કોંગ્રેસ અધિવેશનમાં એ 3 નેતાઓ ગુપ્ત રીતે રાહુલની ટીમના ખાસ સચિન રાવને કેમ મળ્યાં?

  • Gujarat
  • April 12, 2025
  • 1 Comments

દિલીપ પટેલ અમદાવાદ, 12 એપ્રિલ 2025 । 2027 વિધાનસભાની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025માં યોજાયું હતું. કોંગ્રેસ 64 વર્ષ બાદ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થયું હતું.

કોણ છે રાહુલ ગાંધીના ખાસ સચિન રાવ?

સચિન રાવ મિશિગન બિઝનેસ સ્કૂલમાંથી કોર્પોરેટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA ગ્રેજ્યુએટ છે. હાલમાં સચિન રાવ વ્યક્તિગત તાલીમ અને INC સંદેશનો હવાલો સંભાળે છે. સંદેશ વિભાગ પક્ષના કાર્યની વિગતો આપતું મેગેઝિન બહાર પાડે છે. તેમણે અગાઉ ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘનું સંચાલન પણ સંભાળ્યું છે. 2007 માં, જ્યારે રાહુલે AICC મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમણે IYC અને NSUI ને પુનર્જીવિત કરવા માટે રાવ સાથે કામ કર્યું. રાહુલના 2007-2009 ના કાર્યકાળ દરમિયાન પહેલીવાર બંને સંસ્થાઓ માટે આંતરિક ચૂંટણીઓ યોજવાનો વિચાર રાવનો હતો. રાવ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ના સભ્ય છે, જે પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.

બે નેતાઓનો હોર્ડિંગ્સ, બેનર અને પોસ્ટર રાવને પસંદ ના પડ્યાં

રાવ અમદાવાદ હવાઈ મથક ઉતરીને સરદાર પટેલના સંગ્રહાલય જતા હતા ત્યારે રસ્તામાં કોંગ્રેસના બે નેતા અમિત ચાવડા અને ભરત સોલંકીના હોર્ડીંગ્સ, બેનર અને પોસ્ટર મોટી સંખ્યામાં હતા તે તેમને પસંદ આવ્યું ન હતું. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કોંગ્રેસનું સંમેલન બોલાવવા માટે આવા ખોટા ખર્ચા કરવા કરતાં ગરીબોને માટે તે ખર્ચ કરવું જોઈએ એવું તેઓએ ટિપ્પણી પણ કરી હતી. બે ભાઈઓના પોસ્ટ સાથે ફોટો સાથે કેમ આટલા મોટા પ્રમાણમાં લગાવવામાં આવ્યા છે તેની તેણે ગંભીર નોંધ લીધી હતી. આ અંગે તેમણે કોઈક સાથે વાત કરી હતી. ત્યારથી ભરત સોલંકીને કોઈ સ્થળે હાજર રખાયા ન હતા.

ભરત સોલંકીને કોંગ્રેસના બન્ને મહત્વની બેઠકમાં ક્યાંય ન હતા. તેઓ બુકે આપીને તુરંત નિકળી ગયા હતા. તેમનો કોઈએ ભાવ પુછ્યો ન હતો. કોંગ્રેસમાં તેમનું સ્થાન ન હોવાથી તેઓ ઘરે જતા રહ્યા હતા. અને કોંગ્રેસના કેટલાક નેતાઓને પોતાને બચાવી લેવા માટે કાકલુદી કરતાં જોવા મળ્યા હતા.

અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હોવાથી તેમને સ્થાન આપવું પડ્યું હતું. પણ અમિત ચાવડા સ્થિતિ ઓળખી ગયા હોવાથી તેઓ સચિન રાવને મળવા માટે હોટેલ દોડી ગયા પણ રાવ હોટલમાં ન હોવાથી તેઓ પટેલ સમાજની વાડીમાં રાવ રહેવા જતા રહ્યા હોવાથી ત્યાં તેઓ પહોંચીને પોતે શ્રેષ્ઠ છે અને બીજા નિષ્ફળ છે એવું માર્કેટિંગ સચિન પાસે કરી આવ્યા હતા.

સચિન ભવ્ય હોટલને બદલે વાડજની કડવા પટેલ સમાજની વાડીમાં રહ્યાં

સચિનને હોટેલ હયાત આપવામાં આવી હોવા છતાં તેમણે હોટેલમાં રહેવાનું પસંદ કર્યું ન હતું. હોટેલની રૂ. 2 હજારની ડીસ અને 20 હજારનો સ્યુટ તેમને પસંદ ન હતો. તેઓ માનતાં રહ્યાં કે કોંગ્રેસ સાદગીમાં માને છે. તેથી આવા ભવ્ય ખર્ચ ન કરવા જોઈએ તેથી તેઓ હોટેલમાં રહેવાના બદલે વાડજની કડવા પટેલ સમાજની વાડીમાં એક રૂમ રાખીને રહ્યાં હતા. સચિન પોતે માને છે કે કોંગ્રેસની પરંપરા સાદગીની છે. તેથી આવા ખર્ચાળ અને વૈભવિ હોટેલો તેમને માટે યોગ્ય નથી. તેથી હોટેલ તેમણે છોડી અને ગુજરાતની કઢી અને ખીચડી જેવું હળવું અને ગુજરાતની પરંપરા ધરાવતો ખોરાક ખાવાનો પસંદ કર્યો હતો. સાદી રૂમો હતા તેમાં તેઓ રહ્યાં હતા.  જ્યાં અમિત ચાવડાં પહોંચી ગયા હતા. રાવને મળવા માટે ગુજરાત કોંગ્રેસના 3 નેતાઓ ખાનગી રીતે ગયા હતા. જેમાં એક હતા મેવાણી.

સુપિયોરિટી કોમ્પ્લેક્ષથી પીડાતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રાવને મળવા ગયા હતા. કારણ કે તેઓ જાણતાં હતા કે રાહુલને પોતાની વાત પહોંચાડવા માટે એક માત્ર માર્ગ સચિન રાવ છે. તેથી તેઓ ગુજરાતમાં કેવા સફળ છે અને દલિતો માટે કઈ રીતે લડી રહ્યાં છે તેની વાત તેઓ કરી આવ્યા હતા. પોતાનું માર્કેટિંગ કરી આવ્યા હતા. તેમની રજૂઆત એવી હતી કે કોને કાઢવા અને કોને રાખવા તે પોતે સારી રીતે જાણે છે. તેમણે જે કંઈ કહ્યું તેનો એક સાર નિકળતો હતો તે પ્રદેશ પ્રમુખ માટે તેઓ એક માત્ર લાયક ઉમેદવાર છે.

અધિવેશનમાં તામ જામ જોઈને સચિન રાવને પસંદ ન આવ્યું. જંગી ખર્ચ જોઈને તેઓ ખુશ ન હતા. તેથી તેઓ અધિવેશનમાં પણ હાજરી આપવાનું ટાળ્યું હતું. તેઓ કોંગ્રેસની સાદગીને જ સર્વોપરી માને છે, ફાઈવ સ્ટાર કલ્ચર કોંગ્રેસ પક્ષ માટે નથી એવી પરંપરામાં તેઓ માનતા હોવાથી અમદાવાદ છોડી દીધું, તેઓ અધિવેશનમાં હાજરી આપ્યા વગર જતા રહ્યા. બધા જોતા રહ્યા હતા.

રાહુલના પ્રિતીપાત્ર વ્યક્તિએ કોંગ્રેસના નેતાઓની વૈભવી હોટેલો અને વૈભવી અધિવેશનનો સમીયાણો છોડી દીધા હતા.

આવા જ કારણ છે કે, સચિન રાવે ક્યારેય પદ માંગ્યું નથી. તેમને સામેથી જવાબદારીઓ સોંપવામાં આવે છે. તેઓ જે સાચું હોય તે કરે છે, કહે છે અને વર્તે છે. તેઓ ચુસ્ત મહાત્મા ગાંધીના વિચારોને માને છે. ગાંધીવાદી છે. ગાંધીજીના વિચારોને તેઓ પસંદ કરે છે. તેથી રાહુલને તે પસંદ છે.

તેમને કોંગ્રેસના તામ જામ પસંદ ન પડ્યાં. બે નેતાઓના દરે 5 કે 10 ફૂટના અંતરે આટલા મોટા પ્રમાણમાં ફોટો શા માટે મૂકવામાં આવ્યા હતા તેનો જવાબ સચિનને મળી ગયો હતો. તેઓ માનતા રહ્યાં કે આ ખર્ચ જો કોંગ્રેસના કાર્યકની પાછળ તાલીમ આપવા ખર્ચ કર્યો હોત તો તે ઉગી નીકળ્યો હોત. આમ તેઓ નકારાત્મક નહીં પણ સકારાત્મક વિચારો સાથે અમદાવાદ છોડી દીધું હતું.

રાતના સમયે અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ એક પછી એક મળવા ગયા હતા. ત્રણેય એકલા જ મળ્યા હતા.

 ત્રણ લોકો હવે પોતાને લાલ-બાલ-પાલ તરીને ઓળખાવે છે. તેઓ ત્રણેય સચિનને મળીને ગુજરાતમાં પોતે જ સર્વશ્રેષ્ઠ છે બીજાને તો હાંકી કાઢવા જોઈએ એવા મતલબની વાતો કરી આવ્યા હતા.

જીજ્ઞેશ મેવાણીનો કહેવાનો ટોન ખામીઓ કાઢીને પોતે સુપિરિયર છે. હું લાયક છું. બીજા નહીં. તેથી બદલાવ જરૂરી છે. લાલજી દેસાઈ પણ આવા મતલબનું કરીને ગયા.

પણ સચિન સારી રીતે જાણતા હતા કે લાલજી દેસાઈને સેવાદળની જવાબદારી સોંપી છે તે દેશમાં અને ગુજરાતમાં સારી રીતે નિભાવી નથી. સેવાદળ મજબૂત કરી શક્યા નથી. ગુજરાતમાં સેવાદળ ક્યાંય દેખાતું નથી. સેવાદળના 4 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં ગુજરાતમાં કંઈ ઉકાળી શક્યા નથી. પ્રદેશ પ્રમુખ બનવાના સ્વપ્ન જુએ છે. જ્ઞાતિવાદી નિવેદનો કરીને ભાજપને મદદ કરે છે.

છેલ્લે અમિત ચાવડા ગયા હતા અને રાહુલ ગાંધીના સૌથી નજીકના એવા સચિનને મળીને પોતાનો પક્ષ ઉજળો કરીને આવી ગયા હતા.

સચિન આ ત્રણેયને સારી રીતે ઓળખે છે. બંધબારણે જે કહ્યું તે કોઈક સાંભળી રહ્યું હતું.

પણ સચિન તો જાણતાં હતા કે સત્ય શું છે. સાદગીના પ્રતિક એવા અહીં હાજર રહેલા મીનાક્ષી નટરાજન જાણતા હતા કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. મીનાક્ષી પણ રાહુલની નીતિ ઘટનારાઓ પૈકીના એક છે. આ બંને નેતાઓ રાહુલને સીધું કહી શકે છે. બન્ને નેતાઓ સાદગીના પ્રતિક છે. અસલી કોંગ્રેસી છે. તેઓ ચાર તારક હોટેલમાં તો રહ્યા ન હતા પણ તેનું મોઘુ ભોજન પણ લીધું ન હતું. સાદું ભોજન લીધું હતું. તેને પણ કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં મળી આવ્યા હતા.

સુપિરિયર પદ માટે અને પદ ટકાવી રાખવા ખણખોદ કરવાના બદલે આટલો સમય કોંગ્રેસના સારા કાર્યકરોને આગળ કરવા અને કામે લગાડવા કામ કર્યું હોત તો ગુજરાતમાં ભાજપની સરકાર 2017માં જ જતી રહી હોત.

બળદેવ ઠાકોર, ઈન્દ્રવદન, નૌસાદ પણ ઉપરના ત્રણ નેતાઓની લાઈનમાં છે કે તેઓ પદ ઝંખે છે. કોંગ્રેસની ઘોર ખોદવા તૈયાર બેઠા છે.

દીપક બાબરીયા, ભરત સોલંકી અને મધુસુદન મિસ્ત્રી આરામ પર છે. તેઓ સતત નિષ્ફળ રહેતાં આવ્યા હોવા છતાં લંગડા અને ઘરડા ઘોડાને રાહુલ ચાબુક મારીને ચલાવે છે. વિદાય આપવાના બદલે, સાથે રાખે છે. ભરતસિંહને વાજતે ગાજતે વરઘોડો કાઢીને ભાદરણ મૂકી આવે પછી જ કોંગ્રેસ કામ કરતી થશે.

