Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • India
  • November 7, 2025
  • 0 Comments

Bihar viral video: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે થયેલા મતદાન બાદ એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની સાંસદ શાંભવી ચૌધરી, જેઓ જેડીયુ નેતા અશોક ચૌધરીની દીકરી છે, તેમના બંને હાથની આંગળીઓ પર શાહીના નિશાન જોવા મળ્યા છે. આ વીડિયોમાં તેઓ કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે, જેના કારણે વિપક્ષી પક્ષો અને નેટિઝન્સ તરફથી ‘બે વાર મતદાન’ના આરોપો ઉઠ્યા છે. આ ઘટના લોકશાહી પરના પ્રશ્નોને ફરીથી ઉજાગર કરી રહી છે, જ્યારે તેના સમર્થકો તેને ચૂંટણી પ્રક્રિયાની સામાન્ય ભૂલ તરીકે ગણાવે છે.

વીડિયોમાં શું દેખાઈ છે?

બિહારના સમસ્તીપુર જિલ્લાના એક મતદાન કેન્દ્રની બહારથી રેકોર્ડ થયેલા આ વીડિયોમાં શાંભવી ચૌધરી તેમના પિતા અશોક ચૌધરી અને માતા નીતા ચૌધરી સાથે કેમેરા સામે આવે છે. મતદાન પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના મતની પુષ્ટિ કરવા માટે શાહીવાળી આંગળી દેખાડે છે. પ્રથમ તેઓ જમણા હાથની આંગળી ઉઠાવે છે, પરંતુ તરત જ ડાબા હાથની આંગળી પર પણ શાહીનું નિશાન દેખાય છે. વીડિયોમાં તેઓ માતા સાથે વાત કરતી જોવા મળે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે.

ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કર્યા બાદ વોટરની ડાબી હાથની અંગુઠી પર શાહી લગાવવામાં આવે છે, જે બે વાર મતદાનને અટકાવે છે. જો કોઈ વોટર ભૂલથી જમણા હાથ આપે તો અધિકારીઓ તેને સુધારીને ડાબા હાથ પર લગાવે છે. આવી ભૂલો સામાન્ય છે, પરંતુ આ વીડિયોમાં બંને હાથ પર શાહી જોવા મળતાં આરોપો ઉઠ્યા છે કે શું તેઓએ બે વખત મત આપ્યો હશે?, જો કે આ વાયરલ વીડિયોની હજુ સુધી સચ્ચાઈ શું છે, તે બહાર આવી નથી.

શાંભવી ચૌધરી વિશે

શાંભવી ચૂધરી બિહારના રાજકારણમાં એક ઉભરતું નામ છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના તરફથી ચૂંટાયેલી સાંસદ છે, જે એનડીએનો મહત્વનો સાથીદાર છે. તેમના પિતા અશોક ચૌધરી જેડીયુના વરિષ્ઠ નેતા છે અને બિહાર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે. શાંભવીને યુવા આઇકોન તરીકે ઓળખવામાં આવે છે, જેઓ મહિલા સશક્તિકરણ અને યુવા સક્રિયતા પર ભાર મૂકે છે. તેઓ 25 વર્ષની વયે સાંસદ બન્યા.

આ પણ વાંચો:

Bihar Voting: સરેરાશ 60.13 ટકા મતદાન, બેગુસરાયમાં સૌથી વધુ, શેખપુરામાં સૌથી ઓછું મતદાન થયું

દિલ્હી એરપોર્ટ પર એવું તે શું થયું કે મુસાફરો અટવાયા? | Airport | Delhi

Supreme Court: પોલીસ ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપ્યા વગર ધરપકડ નહીં કરી શકે, પોલીસ વિભાગને સુપ્રિમની ફટકાર!

 Vote chori: મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા’, વોટ ચોરી ખુલ્લી પાડવાનું કામ હજુ ચાલુ: રાહુલ ગાંધી

Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 7 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન