
મહેશ ઓડ
Bihar Election: વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ચાલતી ભાજપ પાર્ટી અને તેનું આઈટી સેલ કઈ હદની માનસિકતા ધરાવે છે. તે તમને રાહુલ ગાંધીના વાયરલ વીડિયો પરથી ખબર પડી શકે છે. હાલ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો છે. રાહુલ ગાંધીનો તસ્વીરવાળા સેનેટરી પેડનો વીડિયો વાઈયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે બોક્સ ખોલતાં જ સેનેટરી પેડમાં રાહુલ ગાંધીની તસ્વીર દેખાય છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. ભાજપના આઈટી સેલનું કારસ્તાન ગણાવવામાં આવી રહ્યું છે.
अरे चमचों सेनेटरी पैड के बाहर पैकेट तक तो फोटो ठीक था अंदर पैड पर फोटो डालने की क्या जरूरत थी। #BiharElections2025 pic.twitter.com/5w2EZCcKnB
— Ratan Ranjan (@RatanRanjan_) July 5, 2025
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી ચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ સહિતની પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાજપ ચૂંટણી જીતવા અનેક દાવપેચ રમી રહી છે. ગઈકાલે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ કુમારે રાજ્યની વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું અને પાર્ટીના અન્ય કાર્યક્રમો માટે ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યની 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. આ સેનિટરી પેડના કવર (બોક્સ) પર રાહુલ ગાંધીનો ફોટો છે.
સેનિટરી પેડ્સના પેકેટ પર લખેલું છે- માઈ-બેહન માન યોજના. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ. જરૂરિયાતમંદ મહિલાઓને માનદ વેતન- દર મહિને 2500 રૂપિયા.
રાજેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, અમે બિહારના સંદર્ભમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનિટરી પેડ્સ આપવામાં આવશે. આ સેનિટરી પેડ્સ દરેક મહિલા સુધી પહોંચાડવામાં આવશે. અમે આ માટે એક ઝુંબેશ ચલાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરવાનું છે. મહિલા કોંગ્રેસ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરશે. જોકે બોક્સ પર રાહુલ ગાંધીનો ફોટો છાપતા ભાજપ વિરોધ કરી છે.
સેનેટરી પેડમાં રાહુલ ગાંધીની તસ્વીર ફેક
તે વચ્ચે હવે નવો વિવાદ એ ઉભો થયો છે કે રાહુલ ગાંધીના તસ્વીરાવાળું પેકેટ ખોલતાં જ સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસ્વીર જોવા મળે છે. જો કે આ તસ્વીર ફેક છે. આરોપ છે કે ભાજપના આટી સેલ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે. કોંગ્રેસ માત્ર પેકેટ પર જ રાહુલ ગાંધીનો ફોટો અને યોજના અંગે લખાણ લખ્યું છે. સેનેટરી પેડની અંદર રાહુલ ગાંધીને ફોટો છાપ્યો નથી. જોકે વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીની ફોટો સેનેટરી પેડમાં દેખાતો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જે તદ્દન ફેક છે.
ભાજપના આટી સેલે વીડિયો શેર કરી ડિલિટ કર્યો
Same disinformation by IT cell.
Here’s an archive like of a deleted tweet. https://t.co/qH8DClTvm7Expecting Congress to file an FIR against all these regular? Doubt that will happen. pic.twitter.com/HNJAPeaGHR
— Mohammed Zubair (@zoo_bear) July 5, 2025
જાણવા મળી રહ્યુ છે કે આ વીડિયો ભાજપના આટી સેલના સભ્ય દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જોકે ટ્રોલ થયા બાદ તેને ડિલિટ કરી નાખવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યકરોએ આ મામલે કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરાવવની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસના કાર્યકર્તા ઉદય ભાનુ ચિબે વીડિયોને ખોટો ગણવાતાં કહ્યું વીડિયો શેર કરનારા સોશિયલ મીડિયા યુઝર્સ સામે કાનૂની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
Language controversy: ‘કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે’, નાટક કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરે
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો