બંધારણ લખનારાને મૂર્ખ કહેનાર ISKON કથાકારને પોતાની “મુર્ખામી” પર પસ્તાવો

  • ઇસ્કોનના કથાકાર ચંદ્રગોવિંદ દાસનો 6 વર્ષ જૂનો વિડીયો વાઈરલ થતાં વિવાદ
  • મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું – ચંદ્રગોવિંદ દાસ

Iskon Controversy । મોદી રાજમાં સાધુ – સંતો અને કથાકારો મોંના સાવ છુટ્ટા બની ગયાં છે. ગુંડા તત્વો હાથના છુટ્ટા હોય છે એવું કહેવાય છે જેનો અર્થ થાય કે, તેઓ ગમે ત્યારે અચાનક હાથ ઉપાડી શકે તેવા હોય છે. તેવી જ રીતે સાધુ – સંતો, કથાકારો પણ રાજકારણીઓ જેવા મોંના સાવ છુટ્ટા બની ગયાં છે. તેથી જ છાશવારે વિવાદાસ્પદ નિવેદનો કરી દેતાં હોય છે. અને પાછા પાક્કા રાજકારણીની માફક વિવાદ સર્જાતા માફી પણ માંગી લેતાં હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણી વિલાસ અને મુર્ખતાઓના અનેક દાખલાઓ સામે આવ્યા બાદ છેલ્લાં બે દિવસથી ઇસ્કોનના કથાકાર ચંદ્રગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ નો એક વિડીયો વાઈરલ થયો હતો. વિડીયોમાં ચંદ્રગોવિંદ દાસ જાણે ભારતના સંવિધાન (Constitution of India) થી પણ પોતાની જાતને મહાન ગણતાં હોય એવી વાતો કરતાં જોવા મળે છે.

ચંદ્રગોવિંદ દાસ વ્યાસપીઠ પર બેસીને શ્રોતાઓને કહે છે કે, જે તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય પર બેઠાં છે. આ લોકો આપણને સુખી કરશે? કોઈ દિવસ થઈ શકે. કાયદો શું કરી લેશે તે મને કહો? તમારો દીકરો કે દીકરી, તમે 20 વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હોય, પણ જો એ જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ જ ના કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે? અને આ બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે? લોકો કહે છે સંવિધાનને ફોલો કરો… આ સંવિધાન તો દેશને વ્યભિચાર તરફ ધકેલી રહ્યું છે. સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ.

આંબેડકર જયંતીના થોડા દિવસો પહેલાં ચંદ્રગોવિંદ દાસનો વિડીયો વાઈરલ થતાં દલિતો અને સંવિધાન પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. લોકોનો રોષ જોતાં ચંદ્રગોવિંદ દાસને પોતાની મુર્ખતાનો ખ્યાલ આવ્યો અને તેમણે વિડીયો જાહેર કરી માફી માંગી લીધી છે.

માફી માંગતા વિડીયોમાં ચંદ્રગોવિંદ દાસ કહે છે કે, વાઈરલ વિડીયોમાં જે સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું તે ખાસ કરીને દીકરીઓ પર થતાં અત્યાચાર અને ન્યાય ન મળતાં કિસ્સાઓ સામેનો રોષ હતો. હું કોઈ વ્યક્તિ, સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો. વિશેષ રીતે, 18 વર્ષની ઉંમર પછી દીકરીને લગ્ન કરવા સંવતંત્રતા મળે છે, તેવી કલમ જે સંવિધાનમાં ઉમેરી છે, તે બાબતે મને રોષ હતો. પણ મારા હ્રદયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. છતાં પણ જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું.

મોદી રાજમાં બેફામ વાણી વિલાસ કરવા લાગેલાં સાધુ – સંતો વગેરે પર સરકાર કોઈ કંટ્રોલ કરે તેવી શક્યતા તો દૂર દૂર સુધી જોવા મળતી નથી. પરંતુ, આ મામલે કેટલાં જાગૃત દેશભક્તો દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલના સમયની માંગ છે.

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

  • August 9, 2026
  • 2 views
JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

  • August 9, 2026
  • 4 views
Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

NEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા

  • August 9, 2026
  • 4 views
NEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 9 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો