
Delhi: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ હોવાનો આરોપ લગાવતી ફરિયાદને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં વકીલ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં પોલીસને FIR નોંધવા અને મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.
નાગરિકતા મેળવ્યા પહેલા નામ મતદાર યાદીમાં કેવી રીતે આવ્યું?
સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983 ના રોજ નાગરિકતા મેળવી હતી. જ્યારે તેમનું નામ 1980 ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે 1980 માં નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ થયું?
શું નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે1982માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યું? અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે 1983માં નાગરિકતા મેળવી ત્યારે 1980માં કયા દસ્તાવેજોના આધારે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું? શું નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
અરજીમાં દિલ્હી પોલીસને કેસ નોંધવા અને મામલાની તપાસ કરવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. 2001માં સુપ્રીમ કોર્ટે તેમની નાગરિકતાને માન્ય ગણી હતી. કોર્ટે કહ્યું કે તેમની નાગરિકતા સર્ટિફિકેટ કાનૂની છે અને તેને રદ્દ કરવા માટે કોઈ પુરાવો નથી.
1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન
સોનિયા ગાંધી (અસલી નામ: એડવિજ એન્ટોનિયા આલ્બિના મેઇનો)નો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઇટાલીના વિસેન્ઝા નજીક લુસિયાના ગામમાં થયો હતો. તેઓ 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કરીને ભારત આવ્યા. 30 એપ્રિલ 1983ના રોજ તેમને ભારતીય નાગરિકતા મળી, જે ભારતીય નાગરિકતા અધિનિયમ (Citizenship Act, 1955)ની કલમ 5(1)(c) હેઠળ નોંધણી (registration) દ્વારા આપવામાં આવી, કારણ કે તેઓ ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા. આ નાગરિકતા મેળવ્યા પછી તેમની ઇટાલિયન નાગરિકતા આપમેળે રદ્દ થઈ જાય છે ઇટાલિયન કાયદા અનુસાર.
આ પણ વાંચો:
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?
નાગરિકોની સુરક્ષા મુદ્દે બેદરકાર BJP સરકારે કરોડો રુપિયા ગાયબ કર્યા, હિસાબ જ નથી!
મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યું કે પંજાબની મજાક ઉડાવી? | Modi | Punjab Flood
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો








