Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Bodeli Orsang River  Sand Mining: છોટા ઉદેપુરમાં જીલ્લામાંથી પસાર થતી નદી ઓરસંગ નદીને રેતી માફિયાઓએ ખોદી કાઢી છે. ચાંદી જેવી સફેદ રેતીની રેતીનો કરોડોનો વેપાર થાય છે. લોકો પણ બોડેલીની રેતી મંગવાનો જ આગ્રહ રાખતા હોય છે. જેથી અહીં મોટા પાયે રેતીનું ખનન થયું છે.

રેતી માફિયાઓએ નદીને ખોદી કાઢી

છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે. જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે. જો કે આ નદીના હાલત રેતી માફિયાઓએ બત્તર કરી નાખી છે. નદીના વહેણ બદલી નાખ્યા છે. નદીની દુર્દશા કરી નાખી છે.

ખાસ કરીને આ નદીનો પટ બોડેલી તાલુકમાં વિસ્તરેલો છે. જેથી બોડેલીમાં મોટા પાયે રેતી ખનન થયું છે.

બારમાસી નદી બની સૂકી

એક સમયે 12 માસ આ નદીમાં પાણી વહેતું હતુ. જો કે આજે તે સૂકી બની છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં બેફામ રેતીખનનનું આ વિઘાતક પરિણામ છે. અહીં કૂવાના પાણી ગંભીર રીતે નીચે જતા પીવાના, સિંચાઇના પાણી માટે આપદા ઉભી થઈ છે. સિંચાઈની અપૂરતી સગવડો વચ્ચે પાણી માટે વલખાં મારતા જિલ્લા વાસીઓને ઓરસંગની દુર્દશાથી પડતા પર પાટુની સ્થિતિ સર્જાઈ છે.

ઓરસંગ કિનારાની જૂથ પા.પુ.યોજનાઓ કેમ નિષ્ફળ ગઈ છે. આ યોજનાઓના સોર્સમાં આડેધડ રેતી ખનન થતાં હવે નર્મદાના પાણી વિકલ્પે આપવા પડ્યા છે! છોટાઉદેપુરથી સંખેડા તાલુકા સુધી 55 કીમીનો ઓરસંગ પટ વિસ્તરેલો છે. ઓરસંગ નદી પર બનેલા તમામ સિવિલ એન્જી. માળખા ડામાડોળ બની ગયા છે.

50 ફૂટે પાણી મળતા પાણી 300 ફૂટે ગયા

જ્યાંરે બોર કૂવામાં 50 ફૂટે પાણી મળતા હતા ત્યાં રેતી ખનનને લીધે હવે ભૂગર્ભ જળ ઊંડા જતા રહેતાં 300 ફૂટે પણ પાણી મળવું દુર્લભ બન્યું છે.

બોડેલી ઓરસંગ બ્રિજ ના જુના અને નવા ભાગના ફાઉન્ડેશન ખુલ્લા થઇ જતા જોખમી રીતે પુલ ઉભો છે! કલેકટર ગાર્ગી જૈને જાતે આ પુલની મુલાકાત લઇ બાંધકામ તંત્રને સૂચનાઓ આપી હતી. સિહોદનો ભારજ નદીનો પુલ બે વર્ષથી તૂટી ગયેલો છે. ભારજ પર રેલવે પુલ ફાઉન્ડેશન ધોવાતા ચર્ચગેટ મુંબઇથી ટીમ અહીં મુલાકાતે આવી હતી

જીવાદોરી ઓરસંગ નદીમાં હવે પથ્થર અને કાંકરા રહી ગયા

પાણીના સ્તા ઊંડા ઉતરી જતા પૂરતું પાણી ન મળતા હાફેશ્વરથી પાણી વેચાતું લેવું પડે છે. રેતી ખનનથી ગાયબ થતાં પાણી, છોટાઉદેપુર નગરની 35 હજાર વસ્તીને પાણીની સમસ્યા થઈ છે. મે માસ સુધી રહેતું પાણી હવે માર્ચ માસમાં જ સુકાઈ જાય છે. ચોમાસાને છોડીને 8 મહિના સુધી રેતી ખનન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. જો કે હવે આવનારા દિવસોમાં પ્રજાને રેતી મળશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે.

 

 

આ પણ વાંચો:

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે | Gujarat pollution

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 24 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 34 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો