
Controversy over Narendra Modi’s rally in Bihar: બિહારની ચૂંટણી જીતવા ભાજપ ધપપછાડા કરી રહ્યું છે. લોકોને વચનોની લાણી કરી લલચાવી રહ્યું છે. પોતાની રેલીમાં ભીડ એકઠી કરવા રુપિયા આપવામાં આવી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. જેના ઘણા વીડિયો પણ વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારના મોતિહારીમાં તાજેતરમાં યોજાયેલી રેલી અને રોડ શોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવ્યો છે કે આ રેલીમાં લોકોને ભેગા કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપવામાં આવ્યા હતા. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, “જો આજે 500-1000 રૂપિયામાં વેચાઈ ગયા, તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટ્રેનમાં ભરીને લઈ જવામાં આવશે.” આ દાવાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.
मोदी जी के रैली को भव्य, भाड़े की भीड़ से बनाया जाता है। इनके इलाके का कोई नेता इन्हें 500 देकर मोतिहारी की रैली में ले आया होगा।
इस व्यक्ति को तो यह भी नहीं पता मोदी जी कौन हैं.? इनका कहना है मोदी जी नीतीश कुमार हैं 😂 pic.twitter.com/aIqZ00fJYk
— Pratik Patel (@PratikVoiceObc) July 18, 2025
18 જુલાઈ 2025ના રોજ મોતિહારી, બિહારમાં યોજાયેલી આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુ. 7,200 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને સોશિયલ મીડિયા પર શેર થયેલી તસવીરોમાં ભીડનો માહોલ જોવા મળ્યો હતો.
મોદીની રેલીમાં એકઠા થવા રુપિયા આપ્યા હોવાનું લોકો પણ કહી રહ્યા છે. સોશિયલ મિડિયા પર ઘણા વીડિયો વાયલ થઈ રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે રેલીમાં હાજરી આપવા માટે લોકોને નાણાકીય રુ. 500 અને મીઠાઈ આપવામાં આવી હતી. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવી રીતે લોકોને “ખરીદવામાં” આવે છે, અને જો આ ચાલુ રહ્યું તો બિહારના લોકોને ગુજરાત કે મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવશે. આ પોસ્ટે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, જેમાં વિપક્ષી નેતાઓ અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવાને આધારે સરકાર પર આક્ષેપો કર્યા છે.
नरेंद्र मोदी के रैली का रेट:- ₹500 और मिठाई का डब्बा
बिहार की जनता से निवेदन है अगर आज 500-1000 में बिक गए तो फिर गुजरात महाराष्ट्र ट्रेन में भरकर जाओगे pic.twitter.com/8vEQEBGxus
— Manjeet Ghoshi (@ghoshi_manjeet) July 18, 2025
આ દાવાઓએ બિહારના રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. કેટલાક નેતાઓએ આ દાવાને “જનતાનું અપમાન” ગણાવ્યું છે, જ્યારે ભાજપના સમર્થકોએ આને “વિપક્ષની નિરાશાનું પરિણામ” ગણાવીને નકારી કાઢ્યો છે.
જો લોકોના આવા દાવા સાચા નિકળે તો
જો લોકોના આવા દાવા સાચા નિકળે તો લોકશાહીમાં લોકોનો અવાજ અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો રેલીમાં ભીડ એકઠી કરવા માટે પૈસા અને મીઠાઈ જેવા પ્રલોભનોનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે લોકોની સ્વતંત્ર ઇચ્છા અને રાજકીય જાગૃતિનું અપમાન છે. આવી રીતે લોકોને આકર્ષવું એ દર્શાવે છે કે રેલીની સફળતા સાચા સમર્થનને બદલે નકલી ભીડ પર નિર્ભર છે, જે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને નબળા પાડે છે.
આ પણ વાંચો:
Ghaziabad: મોદીનગરમાં એમ્બ્યુલન્સે ટક્કર મારતાં 3 કાવડિયાઓના મોત, 2 સારવાર હેઠળ, જાણો વધુ
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?