
- ભેંસે વાછરડીને જન્મ આપતા આખું ગામ ચકડોળે ચડ્યું; જૂઓ વીડિયો
સોશિયલ મીડિયા પર એક હેરાન કરનારો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.
કુદરતના કરિશ્મા એવા હોય છે કે અનેક વખત વિશ્વાસ કરવો ભારે પડી જાય છે. આંખો સામે આવી ઘટનાઓ જોવા મળે ત્યારે માનવીની આંખો પહોળી થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક પશુપાલકની ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.
ભારતના ગ્રામીણ વિસ્તારમાં આજે પણ મોટા ભાગના પરિવાર ખેતીની સાથે પશુપાલનથી જીવન ગુજાર કરે છે. તેથી જ્યારે ભેંસ કોઈ બચ્ચાને જન્મ આપે છે ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળે છે. પરંતુ આ કિસ્સામાં ખેડૂત પરિવાર દ્રિધામાં મૂકાઈ ગયો હતો. ગાભણ ભેંસના બચ્ચાને જોઈને બધા લોકો માથું ખંજાળાવા લાગ્યા હતા. કોઈને વિશ્વાસ જ ન આવ્યો કે ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.
આ પણ વાંચો- Murder: આણંદ જીલ્લામાં તબેલામાં રહેતાં યુવકની દંપતિએ કરી હત્યા!, પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ
વીડિયોમાં દેખી શકાય છે કે ભેંસના ગર્ભથી આવેલ પાડીનો રંગ ભૂરો છે. તે જોવામાં ગાયના વાછરડી જ લાગી રહી હતી. પશુપાલકે જણાવ્યું કે, તેમણે ભેંસના બચ્ચાને જોયું તો તેઓ પોતે પણ હેરાન રહી ગયા હતા. કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી કે આ ભેંસનું બચ્ચું છે. આખું ગામ આ બચ્ચાને જોવા માટે ઉમટી પડ્યું હતું. હવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
શું કહે છે મેડિકલ સાયન્સ?
ભેંસના પેટથી ગાયના બાળકનું જન્મ થવાના સમાચાર ચર્ચાનો વિષય બનેલો છે. પહેલા પણ આવા કેટલાક કેસો સામે આવી ચૂક્યા છે. એવામાં પશુ ચિકિત્સકોનું કહેવું છે કે, બની શકે છે કે પાડું કે પાડી દેખવામાં વાછરડી કે વાછરડા જેવો દેખાઈ રહ્યો હોય પરંતુ તેના અંદરના તમામ ગુણ ભેંસના જ રહેશે. આવા કેસ પહેલા પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
ગ્રામીણોના જણાવ્યા અનુસાર, ભેંસમાં આખલાનું સીમેન નાંખવાના કારણે આવું થયું છે. જ્યારે પશુ ચિકિત્સકો અનુસાર, ભેંસની બોડી આંખલાનું સીમેન એક્સેપ્ટ કરશે નહીં. તેવામાં આ વાત બેકાર છે.