કોંગ્રેસ નેતા Bharatsinh Solanki ના ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો, પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહાથ

Bharatsinh Solanki: કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી તેમની પત્ની સાથેના ઝઘડાને લઈને વિવાદમાં રહ્યા છે. ત્યારે ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો છે. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર ભરતસિંહના પત્ની રેશ્‍મા પટેલ અને ભરતસિંહના સ્ત્રીમિત્ર રિદ્ધિ રાજપુત સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભરતસિંહના પત્નીએ સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડ્યો હતો.તેમજ રેશ્‍મા પટેલે રિદ્ધિ રાજપુતને જાહેરમાં ધમકાવ્યા પણ હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બબાલ બાદ મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની સ્ત્રીમિત્ર રિદ્ધિ રાજપુતએ ભરતસિંહના પત્ની રેશ્‍મા પટેલ વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી. જેના કારણે રેશ્‍મા પટેલ વધુ ગુસ્સે ભરાયા હતા અને તેમણે ભરસિંહ પર તેમજ ગુજરાત કોંગ્રેસ પર પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

રેશ્મા પટેલ અને રિદ્ધિ રાજપૂતનો વીડિયો વાયરલ

આણંદના વિદ્યાનગર રોડ પર ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલ અને તેમની કથિત સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત વચ્ચે થયેલા જાહેર ઝઘડાનો વીડિયો સામે આવ્યો છે. મોડી રાત્રે આઈસ્ક્રીમ પાર્લર બહાર બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બંને વચ્ચે થયેલ શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું.

રિદ્ધિએ રેશ્મા સામે ફરિયાદ નોંધાવી

મળતી માહિતી અનુસાર 27 વર્ષીય રિદ્ધિ પરમાર આઈસ્ક્રીમ ખરીદવા ક્રેટા કારમાં આવી હતી, ત્યારે રેશ્મા પટેલે તેનો હાથ પકડીને ભરતસિંહ સાથેના સંબંધોને લઈને ઠપકો આપ્યો અને ધમકી આપી. આના પગલે રિદ્ધિએ આણંદ ટાઉન પોલીસ મથકે રેશ્મા સામે ફરિયાદ નોંધાવી. જવાબમાં, રેશ્માએ પણ પોલીસ મથકે પહોંચીને પોતાનું નિવેદન આપ્યું અને મીડિયા સમક્ષ ભરતસિંહ અને ગુજરાત કોંગ્રેસ પર આકરા આક્ષેપો કર્યા હતા.

રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહા

રેશ્માએ જણાવ્યું કે, રિદ્ધિની ફરિયાદ ખોટી છે અને તેમના ચાલી રહેલા ડિવોર્સ કેસને દબાવવા માટે આવી ફરિયાદ કરવામાં આવી છે. તેમણે ગુજરાત કોંગ્રેસને લક્ષ્ય બનાવીને કહ્યું, “ભરતસિંહ લગ્નનો ઘોડો છે, તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ. ગુજરાત કોંગ્રેસે બંગડીઓ પહેરવી જોઈએ અને રોડ પર ઊતરવું જોઈએ.” તેમણે ભરતસિંહના ભાઈ અમિત ચાવડા અને સોલંકી પરિવાર પર પણ આક્ષેપો કર્યા, જણાવીને કે તેઓ પોતાની આબરૂ બચાવવા બહાર આવતા નથી. રેશ્માએ ગુજરાત કોંગ્રેસને ચેલેન્જ કરીને ભરતસિંહને પાર્ટીમાંથી હટાવવાની માગ કરી છે.

રેશ્મા અને રિદ્ધિ વચ્ચે પહેલા પણ થઈ છે બબાલ  

ઉલ્લેખનીયછે કે, અગાઉ પણ રેશ્મા અને રિદ્ધિ વચ્ચે આવા વિવાદો થઈ ચૂક્યા છે. ઘટના બાદ રિદ્ધિએ રેશ્મા સામે અરજી કરી, અને ભરતસિંહે પોતાની સ્ત્રી મિત્રને પોલીસ મથકે લઈ જવું પડ્યું. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો:

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત