
BJP leader Manohar Lal Dhakad woman had sex: વધુ એક ભાજપાના બેશરમ નેતાનો વીડિયો વાઈરલ થયો છે. મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક કથિત BJP નેતાનો ખુલ્લેઆમ સેક્સ માણવાનો વીડિયો છેલ્લા ઘણા દિવસોથી વાઈરલ થતાં ચકચાર મચી ગયો છે.
વીડિયોમાં દેખાતા નેતા મનોહરલાલ ધાકડની રવિવારે પોલીસે ધરપકડ કરી હતી. જોકે સોમવારે જામીન પર પોલીસે તેમને છોડી મૂક્યા છે. તેની સાથે જોવા મળેલી મહિલાની પણ શોધ કરવામાં આવી રહી છે. હવે બધાના મનમાં પ્રશ્ન એ છે કે તે કોણ હતી? તેની એવી શું મજબૂરી હતી કે તે નેતાજી સાથે ખુલ્લેઆમ સંબંધ બાંધવા માટે સંમત થઈ ગઈ? પોલીસે મહિલા વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે અને તેની શોધ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે મહિલાની ઓળખ થઈ ગઈ છે.
13 મેનો વીડિયો હાલ વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આટલા દિવસો પછી તે પ્રકાશમાં આવવા પાછળનું કારણ બ્લેકમેઇલિંગનો મામલો છે. NHAI એ ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. પોલીસનું કહેવું છે, NHAI કર્મચારીઓ પર બ્લેકમેઈલ અને નાણા માગવાનો આરોપ છે. જરૂર પડે તો તેમની સામે પણ કેસ નોંધી શકાય છે. કેટલાક અહેવાલો મળી રહ્યા છે કે નેતાજીની આ કરતૂત બહાર આવ્યા બાદ ભાજપાએ સ્પષ્ટતાં કરી છે કે મનોહરલાલ ધાકડ પાર્ટીના સભ્ય નથી. તો સવાલ એ થાય છે કે તો પછી તેમણે ભાજાપાને ખેસ કેમ ધારણ કર્યો હશે!, શું ખાલી શોખ માટે નેતાજીએ ભાજપાનો કેસ ગળે નાખ્યો હશે.
ભાજપા નેતાએ જે શારીરિક સંબંધ બાધ્યા તે મહિલા કોણ?
કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા મંદસૌર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે અને આ મહિલા બદલી અંગે મનોહરલાલ ધાકડના સંપર્કમાં આવી હતી. કોંગ્રેસ નેતાનો દાવો છે કે નેતાજીની પત્ની જિલ્લા પંચાયતની સભ્ય છે. સરકારી શાળાઓ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે, તેથી નેતાજીએ સંબંધિત શિક્ષિકાને તેમની નોકરી અંગે બદલી અથવા રાજકીય પ્રલોભનનો ડર આપ્યો હશે. તેથી આ મામલો બળાત્કાર તરફ દોરી શકે છે, તેથી પોલીસ તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ.
મહિલાની ધરપકડ કરાશે: પોલીસ
રતલામ રેન્જના ડીઆઈજી મનોજ કુમાર સિંહના નિર્દેશ પર મંદસૌરની ભાનપુરા પોલીસે મનોહરલાલ અને તેની સાથી મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ડીઆઈજી મનોજ સિંહે કહ્યું કે જાહેર સ્થળે આવું કૃત્ય નિંદનીય છે. ભાનપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરસી ડાંગીએ જણાવ્યું હતું કે મહિલાની હજુ સુધી ધરપકડ કરાઈ નથી, પણ મહિલાની ઓળખ થઈ છે. તે મનોહરલાલનો જૂનો મિત્ર છે. પોલીસ ટીમ મહિલાની શોધમાં લાગી ગઈ છે. ટૂંક સમયમાં મહિલાની પણ ધરપકડ કરાશે.
શું છે આખો મામલો?
વાસ્તવમાં મંદસૌર જિલ્લા પંચાયતના વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયેલા ભાજપા મહિલાના નેતાના પતિ મનોહરલાલ ધાકડનો એક અશ્લીલ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં મનોહરલાલ ધાકડ એક મહિલા કારમાંથી બહાર નીકળે છે. આ સમય દરમિયાન મહિલાએ નગ્ન હોય છે. ગાડીમાંથી ઉતર્યા પછી, બંને એક્સપ્રેસ વે રોડ પર જ પર શારીરિક સંબંધો બનાવવા લાગે છે. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાદમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. નેતાજીએ અને મહિલાએ વાહનોની આવ-જાવની પરવા કર્યા વગર જાહેરમાં સેક્સ કર્યો હતો.
અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે?
ભાજપ નેતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયાના છ દિવસ પછી રવિવારે પોલીસે ભાજપા નેતા મનોહરલાલ ધાકડની ધરપકડ કરી હતી. પોલીસે ધાકડની ત્રણ કલાક પૂછપરછ કરી, ત્યારબાદ પોલીસ ધાકડને એક્સપ્રેસ વે પર લઈ ગઈ. અહીં, NHAI એ CCTV કંટ્રોલ રૂમમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને દૂર કરવાની કાર્યવાહી કરી છે. એવો આરોપ છે કે કર્મચારીઓએ વીડિયોનો નાશ કરવાના બદલામાં પૈસા માંગ્યા હતા અને જ્યારે પૈસા આપવામાં ન આવ્યા ત્યારે વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. હાલ ધાકડ જામીન પર જેલબહાર છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો કે આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ મહિલા અને નેતાજી કોઈને મોં દેખાડવા લાયક રહ્યા નથી.
આ પણ વાંચો:
જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod
Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ
ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!
Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?
Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!
‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar
Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’
બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking








