Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

  • India
  • June 3, 2025
  • 0 Comments

Delhi Murder: દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં એક યુવકે 18 વર્ષની છોકરીની ચાકુ મારીને હત્યા કરી નાખી છે. હત્યા બાદ આરોપીએ મૃતક છોકરીના શરીરને બાળી નાખવાનો પ્રયાસ કર્યો. હત્યાના લગભગ 22 કલાક પછી પોલીસે મેહરૌલીના સંજય વન પાસેથી છોકરીનો મૃતદેહ મેળવ્યો. લાશ મળ્યા પછી બે જિલ્લાની પોલીસ લગભગ 2 કલાક સુધી સરહદ વિવાદમાં ફસાઈ ગઈ. બાદમાં વરિષ્ઠ અધિકારીઓની સમજાવટ બાદ મેહરૌલી પોલીસ સ્ટેશનમાં હત્યા અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના 1 જૂને બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોપી મથુરાનો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે 18 વર્ષની મહેક જૈન તેના પરિવાર સાથે જહાંગીરપુરી વિસ્તારમાં રહેતી હતી. તેના માતાપિતા ઉપરાંત તેની એક મોટી બહેન છે જે નોઈડામાં રહે છે અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેના પિતા ચાંદની ચોકમાં કાપડની દુકાનમાં કામ કરે છે. તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના મથુરાનો છે. મહેક દિલ્હી યુનિવર્સિટીના ઓપન ડિપાર્ટમેન્ટમાં બી.કોમ.ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. તે વિવેક વિહારની વિવેકાનંદ કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી.

આરોપી બી.કોમ.ના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી

જ્યારે આરોપી અર્શ કિરાત તેના પરિવાર સાથે રાની બાગ વિસ્તારમાં રહે છે. તે દિલ્હી યુનિવર્સિટીના ઓપન ડિપાર્ટમેન્ટમાં બી.કોમના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી પણ છે. એફઆઈઆર બાદ તરત જ પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ શરૂ કરી. છોકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

બંને એક વર્ષથી મિત્રો હતા

પોલીસે જણાવ્યું કે આરોપી અર્શ કિરાટ અને મહેક જૈન છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. બંને સાથે બહાર ફરવા જતા હતા. જ્યારે મહેકના પરિવારને ત્રણ મહિના પહેલા આ વાતની ખબર પડી, ત્યારે તેમણે બંનેને મળવા દીવાનું બંધ કરાવી દીધું હતુ. તેમણે અર્શના પરિવારને પણ આ વાતની જાણ કરી. આ પછી બંનેએ મળવાનું બંધ કરી દીધું.

મહેક કોલેજ જઈ રહી છું એમ કહીને ઘરેથી નીકળી ગઈ

પોલીસે જણાવ્યું કે મહેક રવિવારે સવારે 8 વાગ્યે ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે કોલેજ જઈ રહી છે, પરંતુ તે ત્યાં પહોંચી ન હતી. તે અર્શ કિરાતને મળવા માટે સવારે 10.30 વાગ્યે સંજય વન પહોંચી હતી. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં અર્શે મહેક પર છરીથી પાંચ વાર ઘા કર્યા.

હુમલા દરમિયાન આરોપી પણ ઘાયલ થયો હતો

હુમલા દરમિયાન આરોપી પોતે ઘાયલ થયો હતો. છરીના હુમલાને કારણે તેના હાથમાં ઊંડો ઘા વાગ્યો હતો. હુમલામાં છોકરીનું મૃત્યુ થયા પછી, આરોપીએ તેના શરીર પર પેટ્રોલ છાંટીને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે એક નાની બોટલમાં પેટ્રોલ લાવ્યો હતો, પરંતુ શરીર સંપૂર્ણપણે બળી શક્યું ન હતું. આ પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો.

જાતે હોસ્પિટલ પહોંચ્યો

ઈજાગ્રસ્ત થયેલો અર્શ રાણી બાગ સ્થિત ભગવાન મહાવીર હોસ્પિટલ પહોંચ્યો. અહીં તેણે પોતાની સારવાર કરાવી અને મોડી સાંજે ઘરે પહોંચ્યો હતો. જ્યારે તેના પિતાએ તેને ઘાયલ જોયો અને તેની ઈજાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે મહેકે બે લોકો સાથે મળીને તેના પર છરીથી હુમલો કર્યો હતો.

પરિવાર છોકરીને શોધી રહ્યો હતો

છોકરીએ તેના પરિવાર સાથે છેલ્લી વાત સવારે 11 વાગ્યે થઈ હતી. તેણે તેમને કહ્યું હતું કે તે બપોરે 1 વાગ્યે કોલેજ છોડીને 3 વાગ્યા સુધીમાં ઘરે પહોંચશે, પરંતુ જ્યારે તે સાંજ સુધી ઘરે ન પહોંચી ત્યારે તેનો ફોન પણ બંધ મળી ગયો. આથી પરેશાન થઈને પરિવારે તેના મિત્રો પાસેથી મહેક વિશે પૂછપરછ કરી, પરંતુ કોઈ માહિતી મળી નહીં. દરમિયાન, મોડી સાંજે તેમને અર્શના પિતાનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે મહેકે તેના પુત્ર પર છરીથી હુમલો કરાવ્યો છે. મહેક વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે તે સંજય વનમાં છે. ત્યારબાદ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો.

 

આ પણ વાંચો:

Ahmedabad: પાડોશીઓએ છોકરીના બારોબાર રાજસ્થાનમાં લગ્ન કરાવી દીધા, લાખો રુપિયા લીધાની આશંકા

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Related Posts

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા
  • November 1, 2026

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવાર, 1 નવેમ્બરે વિપક્ષી INDIA ગઠબંધન દ્વારા વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન હેઠળ યોજાઈ રહેલી આ રેલીમાં…

Continue reading
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત
  • November 1, 2026

Tripura INDIA Alliance Rally: ત્રિપુરાની રાજધાની અગરતલામાં INDIA ગઠબંધનના આઠ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવાર, 30 ઓક્ટોબરે વિરોધ માર્ચ યોજી હતી. ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન હેઠળ યોજાયેલી આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 11 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 10 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી