Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી

Ahmedabad in Rahul Gandhi: રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકરો અને નેતાઓ સાથે સંવાદ કર્યો છે. અહીં તેમણે કોંગ્રેસને લઈ એક મોટું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કોંગ્રેસ નેતાઓ જ ભાજપ સાથે મળેલા છે. જો તેમને કાઢવા પડે તો અમે કાઢી નાખીશું. આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અડધા ભાજપ સાથે જોડાયેલા: રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી.  ‘જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને  30,40 લોકોને કાઢી મૂકવા પડે તો એ પણ કરીશું.  ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો ચલો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.’

30 વર્ષ થયા છતાં કોંગ્રેસનું શાસન નહીં

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. 30 વર્ષ થઈ ગયા, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપણે નહી જીતી શકાશે.

રાહુલ ગાંધી કોંગ્રેસને જ આડે હાથ લેતાં ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા ઘણા વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા  હતા. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા  હતા. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો હતો. ત્યારે આ વાતને આજે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહી દીધી છે.

આ પણ વાંચોઃ વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:

આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave

આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, ઘરનો ટીવી ચેનલ કેબલ કપાવ્યો, શું ચાલી રહ્યું છે?

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 5 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 10 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