રાહુલ ગાંધીએ અમદાવાદમાં સ્ટેજ પરથી કહ્યું અને સ્ટેજ પર બેઠેલા નેતાઓમાંથી 40 ટકા નકામા ઘોડાઓ કોણ છે તે કહ્યું નથી. પણ બધા જાણે છે કે લંગડા ઘોડા હવે કોઈ કામના નથી. હવે કોંગ્રેસના ઘોડા અંદરો અંદર કાપવામાં લાગી ગયા છે. જ્યાં સુધી 40 ટકા લંગડા ઘોડાઓનો ફેંસલો રાહુલ નહીં લે ત્યાં સુધી ગુજરાતમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના કાર્યકરો ગણકારવાના નથી.

રાહુલની ટીમમાં બીજા નેતાઓ

કે. રાજુ

પૂર્વ IAS અધિકારી કે. રાજુએ 2009થી કોંગ્રેસ સાથે છે. તેઓ રાહુલ ગાંધીની ટીમનો ભાગ છે અને લઘુમતી અને જાતિ રાજકારણ, સામાજિક કલ્યાણ વગેરે સંબંધિત બાબતો સંભાળે છે.

એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં રાહુલે જ્ઞાતિ આધારિત જે કંઈ વાતો કરી તે રાજુએ નક્કી કર્યું હતું. રાજુ ગુજરાતની પ્રજા અને ભૂમિને સારી રીતે જાણતાં નથી. તેથી તેઓએ થાપ ખાધી છે અને જ્ઞાતિ આધારિત નીતિ નક્કી કરીને ફરી એક વખત ગુજરાત ગમાવવું પડે એવી સ્થિતી લાવીને મૂકી દીધી છે.

કેબી બાયજુ

2007માં જ્યારે રાહુલે પાર્ટીના મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે બાયજુ રાહુલની ટીમનો ભાગ બન્યા. 1991 થી રાહુલની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું. બાયજુ રાહુલ ગાંધીના તમામ પ્રવાસ, હિલચાલ અને સુરક્ષા સંભાળતાં રહ્યા છે.

અલંકાર સવાઈ

ICICI બેંકના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અલંકાર સવાઈ રાહુલ ગાંધીના રોજીંદા કામકાજ જોતા રહ્યા છે. થોડા સમય માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો હવાલો હતો. ચીફ ઓફ સ્ટાફ રહ્યા છે. રાહુલ ગાંધી સુધી સરળતાથી પહોંચવા દેતા નથી. રાહુલના મીડિયા સાથેના સંપર્ક તેઓ નક્કી કરતાં રહ્યાં છે.

સંદીપ સિંહ

સંદીપ સિંહ રાજકીય બાબતોમાં તેણીને સલાહ આપે છે. યુપી ચૂંટણી દરમિયાન પણ સિંહે ટિકિટ વિતરણ અને પાર્ટીની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. હાલ પ્રિયંકા ગાંધીનું કામ કરે છે.

કનિષ્ક સિંહ

કનિષ્ક સિંહને રાહુલ ગાંધીના મિત્ર છે. ન્યૂયોર્ક સ્થિત મર્ચન્ટ બેન્કિંગ ફર્મ લેઝાર્ડ ફ્રેરેસ એન્ડ કંપની સાથે સંકળાયેલા હતા. કનિષ્કે વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું છે. શીલા દીક્ષિત સાથે કામ કરતા હતા. રાહુલ સાથે કામ કરી રહ્યા છે. કાયદા, સુરક્ષા વગેરે સંબંધિત બાબતો સંભાળે છે.

પ્રવીણ ચક્રવર્તી

પ્રવીણ ચક્રવર્તી કોંગ્રેસના ડેટા અને એનાલિટિક્સ વિંગના અધ્યક્ષ છે અને આર્થિક નીતિઓ સંબંધિત તમામ બાબતોમાં રાહુલ ગાંધી માટે મહત્વપૂર્ણ સલાહકાર પણ છે. પ્રવીણ ચક્રવર્તીની ટીમ પાર્ટી માટે સર્વેક્ષણો અને ડેટા-આધારિત ટેકનોલોજી પહેલાનું સંચાલન કરે છે. તાજેતરમાં તેમણે કોંગ્રેસના ડિજિટલ સભ્યપદ અભિયાનનું નેતૃત્વ કર્યું.

