
Dahod: ઇન્દોર-અમદાવાદ હાઇવે પર દાહોદના RTO ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓ દ્વારા ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં RTO ઇન્સ્પેક્ટર ટ્રક ડ્રાઇવરને લાકડી વડે ગંભીર રીતે મારતા જોવા મળે છે. આ ઘટના 4 જુલાઈના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામ નજીક બની હતી.
RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને નિર્દયતાથી માર્યો
મળતી માહિતી અનુસાર, દાહોદ RTOમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર અને તેમના બે સાથી કર્મચારીઓએ મુંબઈથી દિલ્હી જઈ રહેલા ટ્રકનો પીછો કર્યો હતો. ટ્રક રોકવા માટે તેઓએ બેરિકેડ ફેંક્યા, જેના કારણે ટ્રકનું આગળનું ટાયર પંચર થયું. આ પછી ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓએ ટ્રક ડ્રાઇવર નાસીરભાઈને કેબિનમાંથી બહાર ખેંચીને લાકડી વડે નિર્મમ રીતે માર માર્યો. વાયરલ વીડિયોમાં ડ્રાઇવર પીડાથી ચીસો પાડતો અને કણસતો જોવા મળે છે.
यह गुजरात मैंने बनाया है ! दाहोद-अहमदाबाद हाईवे पर देवगढ़ बारिया के पास आरटीओ इंस्पेक्टर की बर्बरता का वीडियो वायरल ! दाहोद आरटीओ इंस्पेक्टर एक ट्रक ड्राइवर को बेरहमी से पीटते नजर आ रहे हैं ! #dahod #Gujarat #RTO #HarshSanghavi #Viral #yethikkarkedikhao #SaraAliKhan pic.twitter.com/yDzAKFVija
— Mehul Jhala (@JhalaMehul) July 5, 2025
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ ઘટનાનો વીડિયો એક રાહદારીએ ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો. વીડિયો બનાવનાર વ્યક્તિએ ઇન્સ્પેક્ટરને મારપીટનું કારણ પૂછ્યું, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં અને ઉલટાનું સવાલ કર્યો, “તમે કોણ છો?” ડ્રાઇવર અને વીડિયો બનાવનારે ઇન્સ્પેક્ટર પર દાદાગીરી અને રોફ જમાવવાનો આરોપ લગાવ્યો છે.
RTO ઈન્સ્પેક્ટરના કારસ્તાન
ભથવાડા ટોલ બુથ પાસે RTO અધિકારીઓ એન્ટ્રીના નામે ટ્રક ચાલકો પાસે ઉઘરાણું કરતા હોવાનું આવ્યું સામે
આ પ્રકારે RTO ના અધિકારીઓને માર મારવા અને ઉઘરાણા કરવા કોને પરવાનગી આપી ????
સાંભળો ટ્રક ડ્રાઈવર નાસીરે શું કહ્યું એ👇#Gujarat #Dahod #DahodPolice… pic.twitter.com/SDgIbbhSu8
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) July 5, 2025
પીડિત ડ્રાઈવરે શું કહ્યું ?
આ મામલે પીડિત ડ્રાઈવર નાસીરે ભથવાડા ટોલ બુથ પાસે RTO અધિકારીઓ એન્ટ્રીના નામે ટ્રક ચાલકો પાસે ઉઘરાણું કરતા હોવાનો આરોપ લગાવ્યો છે તેણે કહ્યું કે, તે પર એન્ટ્રીએ હજાર રુપિયા લે છે અને તે દર મહિને 3 હજાર રુપિયા એન્ટ્રી આપે છે. આ વખતે એક દમ તેઓ આવ્યા અને માર મારવા લાગ્યા, મારી ગાડીની સામે બેરિયર નાખ્યા જેના કારણે ગાડીનું ટાયર ફાટી ગયું છે અને 30 હજાર રુપિયાનું નુકસાન થયું છે તેમ ડ્રાઈવરે જણાવ્યું હતું.
ડ્રાઇવર સામે કાર્યવાહી
બીજી તરફ, RTO ઇન્સ્પેક્ટરે આરોપોને નકારતા દાવો કર્યો કે ટ્રક ડ્રાઇવરે ટ્રક રોકી ન હતી, એટલે તેને ફક્ત ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે ડ્રાઇવર સામે જોખમી રીતે વાહન ચલાવવા બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, પીપલોદ પોલીસ સ્ટેશનમાં સરકારી કામગીરીમાં અડચણ રૂપ થવાની ફરિયાદ પણ નોંધાઈ છે.પરંતુ ડ્રાઈવરને માર માર RTO અધિકારી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.
RTO ઇન્સ્પેક્ટર સામે શું પગલા લેવાઈ શકે છે?
આ ઘટનામાં RTO ઇન્સ્પેક્ટર અને તેમના સાથીઓ સામે ગંભીર આરોપો લાગ્યા છે. ટ્રક ડ્રાઈવરને માર મારવા મામલે RTO ઇન્સ્પેક્ટર સામે ભારતીય દંડ સંહિતા હેઠળ, મારપીટ, ગંભીર ઇજા પહોંચાડવી, અને સરકારી કર્મચારી દ્વારા સત્તાનો દુરુપયોગ જેવી કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. વધુમાં, વાહન ચેકિંગ દરમિયાન હિંસાનો ઉપયોગ ગેરકાયદેસર છે અને આવા કેસમાં આંતરિક તપાસ અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્પેન્શન જેવા પગલાં લેવામાં આવી શકે છે.
RTO અધિકારીને માર મારવાની સત્તા કોને આપી?
જો કે, અહીં સવાલ તે થાય છે RTO અધિકારીને કોને સત્તા આપી કે તે ટ્રક ડ્રાઈવરને આવી રીતે માર મારે ? તેમને કાયદાને હાથમાં કેમ લીધો ? આ ઘટનાએ RTO અધિકારીઓની કામગીરી અને સત્તાના દુરુપયોગ પર સવાલો ઉભા કર્યા છે, અને આ મામલે વધુ તપાસની માંગ ઉઠી રહી છે. ત્યારે આ મામલે આરટીઓ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું…