BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

  • India
  • June 20, 2025
  • 0 Comments

BJP-RSS don’t want poor children learn English:  દેશના ગૃહપ્રધાન અમિત શાહને અંગ્રેજી વાંધો હોય તેમ બેફામ નિવેદન આપીને ફસાયા છે. વિપક્ષએ તેમના નિવેદનો જોરદાર જવાબ આપી રહ્યા છે.  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી.

રાહુલ ગાંધીએ શું લખ્યું?

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યું કે અંગ્રેજી બંધ નહીં તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી – તે સાંકળો તોડવાનું એક સાધન છે.

રાહુલે આગળ લખ્યું, BJP-RSS ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તેઓ નથી ઇચ્છતા કે તેઓ અભ્યાસ કરે, પ્રશ્નો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે. આજના સમયમાં અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ છે – કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.

રાહુલે કહ્યું કે ભારતની દરેક ભાષામાં આત્મા, સંસ્કૃતિ અને જ્ઞાન હોય છે. આપણે તેમનું સન્માન કરવું પડશે – અને સાથે જ દરેક બાળકને અંગ્રેજી શીખવવું પડશે. આ એક એવા ભારતનો માર્ગ છે જે વિશ્વ સાથે સ્પર્ધા કરે છે, જે દરેક બાળકને સમાન તકો આપે છે.

રાહુલે પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે અંગ્રેજી એક હથિયાર છે. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં પ્રવેશ કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઇચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.

અમિત શાહે શું કહ્યું હતુ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ IAS આશુતોષ અગ્નિહોત્રીએ લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું હતુ કે ભારતમાં ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. તમે તમારી સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસને વિદેશી ભાષામાં સમજી શકતા નથી. આપણા દેશની ભાષાઓ આપણા રત્નો છે. 2047 માં ભારતને વિશ્વમાં ટોચ પર રાખવામાં આપણી ભાષાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સવાલ એ પણ છે કે ભારત સરકાર બધો વ્યવહાર અંગ્રેજીમાં કરે છે. વિદેશીઓ સાથે વાત અંગ્રેજીમાં કરે છે. ભારતના મોબાઈલ, કમ્પ્યુટરમાં અંગ્રેજી ભાષા, કોર્ટની ભાષા અંગ્રેજી છે. તો અમિત શાહ અને ભાજપને અંગ્રેજી ભાષા કેમ નડે છે. દેશના નાગરિકોને સરકાર કેમ અંગ્રેજીથી કેમ અડગા રાખવા માગે છે.

પોતાને સરખું અંગ્રેજી આવડતું નથી અને દેશના બાળકોને પણ અંગ્રેજી શીખવા દેવી નથી. માત્ર સરકારને તેમના મનસુબા પાર પાડવા છે. હાલમાં જ PM મોદી કેનેડા ગયા ત્યારે તેમના મોઢામાંથી હિંદી નીકળી ગયું હતુ. જ્યારે બિહારમાં અંગ્રેજીમાં ભાષણ આપે છે.  બિહારમાં બિચારા લોકો અંગ્રેજી સમજી ન શકે ત્યા મોદી અંગ્રેજી બોલે. જ્યારે G-7 સમિટમાં અંગ્રેજી બોલવાનું હોય ત્યા હિંદી નીકળી જાય છે. તો સરકાર અને નેતાઓ અંગ્રેજીનું શું કરવા બેઠા છે, એ કોઈને ખબર નથી પડતી. વારંવાર ડબલ નિવેદનો આપે છે.

આ પણ વાંચો:

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?

West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 5 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 5 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 5 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