ મહિલાઓને પણ મેદાનમાં ઉતારી છે. જેમાં રેણુ દેવી, ગાયત્રી દેવી, દેવાંતી યાદવ અને રમા નિષાદનો સમાવેશ થાય છે.
યાદીમાં અગ્રણી નામોમાં રેણુ દેવી (બેટિયા), પ્રમોદ કુમાર સિંહા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પિપરા), અને નીતિશ મિશ્રા (ઝાંઝરપુર)નો સમાવેશ થાય છે. પાર્ટીએ દાનાપુર સીટ પરથી રામ કૃપાલ યાદવને પણ મેદાનમાં ઉતાર્યા છે.
આરાથી અમરેન્દ્ર પ્રતાપ સિંહની ટિકિટ રદ કરવામાં આવી છે. પટના સાહિબથી રત્નેશ કુશવાહાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની પહેલી યાદીમાં નવ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની પહેલી યાદીમાં મુખ્ય ઉમેદવારો
વિજય કુમાર સિંહા – સીટ: લખીસરાય
સમ્રાટ ચૌધરી – બેઠકઃ તારાપુર
રામકૃપાલ યાદવ – સીટઃ દાનાપુર
ડૉ. પ્રેમ કુમાર – બેઠક: ગયા ટાઉન
તારકિશોર પ્રસાદ – બેઠકઃ કટિહાર
આલોક રંજન ઝા – બેઠક: સહરસા
મંગલ પાંડે – બેઠક: સિવાન
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપની પહેલી યાદીમાં 9 મહિલાઓને ટિકિટ
1. બેતિયાહથી રેણુ દેવી
2. પરિહારથી ગાયત્રી દેવી
3. નરપતગંજથી દેવંતી યાદવ
4. કિશનગંજની સ્વીટી સિંહ
5. નિશા સિંહ, પ્રાણપુર
6. કોઢાથી કવિતા દેવી
7. ઔરાઈથી રામ નિષાદ
8. વારસાલીગંજથી અરુણા દેવી
9. જમુઈથી શ્રેયસી સિંહ
આ પણ વાંચો:
Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!
Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!








