Delhi Pollution Case in Supreme Court: દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી!તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ:10મીએ સુનાવણી

  • India
  • December 2, 2025
  • 0 Comments

Delhi Pollution Case in Supreme Court : દિલ્હીમાં ભયજનક રીતે પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે સરકાર પ્રદૂષણ નાથવામાં બિલકુલ નિષ્ફળ જતા હવે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને પ્રદૂષણ નાથવા શુ પગલાં ભર્યા તે અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ કર્યોં હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કોવિડ-19 વખતે દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ અટકી ગયું હતું તે અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તે સમયે આકાશ સ્વચ્છ થઈ ગયું હતું તેઓએ કહ્યું ‘અમે કોવિડ વખતે દિલ્હીનું આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું’

સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે હવે ચૂપ નહીં બેસી શકીએ, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે તો અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી?અમે કોવિડ-19 વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું. તે વખતે દિલ્હીના લોકો પ્રદૂષણની અડચણ વગર આકાશમાં તારા જોઈ શકતા હતા.

પરાલી સળગાવવાથી પણ પ્રદૂષણ વધ્યું છે, પરંતુ આ મુદ્દાને રાજકીય અને અહંકારની લડાઈ ન બનાવવી જોઈએ.સોમવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે ખેડૂતોને દોષી ઠેરવવાનું સરળ છે, ખાસ કરીને જ્યારે તેઓ પોતાનો બચાવ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર નથી હોતા ત્યારે.માત્ર પરાલી સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું નથી. અન્ય કારણે વધેલું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલાં લીધા, તેની માહિતી આપો.’

સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને સરકારને પૂછ્યું છે કે, ‘તમે પ્રદૂષણ ઘટાડવા માટે શું યોજના બનાવી છે? CAQM અને સત્તાવાળાઓએ પગલાં ભરવા જોઈએ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટે વિચાર કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે જે રીતે યોજનાઓ ચલાવાઈ રહી છે, તેનાથી અમે ચિંતિત છીએ.’

કોર્ટના કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રદૂષણને દૂર કરવા માટે હવે નક્કર પગલાં ભરવા પડશે.
હવે મુખ્ય સવાલ એ છે કે શું કોર્ટનું કડક વલણ એજન્સીઓને જાગૃત કરશે?દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ડોકટરો હવે શહેર છોડવાની સલાહ આપી રહ્યા છે.અહીં ઉછરતા બાળકોમાં અકાળ જન્મ અને માનસિક ક્ષમતામાં ઘટાડો થવા સહિત અનેક રોગોનું જોખમ ઉભું થયુ છે.

દરમિયાન, દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈએ દિલ્હીમાં પરાલી સળગાવવાના કારણ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જે અસરદાર ઉપાયો કરાયા છે, તેનો રિપોર્ટ જમા કરવા CAQMને આદેશ આપ્યો છે.
કોર્ટ હવે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરશે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!