
-દિલીપ પટેલ
BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ છના કેરાળીયા ભાજપના નેતાઓ છે.
મનહર માતરીયાએ ભાજપને છોડતી વખતે જાહેર કર્યું હતું કે ઉર્જા પ્રધાન રહેલાં સૌરભ દલાદના કારણે તેઓ પક્ષ છોડે છે. બોટાદ ભાજપના મહનર પોતે મહામંત્રી હતા. પછી દલાલની ટીકીટ કપાઈ અને તેઓ ફરી ભાજપમાં આવ્યા અને તેમને ખેત બજાર સમિતિના અધ્યક્ષ બનાવી દેવાયા હતા. આવું માનવામાં આવે છે કે આંદોલનને છૂપો ટેકો દલાલનો પણ રહ્યો હતો. બન્નેને ભાજપે પસંદ કર્યા ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે ખેડૂતોને અન્યાય નહીં થવા દઉં. પણ તેમના સમાયમાં જ ખેડૂતોએ અન્યાય સામે સૌથી મોટું આંદોલન કર્યું હતું.
બોટાદની ઘટનાને શરૂઆતથી જ અંકૂશમાં લઈ શકાય એવી સરળ હતી. માત્ર ખેડૂતની તરફેણમાં કહ્યું હોત કે કડદો બંધ કરીએ છીએ. તો ત્યાં જ વિવાદ પુરો થઈ જતો હતો. કોઈ ભાજપના આગેવાનોને રસ ન હતો તો બોટાદમાં ખેડૂતોનો પ્રશ્ન હલ કરે. આ બધુ થયું છે તેનાથી બોટાદ ભાડજપના મોટાભાગના આગેવાનો અંદરથી રાજી થયા છે. આમ આદમી પક્ષ કે કોંગ્રેસ કરતાં ભાજપના નાખુશ લોકો વધારે ખુશ થયા છે. તેઓ માની રહ્યાં છે કે હવે સાફસુફી થશે. કડદો તો ગુજરાતમાં બધી જગ્યાએ થાય છે જ.
હવે ખેડૂતો 220 માર્કેટીંગ યાર્ડોમાં ખેડૂતો લૂંટ સામે કહેતાં થશે કે – બોટાદ વાળી થશે. બોટાદ જિલ્લા ભાજપના કોઈ પ્રભારી પાટીલે નિયુક્ત કર્યા નથી. અગાઉ 3 જિલ્લા પ્રમુખો બદલાયા હતા જે ટર્મ પુરી કરી શક્યા ન હતા. ભાજપનું ડર્ટી પોલીટીક્સ થઈ ગયું છે. વરિષ્ઠ આગવાનો છે તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે. જ્યારથી પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી અહીં પક્ષ નિષ્ક્રિય થઈ ગયો છે.
પાટીલ કોઈને ગણતાં ન હતા અને સુરતથી તેઓ બોટાદ ચલાવતાં હતા. સુરતની શ્રીમંત લોબી કહે તેને નિયુક્તિ બોટાદમાં મળતી હતી. ઘનશ્યામ વિરાણીને ટિકિટ પણ સુરતની બોટાદ લોકોના કહેવાથી ટિકિટ આપી હતી અને તેઓ હાર્યા હતા.
જો સૌરભ દલાલ ઉમેદવાર હોત તો આમ આદમી પક્ષના ધારાસભ્ય ચૂંટાયા ન હોત. આમ આદમી પક્ષના ધારાસભ્ય મૂળ ભાજપના જ છે. તેઓ ભાજપમાં જવા તૈયારી કરી રહ્યાં હતા. પણ બોટાદમાં જે થયું તેના કારણે હવે તેઓ ફરીથી વિચાર કરી શકે છે.
જિલ્લાના પ્રમુખ મયુર પટેલ વોર્ડના પ્રમુખ તરીકે પણ ચાલી શકે તેમ નથી. પણ પાટીલ સુરતથી બોટાદને ચલાવતાં રહ્યાં તેથી તેમણે મુયુરની નિમણૂક કરી હતી. મયૂર સામે ભાજપના નેતાઓનો ભારે વિરોધ છે. 6 માર્ચ 2025ના રોજ બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે બીજી મુદત માટે 42 વર્ષના મયુર મનજી પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ અગાઉ જિલ્લા મંત્રી, કિસાન મોરચાના મહામંત્રી અને મંડલ પ્રમુખ તરીકે સંગઠનમાં હતા. માર્ચ 2023માં તેઓને પ્રથમ વખત પ્રમુખ બનાવાયા હતા.
