BMC Election: ઠાકરે બંધુઓ કે ભાજપ-શિંદે ગઠબંધન, BMCમાં કોણ સરકાર બનાવશે? એક્ઝિટ પોલમાં મોટો ખુલાસો

  • India
  • January 15, 2026
  • 0 Comments

BMC Election: મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે હવે બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે મળી ચૂંટણી લડી છે.

BMC ચૂંટણી કોણ જીતશે તે તા. 16 જાન્યુઆરીએ જાહેર થઈ જશે પરંતુ તે પહેલાં, એક્ઝિટ પોલના ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.મહત્વનું છે કે BMC માં કુલ 227 વોર્ડ છે અને શિવસેના અને NCP ના વિભાજન પછી આ પહેલી વાર મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ છે.

● ડીવી રિસર્ચ એક્ઝિટ પોલ

ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ (મહાગઠબંધન) 107 થી 122 બેઠકો જીતવાનો અંદાજ છે,જ્યારે ઠાકરે બંધુઓના જોડાણને 68 થી 83 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.

કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડી (VBA) ને 18 થી 25 બેઠકો અને એનસીપી તથા અજિત પવારને 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને 8 થી 15 બેઠકો મળવાનો અંદાજ છે.

● ડીવી રિસર્ચમાં વોટ શેર

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 41 ટકા મત જ્યારે ઠાકરે બધુંઓના જોડાણને 33 ટકા, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને 13 ટકા, એનસીપી અને અજિત પવારને 3 ટકા અને અન્યને 10 ટકા મત મળવાનો અંદાજ લગાવાયો છે.

● AXIS માય ઇન્ડિયા એક્ઝિટ પોલ

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ ગઠબંધનને 44 ટકા મહિલા અને 40 ટકા પુરુષ મત મળવાનો અંદાજ છે જ્યારે ઠાકરે ગઠબંધનને 31 ટકા મહિલા અને 33 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 13 ટકા મહિલા અને 13 ટકા પુરુષ મત મળવાની ધારણા છે. અન્ય પક્ષોને 12 ટકા મહિલા અને 14 ટકા પુરુષ મત મળવાની ધારણા છે.

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ મુજબ, ભાજપ+ 131 થી 151 બેઠકો જીતવાની ધારણા છે. શિવસેના UBT+ 58-68 બેઠકો જીતવાની ધારણા છે. કોંગ્રેસ+ 12-16 બેઠકો જીતવાની ધારણા છે. અન્ય પક્ષોને 6-12 બેઠકો મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં વોટ શેર

JVC એક્ઝિટ પોલ મુજબ, મહાયુતિ (મહાયુતિ) ને 42 થી 45 ટકા મત મળવાની ધારણા છે. ઠાકરે ભાઈઓ અને શરદ પવારને 34 થી 37 ટકા મત મળવાની ધારણા છે. કોંગ્રેસ-VBA ગઠબંધનને 13 થી 15 ટકા અને અન્યને 6 થી 8 ટકા મત મળવાની ધારણા છે.

●JVC એક્ઝિટ પોલમાં બેઠકો

ભાજપ ગઠબંધનને 138, ઉદ્ધવ ઠાકરે ગઠબંધનને 59, કોંગ્રેસ ગઠબંધનને 23 અને અન્યને 7 બેઠકો મળવાની ધારણા છે.

●મુંબઈમાં કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી ?

મુંબઈમાં અંતિમ બેઠકોની વહેંચણી મુજબ, ભાજપ 137 બેઠકો પર અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના 90 બેઠકો પર NCP 94 બેઠકો પર અલગથી ચૂંટણી લડી છે. શિવસેના (UBT) એ 163 ઉમેદવારો, MNS 52, કોંગ્રેસ 143 અને VBA 46 ઉમેદવારો ઉભા રાખ્યા હતા હવે આવનારા પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી એક થયા છે ત્યારે BMCની ચૂંટણીઓ દરમિયાન બંને ભાઈઓના ગઠબંધનથી શુ અસર પડશે તે શુક્રવારે સ્પષ્ટ થઈ જવાનું છે,મરાઠી ભાષાજ બોલવાની અને મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો વિરુદ્ધ માહોલ બનાવવાનો જાદુ હવે બદલાયેલા યુગમાં કેટલો સફળ રહેશે તેપણ પાણી મપાઈ જવાનું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય