
Dahod: દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકામાં રાજકીય માહોલ તંગ બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે. જેનું મુખ્ય કારણ તરીકે શહેરમાં પાણીની અભાવને દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. જોકે, પ્રમુખ કલાલે આ દરખાસ્તને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેમની પાસે પૂરતો સમર્થન છે.
દેવગઢબારીઆ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
નગરપાલિકામાં કુલ 24 સભ્યો છે, જેમાંથી આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તનું મુખ્ય કારણ શહેરમાં પાણીની સુવિધાનો અભાવ છે. છેલ્લા સાત મહિનામાં પાણી પુરવઠાની વ્યવસ્થા થઈ નથી, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. સભ્યોનું કહેવું છે કે આ સમસ્યાને ઉકેલવામાં પ્રમુખની ઉદાસીનતા કારણે આ પગલું લેવું પડ્યું છે.અવિશ્વાસ દરખાસ્ત કરનારા સભ્યોમાં કેટલાકને વિકાસ કાર્યોમાં અડચણોનો પણ સામનો કરવો પડ્યો છે. તેઓએ જણાવ્યું કે કેટલાક સભ્યોના વાજબી અને જરૂરી કાર્યો પૂર્ણ થતા નથી, જેના કારણે નગરના વિકાસને અવરોધ થઈ રહ્યો છે. આ વિવાદને કારણે નગરપાલિકાની બેઠકોમાં તણાવ વધ્યો છે અને રાજકીય ગઠબંધનો પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
પ્રમુખ ધર્મેશ કલાલે શું કહ્યું?
પ્રમુખ ધર્મેશ કલાલે આ મુદ્દે વાત કરતા કહ્યું, “આ અવિશ્વાસની દરખાસ્ત કેટલાક સભ્યોના ગેરવાજબી કામો ન થવાને કારણે કરવામાં આવી છે. નગરપાલિકામાં ૨૪ સભ્યોમાંથી દરખાસ્ત કરનારાઓમાં મારા ત્રણ સભ્યો પણ છે, પરંતુ બાકીના ૧૬ સભ્યો મારી સાથે જ છે. આ દરખાસ્તને હું નકારી કાઢું છું અને તેને રાજકીય ષડયંત્ર તરીકે જોઉં છું.” કલાલે વધુમાં જણાવ્યું કે પાણીની સમસ્યા માટે તેઓ વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ નીકળશે.
આગામી બેઠકમાં લેવાશે નિર્ણય
આ વિવાદને કારણે દેવગઢબારીઆના રાજકીય વર્તુળોમાં ચર્ચા વધી ગઈ છે. જો અવિશ્વાસની પ્રક્રિયા આગળ વધી તો નગરપાલિકાના વહીવટ પર નવી અસર પડી શકે છે. જિલ્લા વહીવટી અધિકારીઓ આ દરખાસ્તની તપાસ કરીને આગામી બેઠકમાં નિર્ણય લેશે. નાગરિકો આ મુદ્દે પ્રમુખ તરફેણે વલણ અપનાવી રહ્યા છે અને વિકાસ કાર્યોની ઝડપી પ્રગતિની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?