2023માં બોટાદ શહેર ભાજપ મહામંત્રી રૂપા રાઠોડે રાજીનામું આપી દીધું ત્યારે તેમણે શહેર સંગઠનમાં પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા સામે વાંધો હતો. સાથે રાખતા નહી વિશ્વાસ માં રાખતા નહી. કારણે કાર્યકરો પણ નારાજ રહેતા હોય ત્યારે રાજીનામું આપવા પાછળ શહેર સંગઠનના પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. નગરપાલિકામાં 44 માંથી 40 સીટો ભાજપને મળ્યા છતાં આજે સુપર સિડ હોવા પાછળ પણ શહેર સંગઠનને જવાબદાર ગણાવ્યું હતું. શહેર ભાજપ સંગઠનને બદલવું જોઈએ તેવી પણ માંગ કરી છે, તેમજ જો બોટાદ શહેર સંગઠનને બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ નુકસાન જશે.
લડત પછી ડહાપણ
12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)એ નિર્ણય લેવો પડ્યો હતો કે, કડદો પ્રથા ને સંપુર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ રાખવામાં આવશે. મિલરો સામે કડક કાર્યવાહી કરવા અને લાઈસન્સ પણ રદ કરવા નિર્ણ લેવો પડ્યો હતો. માર્કેટિંગ યાર્ડના બંધારણ પ્રમાણે યાર્ડની સ્થાપના સમયથી જ 6 કિલોમીટરના વિસ્તારમાં કપાસ ખેડૂતોને લઈને જવાનો રહેશે. તેનાથી વધારે હોય તો કપાસ ખરીદનાર વેપારીએ ભાડું ચૂકવવાનું રહેશે.
ભાજપના નેતા ચેરમેન બન્યા
5 ઓગસ્ટ 2023માં ચેરમેન તરીકે મનહર માતરીયા અને ડેપ્યુટી ચેરમેન તરીકે છના કેરાળીયાની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. 4 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલનો વિજય થયો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોટાદ ભાજપના પ્રભારી ભરત આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના ભાજપના હોદ્દેદારો હાજર હતા. મનહરે જાહેર કર્યું હતું કે, ચેરમેન તરીકે ભાજપ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને હમેશાં વાચા આપવાનું કામ અમારું પ્રથમ રહેશે. તેમજ ક્યારેય બોટાદના ખેડૂતોને અન્યાય નહીં થાય. તેઓ ભાજપના મહામંત્રી હતા. મનહર માતરિયાને ભાજપમાંથી સ્સપેન્ડ કરાયા હતા. તેઓ ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા. તેઓ ફરીથી ભાજપમાં જોડાયા અને માર્કેટીંગ યાર્ડમાં અધ્યક્ષ બનાવાયા હતા.
ફેબ્રુઆરી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા હતા. ભીખુભાઈ વાઘેલાએ પ્રમુખના હોદ્દાની રૂએ સસ્પેડ કર્યા હતા. મનહર માતરિયાએ રાજીનામાનો પત્ર પાટીલને મોકલ્યો હતો. મનહર માતરિયા તુરખા ગામના સરપંચ તેમજ બોટાદ જિલ્લા સરપંચ પરિષદના જિલ્લા પ્રમુખ હતા.
ધારાસભ્ય સૌરભ પટેલના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાહેર કર્યું હતું. સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તા પર જોહુકમી અને મનમાની કરવાના કારણે કંટાળી રાજીનામુ આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. સૌરભ દલાદ નિષ્ક્રિય છે. તેઓ પાટીલથી ભારે નારાજ હતા. તેથી તેઓ 5 વર્ષથી બોટાદ જતાં નથી. પાટીલે તેમને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો હતો કારણ કે બન્નેને ઘણાં મતભેદો હતા.
જુઓ વીડિયો
આ પણ વાંચો:
BJP સાંસદની પત્નીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી, 14 લાખ પડાવ્યા પછી…
BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!










