
દેવભૂમિ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. હાલ દ્વારકાના આવળાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર અને બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
દ્વારકાના ડેપ્યુટી કલેકટર અમોલ આવટેએ જણાવ્યું કે બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. 40 જેટલા ગેર કાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
બાલાપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા છે. હજુ પણ તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી યથાવત રહેશે. કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.
મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોને દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ નિયમિતપણે ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ AMRELI: બે ST બસો સામ સામે અથડાઈ, બંને ડ્રાઈવરોને ઈજાઓ