અધિવેશન 

  • કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મુખ્ય પ્રધાનો, સાંસદ અને ધારાસભ્યો અધિવેશનમાં હાજર હતા. 
  • 8 એપ્રિલના રોજ શાહીબાગ સરદાર સ્મારક ખાતે cwc બેઠક મળી હતી.
  • 9 એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળ્યું હતું. દેશમાંથી 3 હજાર નેતાઓ  આવવાના હતા.
  • 7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો.
  • સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મળી હતી.
  • સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા કરી હતી. જેમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને આગેવાનો હાજર હતા.

18 સમિતિ

ગુજરાત કોંગ્રેસ દ્વારા 18 સમિતિ બનાવી હતી.

  • સ્વાગત સમિતિ – શક્તિસિંહ ગોહિલ કન્વીનર, અમિત ચાવડા
  • સંકલન સમિતિના અધ્યક્ષ – મુકુલ વાસનિક
  • પ્રોટોકોલ સમિતિના અધ્યક્ષ – ગેનીબહેન ઠાકોર કન્વીનર, નિશિત વ્યાસ કો કન્વીનર, મોહનસિંહ રાજપૂત
  • ખોરાક સમિતિના અધ્યક્ષ – નિલેશ પટેલ (લાલા પટેલ) કન્વીનર, બિમલ શાહ
  • પ્રોટોકોલ રેલવે મથક સમિતિ અધ્યક્ષ – ગ્યાસુદ્દીન શેખ કન્વીનર, ડો કૌશિક શાહ
  • ગાંધી આશ્રમ સમિતિ અધ્યક્ષ – સુખરામ રાઠવા કન્વીનર, પંકજ શાહ
  • cwc સ્થળ સમિતિના અધ્યક્ષ – સિદ્ધાર્થ પટેલ, કન્વીનર, બાબુ પટેલ
  • મીડિયા સમિતિ અધ્યક્ષ – અમીબેન યાજ્ઞિક કન્વીનર, ડો મનીષ શાહ
  • આરોગ્ય સમિતિના અધ્યક્ષ – ઇમરાન ખેડાવાલા કન્વીનર, ડો જીતુભાઈ પટેલ

કોણ સમજાવશે પ્રચારના અતિરેક માં માન-સન્માન અને સંસ્કાર ને તો ન જ ભૂલાય, વ્યક્તિગત પ્રચાર ને કારણે હોર્ડિંગ્સ તો લાગ્યા પણ સંયમ ભૂલાયો…

રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની વર્તમાન કાર્યપદ્ધતિથી નારાજ જાહેર મંચ પર વ્યક્ત કરી ચૂક્યા છે. કોંગ્રેસમાં રેસના અને લગ્ન ઘોડાઓ અલગ કરવાના છે. ભાજપ સાથે ગોઠવણ કરનારા નેતાઓને પક્ષમાંથી બહાર જતા રહેવા કહ્યું હતું.

લાંબો સમય 

100 વર્ષમાં પહેલીવાર રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત રાજ્ય માટે ખાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ગુજરાત કોંગ્રેસના નવનિર્માણ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આયોજનબદ્ધ રીતે લડવા નક્કી કરાયું હતું.

નવી કોંગ્રેસ નવુ ગુજરાત સૂત્ર આપ્યું હતું. રાહુલનો પડકાર ન ઝીલાયો

રાહુલ ગાંધીએ 2024ના જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે, “લખી લો કે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ભાજપને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં રાહુલે કહ્યું હતું.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું સંસદમાં આ પહેલું ભાષણ હતું. સંસદ સત્ર પછીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું. આ પછી તેઓ બે વાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ફરી એકવાર ગુજરાતના અમદાવાદમાં આવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ સંકટ પેદા કરવામાં આવે છે.

રાજ્યમાં 40 વર્ષ સુધીના લોકોને ખબર નથી કે કોંગ્રેસ શું છે.

શક્તિભાઈ ગોહીલે 25 ફેબ્રુઆરી 2025માં કહ્યું હતું કે, ગાંધી બાપુ અને સરદાર સાહેબના ગુજરાતમાં સાદગી અને સરળતાને કાર્યપદ્ધતિ બનાવી હતી.

