
Chaitar vasava: આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અને આદિવાસી સમુદાયના મજબૂત નેતા ચૈતર વસાવા જેલની સજા પૂરી કરીને બહાર આવ્યા પછી સંપૂર્ણ આક્રમકતા સાથે રાજકીય ક્ષેત્રમાં પાછા ફર્યા છે. પગપાળા યાત્રાઓથી લઈને જાહેર સભાઓ સુધીની તેમની પ્રવૃત્તિઓએ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પેદા કરી છે. આ દરમિયાન, એક જાહેર સભામાં તેમણે ભાજપના કુટિલ ઇરાદાઓ વિશે વિગતવાર ખુલાસો કરીને રાજકારણને નવી ઉષ્મા આપી દીધી છે.
ચૈતર વસાવાને ભાજપની ‘મીઠી ઓફર’
જાહેર સભામાં ચૈતર વસાવાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે, ભાજપે તેમને પાર્ટીમાં જોડવા માટે મંત્રીપદની ઓફર કરી હતી. તેમણે કહ્યું, “એ લોકોએ મને કહ્યું કે, તમે અમારી સાથે જોડાઈ જાઓ, અમે તમને મંત્રી બનાવી દઈએ.” પરંતુ વસાવાએ આ ઓફરને સીધી નકારી કાઢી અને કહ્યું, “મારા કોઈ બે નંબરના ધંધા નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, તેમની સામે ખોટા કેસો દાખલ કરીને તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કોઈપણ પ્રકારના દબાણમાં આવશે નહીં.
ચૈતર વસાવાનું મોટું નિવેદન, ‘ભાજપે મને મંત્રી બનવાની ઓફર આપી#offbeatgujarat #bjp #chaitarvasava #PoliticalNews #reels #GujaratiNews #offbeatstories pic.twitter.com/FKA4H7uzaL
— Offbeat Stories (@OffbeatStories) October 7, 2025
સભામાં વસાવાનો ફિલ્મી અંદાજ
જોનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સભા ફિલ્મી ડાયલોગથી ભરપૂર હતી, તેમણે બોલિવુડી શૈલીમાં કહ્યું, “તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં!” અને છેલ્લે દૂરની ગુંજ સાથે ઉમેર્યું, “ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં!” આ ડાયલોગોએ સભામાં તાળીઓના ગડગડાટની લહેર ઉભી કરી દીધી.
પેરોલ પર બહાર આવ્યા ત્યારે પણ ઓફર
ચૈતર વસાવાએ વધુ એક રસપ્રદ ઘટના શેર કરી, જેમાં તેમણે કહ્યું કે, “હું પેરોલ પર બહાર આવ્યો હતો ત્યારે મને મોટા-મોટા નેતાઓએ કહ્યું હતું કે, તમે ભાજપમાં આવી જાઓ, તમને મંત્રી બનાવી દઈશું.” પરંતુ તેમણે આ બધી ઓફરોને ઠુકરાવીને કહ્યું, “મને જે ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર મળ્યા છે, તે મંત્રી કે મુખ્યમંત્રીના પદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે.” આ નિવેદનથી તેમની વફાદારી અને આદિવાસી સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ.આ ખુલાસાએ ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે અને આગામી ચૂંતણીઓમાં વસાવાની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની સંભાવના વધારી દીધી છે.
હાર્દિક પટેલનો ફોટો થયો હતો વાયરલ
મહત્વનું છે કે, એક તરફ ભાજપમાંથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાને મંત્રી પદની ઓફર મળે છે ત્યારે બીજી તરફ ભાજપમાં ગયેલા નેતાઓની હાલત કફોડી છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના કાર્યક્રમમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને સીટ ન મળી હોવાનું સામે આવ્યું હતુ તેઓ પાછળ ઉભેલી ભીડ સાથે જોવા મળ્યા હતા જે ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો સવાલ કરતા હતા કે, હવે ભાજપે હાર્દિકને ખુરશી પણ ના આપી ?
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








