
ચૈતર વસાવા બૂટલેગર સાથે ટીમલી રમ્યા: દાવો
શું લોકપ્રશ્નો ઉઠાવતાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરુ?
Chaitar Vasava Video: ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ટીમલીના તાલે નાચતાં હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વીડિયો અંગે ખુલાસો કરવો પડ્યો છે. તેમણે કહ્યું હું દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન કરતો નથી. અનેક લોકો નાચવા આવ્યા હતા. હું દરેક લોકોથી પરિચત નથી.
AAP નેતા અને ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય પોતાના આગવા અંદાજને લઈ ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. તે લોકોના પ્રશ્નો સતત ઉઠાવતા નજરે પડે છે. જો કે આ વખતે તેમનો બૂટલેગર સાથે નાચતાં નજરે પડ્યા છે. તેમનો બૂટલેગરો સાથે ટીમલી રમતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બુટલેગર બુધિયો ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો હતો.
વિડિયો ક્યાનો છે?
AAP ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં લગ્ન પ્રસંગમાં ગયાં હતા અને ત્યાં ટીમલી નૃત્ય બૂટલેગર સાથે કર્યું હોવાનું દાવો કરાઈ રહ્યો છે. ચૈતર વસાવાના ખભે હાથ મુકીને બુટલેગર બુધિયો નાચતો જોવા મળે છે.
બૂટલેગર સાથે ડાન્સ કરતાં ચૈતર પર સવાલો?
લોકચર્ચા થઈ રહી છે ચૈતર વસાવાને બૂટલેગર સાથે ડાન્સ કરવાની કેમ જરૂર પડી? ધારાસભ્યને ન છાજે તેવું વર્તન છે. ત્યારબાદ ચૈતર ખુલાસો કર્યો હતો, અને કહ્યું કે હું કોઈ દારુના વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિનું સમર્થન કરતો નથી. હું દરેક લોકોથી પરિચિત નથી. તેથી હું ઓળખી શક્યો નહી. જો કે આ વીડિયો અંગે ‘ધ ગુજરાત રિપોર્ટ’ પુષ્ટી કરતું નથી.
કેટલાંક લોકોનું કહેવું છે કે આ માત્ર એક ધારાસભ્યને બદનામ કરવાનું સડયંત્ર છે.
આ પણ વાંચોઃ Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ
આ પણ વાંચોઃ Anand: રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાચાલક અને વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત





