
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પછી CM ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવવાની સાથે રાજ્યના નાગરિકોનો આભાર માન્યો હતો. ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ઉપર પણ એક મોટી પોસ્ટ શેર કરી હતી. રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપની જીત બાદ કમલમમાં બપોરે 3.30 વાગ્યે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી અને કાર્યકરો-નાગરિકોનો આભાર માન્યો હતો.
ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વિટ કરતા લખ્યુ, “ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.
ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા…
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 18, 2025
ભાજપા એટલે કોરા વાયદાની નહિ, પણ નક્કર વિકાસની રાજનીતિ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે.
ગુજરાતનો સંકલ્પ, ભાજપનો નહીં કોઈ વિકલ્પ !
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના યશસ્વી નેતૃત્વ પર અપાર ભરોસો રાખીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૫માં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત અપાવવા બદલ જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
વિકસિત ભારત સાથે… pic.twitter.com/QWdf948W7C
— Harsh Sanghavi (@sanghaviharsh) February 18, 2025
ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે. સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહિ. માનનીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાને પ્રતિબદ્ધ ભાજપા પરિવારને હૃદયથી અભિનંદન.”
આ પણ વાંચો-ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું- રાજ્યની નાણાકીય સ્થિતિ કથળી રહી છે