ગુજરાતમાં ભાજપ સરકાર સામેના પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન 2017માં હતું. વિધાનસભા ચૂંટણીમાં 41.44 ટકા મત અને 77 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને ભાજપની બેઠકો વચ્ચે 22નો ફર્ક હતો. ત્યારથી કોંગ્રેસને તોડવા ભાજપે મોટા પાયે પક્ષાંતર કરાવ્યું હતું. મત હિસ્સામાં આઠ ટકાનો તફાવત હતો. જે 2022માં ફાંસલો વધી ગયો અને માંડ 17 બેઠક આવી અને હવે 12 ધારાસભ્યો જ કોંગ્રેસ પાસે છે. 41 બેઠકો પર ડિપોઝીટ ગુમાવી હતી.

  • મત ટકાવારી કોંગ્રેસને 27.28 ટકા થઈ ગઈ હતી.
  • આપને 12.92 ટકા એટલે કે 42 લાખ મતો અને 5 ધારાસભ્યો મળ્યા હતા.
  • ભાજપને 52.5 ટકા મત અને 156 બેઠકો મળી હતી.
  • ગુજરાતમાં ભાજપ 1991થી હજુ પણ અજેય છે.
  • ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ ખરાબ થઈ છે.
  • 250 નેતાઓ અને 75 હજાર કાર્યકરોને ભાજપ પોતાની સાથે પક્ષાંતર કરાવીને લઈ ગયો છે. 12 ધારાસભ્યો રહ્યાં છે. વિપક્ષના નેતા પણ નિયુક્ત કરી શકે એવી સંખ્યા રહી નથી.
  • વડવા નેતાઓએ ગુજરાત કોંગ્રેસને નવો ઓપ આપવા નક્કી કર્યું હતું.  

પત્રકાર પરિષદમાં પૂર્વ કેન્દ્રીય નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ, લઘુ ઉદ્યોગકારો ઉપરાંત તમામ સમાજ-વર્ગના લોકો માટે કોંગ્રેસ સજ્જ થશે. લોકો વચ્ચે જઇને એક અસરકારક વિપક્ષની ભૂમિકા અદા કરશે.

2025

64 વર્ષના લાંબા વિરામ બાદ, કોંગ્રેસ 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું. આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને મહાત્મા ગાંધીના પ્રમુખ બનવાની સદીની ઉજવણી સાથે જોડાયેલો છે. 1961 પછી પ્રથમ વખત ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)નું સંમેલન થયું.

પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને 1885માં સ્થપાઈ હતી.

1907ના વિભાજનથી લઈને 1938ની સ્વતંત્રતાની માંગણી અને હવે 2025ના આધુનિક રાજકીય પડકારો સુધી, ગુજરાત કોંગ્રેસના ઇતિહાસનું સાક્ષી બન્યું હતું.

2027માં વ્યૂહ રચના

રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પક્ષ સતત જાતીય વસ્તી ગણતરીનો આગ્રહ કરી રહ્યા છે. તેમણે તેલંગણામાં વસ્તી ગણતરી જાતીના આધારે કરાવી અને તેનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણ કહ્યું કે આ એક ક્રાંતિકારી પગલું હતું. આ પરથી અમને ધ્યાનમાં આવ્યું કે રાજ્યમાં ક્યો વર્ગ કેટલા પ્રમાણમાં રહે છે અને તેમને દરેક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળે છે કે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે મોટી કોર્પોરેટ કંપનીમાં ઓબીસી, પછાતવર્ગ કે આદિવાસીઓનું કોઈ પ્રતિનિધિત્વ જ નથી. તેઓ માત્ર મજૂરીકામ કરે છે અને તડકામાં તપે છે. આ લોકોને તેમનો હક મળે છે કે નહીં તે જોવા માટે આપણી પાસે એક એક્સ રે હોવો જોઈએ અને તે એક્સ રેનું કામ આ જાતી ગણતરી કરી શકશે.

આના આધારે કોંગ્રેસ 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ગુજરાતમાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકારવાનો ઇરાદો ધરાવે છે.

રાહુલ ગાંધી

છેલ્લા દિવસે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી, સંઘ અને ભાજપ પર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે- અમે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કરીશું. જાતિગત વસ્તી ગણતરી અહીંથી કરવામાં આવશે. તેલંગાણાની સ્થિતિ દરેક રાજ્ય જેવી જ છે. તેલંગાણામાં 90% વસ્તી ઓબીસી, દલિત, લઘુમતી છે. તેલંગાણામાં માલિકોની યાદીમાં, સીઈઓની યાદીમાં, વરિષ્ઠ મેનેજમેન્ટની યાદીમાં તમને આ 90% નહીં મળે.

પીએમ મોદી અને RSSએ સ્પષ્ટ કરી દીધું છે કે, જાતિગત વસ્તી ગણતરી કરવા માંગતા નથી. તેને છુપાવવા માંગે છે. તેઓ ગમે તેટલું છુપાવો, અમે અહીંથી જ જાતિગત વસ્તી ગણતરી પસાર કરીશું. આખા દેશમાં 50 ટકા અનામતની દિવાલ તોડી નાખીશું. તેલંગાણામાં જે કર્યું, અમે સમગ્ર ભારત માટે દિલ્હીમાં પણ તે જ કરીશું.

તેલંગાણામાં જાતિજનગણના કરીને અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, “આપણે શોધવાનું હતું કે, આ દેશમાં કોની ભાગીદારી કેટલી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે, તમારે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે, કેટલા દલિત છે, કેટલા પછાત લોકો છે, કેટલા ગરીબ સામાન્ય વર્ગના લોકો છે.

અમારા મુખ્યમંત્રી અને ટીમે OBC અનામત વધારીને 42% કરી. જ્યારે દલિતો, ઓબીસી, લઘુમતીઓની ભાગીદારીની વાત આવે છે, ત્યારે ભાજપના લોકો ચૂપ થઈ જાય છે. અમે તેલંગાણામાં જે કર્યું છે, તે જ અમે આખા દેશમાં કરીશું. ભાજપે તેને રદ કરી દીધું છે.

100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. તે બંને કોંગ્રેસ પાર્ટીના પાયા છે. તેમણે કહ્યું હતું કે, હું પછાત વર્ગો માટે કામ કરી રહ્યો છું.

સરદાર સ્મારક 

  • અમદાવાદના સરદાર સ્મારકમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું. લોકસભામાં રાહુલ ગાંધીએ ચેલેન્જ સાથે કહ્યું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે.
  • બનાસકાંઠા લોકસભા સીટ ગેનીબેન જીત્યા પછી તેમની ખાલી પડેલી વિધાનસભા સીટ કોંગ્રેસ હારી. એટલે વિધાનસભામાં તો કોંગ્રેસે વધુ એક બેઠક ગુમાવી.
  • ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ આઇસીયુમાં રહેલા દર્દી જેવી છે.
  • સંગ્રહાલય જેમાં આવેલું છે એ શાહી મહેલ અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહી ચૂક્યો છે.
  • વર્ષ 1618માં અમદાવાદના સૂબા તરીકે આવ્યા પછી મુઘલ બાદશાહ શાહજહાંએ 1618થી 1622 સુધીમાં શાહીબાગ વિસ્તારમાં આ મહેલ બંધાવેલો હતો.
  • સાચું નામ મોતીશાહી મહેલ છે. અહીં દીનશા પટેલે ગેરકાયદે નદી બાજુમાં બાંધકામ કરાવી દીધું હોવાનો વિવાદ ચાલતો રહ્યો છે. 
  • 1621-22ના દુકાળમાં રોજગારી આપવા મહેલ બંધાવવામાં આવ્યો હતો.
  • કમાન પર માથું અથડાયું અને બાદશાહ પ્રવેશદ્વારથી પાછો વળી ગયો.મહેલમાં બાદશાહે એક રાત્રિ પણ ગાળી નથી કે મહેલની અંદર પણ પગ મૂક્યો નથી. બાદશાહ આ સ્થળને અપશુકનિયાળ માનતા રહ્યા હંતા.  
  • શાહજહાં ખાનપુરમાં બંધાવેલા ચાંદા-સૂરજ મહેલમાં રહેતા હતા. હાલમાં તે અસ્તિત્વ ધરાવતો નથી.
  • રાષ્ટ્રપતિ ભવનની જેમ એ સમયે શાહજહાંના મહેલની કાળજી રાખવામાં આવતી હતી. 70 માળી, એક કારભારી, એક ખજાનચી, સાત પટાવાળા અને સંખ્યાબંધ ઝાડુવાળા હતા. મોતીશાહી મહેલની જાહોજલાલી હતી.
  • અંગ્રેજ શાસન આવતાં, 1835માં બ્રિટિશ ઇજનેર વિલિયમે શાહી બાગ-બગીચાને નવું રૂપ આપ્યું.
  • બાદશાહ શાહજહાંના મનમાં તાજમહેલ બાંધવાનો મૂળ વિચાર અમદાવાદમાં આવ્યો હતો.
  • જિંદગીનો ઉત્તમ સમય અમદાવાદમાં પસાર કર્યો હતો.
  • રવીન્દ્રનાથ ટાગોર અને શાહી મહેલ સંબંધ છે.
  • 1878માં સત્તર વર્ષની ઉંમરે સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોર અહીં રોકાયા હતા.

1884માં ‘ઇન્ડિયન નેશનલ યુનિયન’ નામની એક સંસ્થા સ્થાપી.

પ્રથમ અધિવેશનમાં દેશભરમાંથી કુલ 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેના પ્રમુખપદે કોલકાતાના તે સમયના પ્રખ્યાત એડવોકેટ વ્યોમેશચંદ્ર બેનરજી હતા. મુંબઈના નેતાઓ અને પુણેના નેતાઓ તથા અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા. દેશમાં ધર્મભેદ, વંશભેદ, પ્રાંતભેદ જેવા વાડાઓથી દૂર રહી એકરાષ્ટ્રીયત્વના સૂત્ર પર આધારિત સાચા અર્થમાં ભારતીય પક્ષનું નિર્માણ કરવાનું ધ્યેય આ અધિવેશનમાં સ્વીકારવામાં આવ્યું. તેનું બીજું અધિવેશન 1886માં કોલકાતા ખાતે અને ત્રીજું અધિવેશન 1887માં ચેન્નાઈમાં મળ્યું.

28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કોંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય મહાસભા (Indian National Congress) ઓગણીસમી સદીમાં ભારતમાં પાંગરતા જતા રાષ્ટ્રવાદના સંસ્થાકીય સ્વરૂપ હતું. એ સદીમાં અંગ્રેજી શાસન નીચે દેશભરમાં રાજકીય તથા વહીવટી એકતા આવી હતી.

1907થી 2025

ભારતની સ્વતંત્રતા સંગ્રામની નેતૃત્વકર્તા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ગુજરાત સાથે ઊંડો સંબંધ રહ્યો છે.

1907માં સુરત નજીક હરિપુરા ખાતે યોજાયેલા કોંગ્રેસ અધિવેશન આંતરિક મતભેદોને કારણે સ્થગિત કરાયું હતું.

ગરમ અને નરમ જૂથ

ગરમ જૂથે લાલા લજપત રાયને અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત કર્યા, જ્યારે નરમ જૂથના રાસબિહારી ઘોષના નામનો બાલ ગંગાધર તિલકે વિરોધ કર્યો.

નરમ જૂથના નેતા સુરેન્દ્રનાથ બેનર્જીએ ઘોષને સમર્થન આપ્યું. લાલા લજપત રાયે ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં રાજીનામું આપ્યું, અને અંતે ઘોષ અધ્યક્ષ બન્યા.

પહેલા દિવસે જ્યારે બેનર્જીએ ઘોષને ઔપચારિક રીતે અધ્યક્ષ જાહેર કર્યા, ત્યારે ગરમ જૂથના નેતાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. વિવાદ એટલો વધ્યો કે પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને સભા સ્થગિત કરવી પડી.

ગરમ જૂથોનું માનવું હતું કે સ્વતંત્રતા હડતાળ અને વિરોધ દ્વારા મેળવવી જોઈએ, જ્યારે નરમ જૂથ વાતચીત અને શાંતિપૂર્ણ માર્ગે આગળ વધવાના સમર્થક હતા.

1938નું હરિપુરા અધિવેશન

31 વર્ષ પછી, 19 ફેબ્રુઆરી 1938ના રોજ હરિપુરા ખાતે કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું, જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ બન્યા. સંપૂર્ણ સ્વરાજની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો.

Related Posts

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
  • April 29, 2025

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે…

Continue reading

One thought on “કોંગ્રેસ અધિવેશનમાં એ 3 નેતાઓ ગુપ્ત રીતે રાહુલની ટીમના ખાસ સચિન રાવને કેમ મળ્યાં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 12 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત