
Dahod: દેવગઢ બારીયાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો ઐતિહાસિક ‘ભે-દરવાજા’, જે રાજવી સ્ટેટના સમયની ગૌરવશાળી નિશાની છે જે હાલ બેદરકારીનો ભોગ બન્યો છે. તાજેતરના વાવાઝોડામાં આ દરવાજાની છત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે લોખંડની એક એંગલ હજુ પણ લટકતી હાલતમાં છે, જે ગંભીર સુરક્ષા જોખમ ઉભું કરી રહી છે.આ દરવાજા પાસે રોજના અનેક વાહનો અને નાગરિકો પસાર થાય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ધરાશાયી થયેલું મટિરિયલ રસ્તાની બાજુએ પડ્યું છે, પરંતુ લટકતી એંગલને દૂર કરવામાં કોઈ પ્રગતિ થઈ નથી.
દેવગઢ બારીયાના ઐતિહાસિક ‘ભે-દરવાજા’ ની જાળવણીમાં બેદરકારી
આ બેદરકારીએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે, જેઓ આ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, “ભે-દરવાજા એ દેવગઢ બારીયાના ગૌરવનું પ્રતીક છે, પરંતુ શું આ નિશાની હવે શાસકો માટે બોજ બની ગઈ છે?”
તાત્કાલિક પગલાં લેવા લોકોની માંગ
લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ, દરવાજાની મરમ્મત કરે અને સુરક્ષા જોખમ દૂર કરે, જેથી આ ઐતિહાસિક ધરોહરની ગરિમા જળવાઈ રહે. નગરપાલિકાની ઉદાસીનતા સામે હવે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે, અને આ મુદ્દે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી