Gujarat Politics: જગદીશ પંચાલ ચારેય દિશામાં ઘેરાયા!, કોળી અને લેઉવા પાટીદાર સમાજની નારાજગી, આનંદીબેનને કાઢ્યા પછી… 

-દિલીપ પટેલ

Gujarat Politics: સમગ્ર ગુજરાત કોળી સમાજમાં ભાજપના નવા પ્રમુખની જાહેરાત પછી નારાજ છે. ગુજરાતની સૌથી OBC જ્ઞાતિ કોળી છે. તેમને સ્થાન અપાયું નથી. ભાજપના મહામંત્રી તરીકે લેવા માટે દબાણ વધી રહ્યું છે. આ મુદ્દે પરસોત્તમ સૌલંકી અને કુવર બાવળીયા મૌન છે. પણ ભરત બોઘરા ખુશ છે કારણ કે કોંગ્રેમાંથી પલટી મારીને ભાજપમાં આવ્યા પછી તેમને હંમેશ મહત્વના સ્થાન મળતા આવ્યા છે, ફરી તેમને કુવર બાવળીયા સામે મહત્વનું સ્થાન અપાશે.

લેવા પાટીદાર સમાજ નારાજ

આનંદીબેન પટેલને દૂર કર્યા પછી લેવા પાટીદાર સમાજ  નારાજ હતો. હવે તેમાં નારાજગીનો વિસ્ફોટ થયો છે. લેવા પાટીદારો ભારે નારાજ હોવાનું સરવેમાં બહાર આવતાં અમિત શાહ અને આનંદીબેન પટેલ સૌરાષ્ટ્ર દોડી ગયા હતા. જયેશ રાદડીયાને સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ લેઉવા સમાજ માનવા તૈયાર નથી. જયેશ રાદડીયા એ સહકારી આગેવાન છે. સમાજના આગેવાન નથી એવું લોકો માની રહ્યાં છે.

 જામનગરમાં પાટીદાર પરિવારના 21 લોકોને આત્મહત્યા કરવાની જાહેરાત કરવી પડી

અમિત શાહે સહકારી સંમેલન કર્યું તે સહકારી હતું અને ચૂંટણી ન હતી. જામનગરમાં પાટીદાર કુટુંબના 21 લોકોને આત્મહત્યા કરવાની જાહેરાત કરવી પડી, તેથી સ્થિતીમાં ભાજપથી પટેલ સમાજ ભારે નારાજ છે. ખાસ કરીને ભાજપની નજીકના ઉદ્યોગપતિ પરીમલ નથવાણી અને ભાજપના સાંસદની હરકતોથી પટેલ સમાજ નારાજ છે. આખો સમાજ ભેગો થઈને આ કુટુંબને મળવા માટે ગયો હતો. ત્યારે મોટો વિસ્ફોટ થયો છે અને ભાજપ સામે ભારે નારાજગી છે.

આનંદીબેનને કાઢ્યા પછી….

આનંદીબેનને કાઢ્યા પછી લેવા પાટીલને ન્યાય નથી મળી રહ્યો એવું ઘણાં માની રહ્યાં છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પંચાલે જ્યારે જાહેર શપથ લીધા ત્યારે ભૂપેન્દ્ર પટેલની બોડી લેન્ગેવેજ – શરીરની ભાષા નકારાત્મક હતી. તેઓ ચિંતિત જણાતાં હતા. આમ ભાજપે પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા બાદ આંતરિક આગ હવે જ્વાલા બને એવી શક્યતા છે. સુરત ભાજપના કાર્યાલયમાં મારા મારી અને ગાળા ગાળીની ઘટના વરાછાના લોકોએ કરવી પડે છે તે સૌરાષ્ટ્રની નારાજગી બતાવે છે.

મહામંત્રીમાં લેવા પાટીદાર કે કોળી સામજને લેવા પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે ત્યારે જગદીશ પંચાલે કોને મહામંત્રી બનાવવા કે મુશ્કેલ બની રહ્યું છે.

કોંગ્રેસથી નારાજ થયેલો કોળી ભાજપમાં આવ્યો

ડોક્ટર બોઘરા અને ધવલ દવેને જગદીશ પંચાલ આગળ કરી રહ્યા છે. ત્યારે ભાજપના મૂળ નેતાઓ તેની પણ ટીકા કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, 17 વર્ષનું રાજકીય અસ્તિત્વ ધારાવતાં જદગદીશ પંચાલ ભાજપને સાચી દીશામાં લઈ શકે એવી ક્ષમતા ધરાવતાં નથી. કારણ કે કોંગ્રેસથી આવેલાં લોકોને મહત્વ આપે છે. કોંગ્રેસથી નારાજ થયેલો કોળી ભાજપમાં આવ્યો હતો. તેમની અનદેખી 30 વર્ષથી થઈ રહી છે.

પરસોત્તમ સોલંકી અને કુંબરતી બાવળીયાના ચહેરા બતાવીને કોળી સમાજને ખુશ રાખરાનો પ્રયાસ કરે છે. પણ કોળી સમાજના સામાન્ય લોકો ભાજપથી હવે ખુશ નથી. કારણ કે આ બે નેતાઓના સ્થાને નવા નેતાઓને આગળ કરવાની તેઓ માંગણી કરી રહ્યાં છે કારણ કે કોળી સમાજના લોકો માને છે કે, આ બેનેતાઓએ સમાજના નામે પોતાને મહાન બનાવ્યા છે. આમ જગદીશ માટે ચારેદીશા અંધકારમય બની રહી છે.

આ પણ વાંચો:

Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!

Gujarat Politics: 2002ના ભાજપના ચૂંટણી ઢંઢેરા, ગુજરાતમાં મોદીએ આપેલા વચનો 2025માં પણ કેમ અધૂરા?

Gujarat Politics: જગદીશ પંચાલ ભાજપને મજબૂત કરશે કે, પાર્ટીનો રકાસ કાઢશે?

BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ

Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!

 

 

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું
  • November 11, 2025

Junagadh Mahadev Bharti Bapu Missing Again: જૂનાગઢના ભારતી આશ્રમના ભારતી આશ્રમનામહાદેવગીરી બાપુ ફરીએકવાર એકાએક લાપતા થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતાં મહાદેવ…

Continue reading
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના
  • November 11, 2025

Kheda: ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ નજીક આવેલી એક કંપનીમાં યુવાનનું કરુણ મોત થઈ ગયું છે. બોઈલર મશીનમાં ખેંચાઈ જતાં શરીરના ફૂરચેફૂરચા થઈ ગયા છે. આ ઘટના ગઈકાલે બપોરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 10 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 13 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 15 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 16 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

  • November 11, 2025
  • 11 views
 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

  • November 11, 2025
  • 9 views
Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી