
Pakistan in Bomb Blast: એક તરફ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે. સાથે જ રમજાન મહિના પણ આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે પાકિસ્તાનમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો છે. જેથી લોકો હચમચી ગયા છે. જ્યારે લોકો નમાઝ અદા કરતાં હતા ત્યારે આ વિસ્ફોટ થયો છે.
અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક ઝુલ્ફીકાર હમીદે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ આજે શુક્રવારની નમાજ દરમિયાન થયો છે. નમાજ દરમિયાન મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
પાકિસ્તાનામાં આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. એવા આ વિસ્ફોટ થતાં ખેડલાડીઓની સુરક્ષા પણ સવાલ ઉઠ્યા છે.
Geo TV @geonews_urdu quoted chief secretary Shahab Ali Shah as saying that Hamid ul Haq Haqqani, the JUI S chief, is among those lost lives in the suicide attack at Madrassa #Haqqani #Akora #Khattak during Friday prayers. pic.twitter.com/fom1Sf125d
— Tahir Khan (@taahir_khan) February 28, 2025
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં ખેસેડાયા છે. હોસ્પિટલ પ્રશાસનને ઘાયલોની સારવાર માટે તૈયારી કરી લીધી છે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી સુવિધામાં હાઇ એલર્ટ અને કટોકટી જાહેર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ છે. સાથે જ મોતનો આંકડો પણ વધી શકે છે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં 3 લોકોના મોત મામલે મોટો ખુલાસો? જુઓ શું બહાર આવ્યું?
આ પણ વાંચોઃ માણસ અંદરથી આહત થઈ સળગ્યા કરતો હોય તે અગ્નિ જ રૂપાંતરિત થઈ પ્રભુ પ્રેમનો અગ્નિ બને છે?
આ પણ વાંચોઃ Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?