Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પૂજારાએ કરી નિવૃત્તિની જાહેરાત, કેમ અચાનક જ સુવર્ણ કારકિર્દી પર લગાવી બ્રેક?

  • Sports
  • August 24, 2025
  • 0 Comments

Cheteshwar Pujara Retirement:ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂજારા લાંબા સમયથી ટેસ્ટ ટીમ ઈન્ડિયાની બહાર હતો. આ અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેમાં તેણે એક ભાવનાત્મક નોંધ લખીને ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું હતું.

સોશિયલ મીડિયા પર લખી ભાવનાત્મક પોસ્ટ

ચેતેશ્વર પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે “ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે અને મેદાન પર ઉતરતી વખતે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી વખતે – તેનો સાચો અર્થ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવવો જ જોઇએ, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર!”ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે, અને મેદાન પર ઉતરતી વખતે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે – તેનો ખરેખર અર્થ શું છે તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, બધી સારી વસ્તુઓનો અંત આવવો જ જોઇએ, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં તમામ પ્રકારના …

છેલ્લે ક્યારે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી?

ચેતેશ્વર પૂજારાને ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો ન હતો. પસંદગીકારોનું ધ્યાન હવે નવા અને યુવા ખેલાડીઓ પર કેન્દ્રિત છે. પૂજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 7 જૂન 2023 ના રોજ રમી હતી. પૂજારાએ પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે ઓવલ ખાતે રમી હતી. આ મેચમાં તેમનું પ્રદર્શન ખાસ નહોતું. પૂજારાએ આ મેચની પહેલી ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા.

આવી હતી પૂજારાની કારકિર્દી

ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે103 ટેસ્ટ અને ૫ વનડે રમી છે. તેમણે 103 ટેસ્ટમાં બેટિંગ કરતા 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો શ્રેષ્ઠ સ્કોર 206 રન રહ્યો છે. પૂજારાએ ટેસ્ટમાં 19 સદી, 35 અડધી સદી અને 3 બેવડી સદી ફટકારી છે. આ સિવાય પૂજારાએ વનડેમાં માત્ર 51રન બનાવ્યા છે.

આ પણ વાંચો:

Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર

UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી

  • Related Posts

    ICC ODI Rankings: પાકિસ્તાનની ક્રિકેટ ટીમને લાગશે મોટો ઝટકો, ICC રેન્કિંગમાં શું થવાનું છે?
    • August 22, 2025

    ICC ODI Rankings: ICC રેન્કિંગમાં મોટો ફેરફાર થવાનો છે. આ ફેરફારમાં સૌથી વધુ નુકસાન પાકિસ્તાની ટીમને થશે. જોકે પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં કોઈ ODI મેચ રમી રહી નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન…

    Continue reading
    Cricket: પાકિસ્તાન-ભારત વચ્ચેની મેચને લઈ કેન્દ્ર સરકારે આપ્યો જવાબ, વાંચો શું કહ્યું?
    • August 21, 2025

    Cricket: 9 સપ્ટેમ્બર, 2025થી શરૂ થનારી એશિયા કપ-2025 ટુર્નામેન્ટને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના આયોજન અંગે ઉભા થયેલા વિવાદ બાદ ભારત સરકારે એક જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Councilor Anwar Qadri: અઢી મહિનાથી ફરાર અપરાધી કોર્ટમાં હાજર, જાણો શું છે અપરાધીની હકીકત?

    • August 29, 2025
    • 5 views
    Councilor Anwar Qadri: અઢી મહિનાથી ફરાર અપરાધી કોર્ટમાં હાજર, જાણો શું છે અપરાધીની હકીકત?

    Asia Cup 2025: ભારતીય કરશે બીજી ટીમનું નેતૃત્વ, ક્રિકેટની સાથે કરે છે સેલ્સમેનનું કામ

    • August 29, 2025
    • 5 views
    Asia Cup 2025: ભારતીય કરશે બીજી ટીમનું નેતૃત્વ, ક્રિકેટની સાથે કરે છે સેલ્સમેનનું કામ

    Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?

    • August 29, 2025
    • 24 views
    Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?

    Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

    • August 29, 2025
    • 18 views
    Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

    Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

    • August 29, 2025
    • 10 views
    Bitcoin scam of Gujarat: ચકચારી બિટકોઈન ખંડણી કેસ, ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ

    Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો

    • August 29, 2025
    • 33 views
    Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો