
Operation Sindoor Ceasefire: ટ્રમ્પ સતત બોલી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેં સીઝ ફાયર કરાવ્યું. ટ્રમ્પે અત્યાર સુધી આવું 31 વાર કહ્યું છે. છતાં 56 છાતીવાળા મહામાનવ મોદીએ ગઈકાલે ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું કે કોઈ દેશના નેતાએ યુધ્ધ રોકાવ્યું નથી. ત્યારે મોદી કેમ સીધી રીતે ટ્રમ્પને જવાબ આપી શકતા નથી. તેમનું નામ લઈને જડબાતોડ જવાબ આપવા કેમ પીછેહઠ કરી રહ્યા છે. શું ટ્રમ્પના દબાણમાં છે.
દેશમાં મોટી મોટી વાતોના વડા કરે છે, વિપક્ષો પર પોતાના દોષનો ટોપલો ઢોળવામાં માહેર મોદી ટ્રમ્પને જવાબ કેમ આપવામાં ડરે છે. ટ્રમ્પે 31 વાર કહી દીધુ કે ભારત-પાકિસ્તાનનું યુધ્ધ મેં વેપારની ધમકીઓ આપી રોકાવ્યું છે. જો કે 31 વાર આવું બોલનાર ટ્રમ્પને મોદીએ એકવાર પણ જવાબ આપ્યો નથી. આની પાછળનું કારણ શું હોઈ શકે.
#WATCH | When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, “Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request…The deal with India is not finalised. India has been a good friend, but India has… pic.twitter.com/IYxParZqce
— ANI (@ANI) July 29, 2025
વિપક્ષોનો હુમલો
વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષો સવાલ કર્યા કે “જે નેતા દેશમાં મોટી મોટી વાતો કરે છે, તે ટ્રમ્પના ખોટા દાવાઓનો જવાબ કેમ નથી આપી શકતા? શું આ દબાણનું પરિણામ છે?” વિપક્ષનો આરોપ છે કે મોદી સરકાર ટ્રમ્પના દબાણમાં છે અને તેમની વેપાર નીતિઓના ડરથી ચૂપ રહી છે.
જનતાની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે. એક યુઝરે લખ્યું, “ટ્રમ્પ 31 વખત ખોટું બોલે અને મોદી એકવાર પણ જવાબ ન આપે, આ કેવી નેતાગીરી?” જ્યારે બીજા યુઝરે મોદીના મૌનનું સમર્થન કરતા લખ્યું, “ટ્રમ્પના દાવાઓને જવાબ આપવો એટલે તેમની પબ્લિસિટી કરવી. મોદીજીનું મૌન એ જવાબ છે.”
ટ્રમ્પે કહ્યું ભારત ઉચ્ચ ટેરિફ વસૂલે છે
ट्रंप ने 31वीं बार कहा 👇
भारत और पाकिस्तान की वॉर में 5 लड़ाकू विमान गिर गए थे, ये और भयानक होता जा रहा था!
तब मैंने कहा- अगर तुम दोनों लड़ोगे तो मैं व्यापार नहीं करूंगा.. और इस तरह मैंने वॉर रोक दी! pic.twitter.com/WeJjIIySry
— Alok Sharma (@Aloksharmaaicc) July 29, 2025
ટ્રમ્પ સીઝ ફાયર વારંવાર જશ ખાટી રહ્યા છે. સાથે સાથે ભારત વિરુદ્ધના નિવેદનો પણ આપી રહ્યા છે. તેમણે હાલમાં જ કહ્યું કેભારતે કોઈપણ અન્ય દેશ કરતાં મૂળભૂત રીતે વધુ ટેરિફ ભારતે વસૂલ્યા છે. જેથી હવે અમે ભારત 20-25% ની વચ્ચે ઉચ્ચ ટેરિફ વસૂલીશું.
આ પણ વાંચો:
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?
Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?
Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?