
દિલ્હી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય સભ્યોએ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જાહેર કર્યો છે.
અનુરાગ ઠાકુરે કહ્યું, “દેશમાં સૌથી મોંઘા પાણીના સંદર્ભમાં દિલ્હી પ્રથમ ક્રમે છે. વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીના સંદર્ભમાં પણ દિલ્હી પ્રથમ ક્રમે છે.”
તેમણે દિલ્હી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમજ દારૂના કૌભાંડ પર પણ વાત કરી હતી.
અનુરાગ ઠાકુરે પણ યમુના નદીના પ્રદૂષણ પર દિલ્હી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીની કેજરીવાલ સરકારે યમુના નદીને સાફ કરવાનું વચન પૂરું કર્યું નથી.
જો કે આ આરોપ પત્ર અંગે આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.