
Controversy in Gujarat BJP: વડાપ્રધાન મોદી સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાતમાં છે ત્યારે ગુજરાત ભાજપમાં અસંતોષ-જૂથવાદની વાતોથી તેઓ જાણે અજાણ હોય તેમ વર્તી રહયા છે છેલ્લા દિવસોમાં જે બન્યું તેમાં ભાજપના આંતરિક ડખ્ખાઓ જાહેરમાં આવ્યા છે.
તેમાં વડોદરામાં APMCમાં ભાજપની પેનલ સામેજ ભાજપના ઉમેદવારની ટક્કર થઈ તે અસંતોષ-જુથવાદની વાતો શમે ત્યાંજ દાહોદ APMCમાં પણ ભાજપ સામે બળવો કરી કમલેશ રાઠી જીત્યા અહીં પણ ભાજપના અંદરોઅંદર ડખ્ખાઓ સામે આવ્યા આ પહેલા જામનગરના સિક્કા નપમાં 8 ભાજપના કોર્પોરેટર ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા આ બધા વચ્ચે સુરત ભાજપ કાર્યાલયમાં બે ભાજપ આગેવાનોની મારામારી-ગાળા ગાળી વળી રાજકોટ અને સિદ્ધપુરમાં પણ ભાજપના આંતરીક કલેહ વગરે આ બધું શમે ત્યાંજ અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ મોટો આંતરિક ડખ્ખો સામે આવ્યો છે.
અહીં પાલિકાના 24માંથી 24 સભ્યો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના હોવા છતાં ખુદ પોતાના પક્ષના જ સત્તાધારી પક્ષના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે બહુમતી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે આ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. દરખાસ્તમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પર સભ્યોની અવગણના, અવિશ્વાસ, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
નગરપાલિકાના કુલ 24 સભ્યો પૈકી 20 સભ્યોએ સહી કરીને આ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે સ્પષ્ટપણે સત્તાધારી ભાજપ જૂથ સામે બહુમતી ભાજપ સભ્યોનો અસંતોષ દર્શાવે છે. દરખાસ્ત રજૂ કરનાર વોર્ડ નંબર 3ના સભ્ય મુક્તાબેન પરમારે ચીફ ઓફિસરને તો સાફ શબ્દોમાં કહી પણ દીધું છે કે આગામી પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં આવે નહીતો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં સર્જાયેલી આ સ્થિતિ માટે ભાજપના આગેવાનો પણ મુંઝવણ અનુભવી રહયા છે કારણકે છેલ્લા ઘણાજ સમયથી ભાજપમાં આંતરિક અસંતોષ અને જૂથવાદ સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યો છે ત્યારે આગામી ચૂંટણીઓ દરમિયાન બધું મેનેજ કરવું સરળ નહિ હોય.
હાલ,PM મોદી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગુજરાતમાં છે ત્યારે તેઓ મનોમંથન કરે તે જરૂરી બન્યું છે કારણકે ભાજપમાં ભ્રષ્ટાચાર મામલે અંદરોઅંદર જ ડખ્ખાઓ શરૂ થયા છે જે ઘણું બધું કહી જાય છે.
આ પણ વાંચો:
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી










