Commonwealthgames2030: કોમનવેલ્થ ગેમ્સ 2030નું ભવ્ય આયોજન ભારત અને એમાં પણ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થવા જઈ રહ્યું છે.
ગુજરાતના રમતવીરોમાં જોરદાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે પણ વાસ્તવિકતા ઉપર નજર નાખવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ છે.
અહીં સ્થાનિક કક્ષાએ કોઈ એવી જગ્યાજ નથી કે ત્યાં આ પ્રકારની રમતો રમાડી શકાય.
અહીં રમત ગમત માત્ર ખેલાડીઓની શુ સ્થિતિ છે તે પણ નોંધ લેવા જેવી છે
■આ માટે નીચે આપેલા કેટલાક મુદ્દાજ તમને વિચારવા મજબુર કરી દેશે જેમાં ખ્યાલ આવી શકે કે સ્થાનિક કક્ષાએ શુ સ્થિતિ છે.
●ગુજરાત યુનિવર્સિટીમાંપાંચ વર્ષથી સ્પોર્ટસના કાયમી ડિરેકટર જ નથી.
●ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા એક કોચને બાદ કરતા તમામ સ્ટાફ હંગામી છે
●યુનિ.માં 22 વર્ષથી હોકીના કાયમી કોચ છે પરંતુ હોકીનું મેદાન જ નથી.
●ફીઝિકલ એજ્યુકેશનના માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી એક પણ કામયી ફેકલ્ટી જ નથી,બહારથી ફેકલ્ટી લાવીને કોર્સ ચલાવવામા આવી રહ્યો છે.
●સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) વધુ એક વખત કૌભાંડો
કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા છે તો વધુ ૧૫ના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી ઘર ભેગા કરાયા છે.
●શાળાઓમાંથી 30 મુસ્લિમ કોચને 2024માં કાઢી મુકવામાં આવ્યા હતા.
હવે જ્યારે એક તરફ કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક રમતગમતની સ્પર્ધાનું યજમાનપદ ગુજરાતને મળતા રમતો થકી રમતવીરો અને આંતરરાષ્ટ્રીય રમતો પ્રત્યે ગુજરાતનો ખેલાડી ખૂબ જ જાગૃત બની શકે તે માટેની એક વિશેષ તક મળવા જઈ રહી છે. ગુજરાતમાંથી ક્રિકેટરને બાદ કરતાં કોઈ મોટા ગજાના ખેલાડીઓ હજુ સુધી એથ્લેટિક્સ કે કોઈ વૈશ્વિક રમતમાં બહાર આવ્યા નથી, ત્યારે રાષ્ટ્ર મંડળ ખેલ જેવી સ્પર્ધા ગુજરાત ના ખેલાડીઓને વિશ્વ સમક્ષ લાવવા માટે પણ એક પ્લેટફોર્મ બની રહેશે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ છે અહીં કોમનવેલ્થ કે ઓલમ્પિક જેવી રમતો માટે સ્ટેડિયમ જ નથી, ઘણી બધી જમીન ખાલી કરવમાં આવી પણ હજુ સુધી આવું સ્ટેડિયમ બની શક્યું નથી ત્યારે આ અંગે સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ અને સ્પોર્ટ જર્નલિસ્ટ નરેનભાઈ પંચાલ વચ્ચેની ખાસ ચર્ચા અહીં પ્રસ્તુત છે જેમાં આપને જાણવા મળશે કે ગુજરાતના સ્પોર્ટ ક્ષેત્રે વર્તમાન સ્થિતિ શુ છે?ચૂકશો નહિ જુઓ વિડીયો
આ પણ વાંચો:




