
Air Pollution:દિલ્હી હવે પ્રદુષિત બની ચૂક્યું છે અને માનવ જીવન માટે મોટો ખતરો બની ગયું છે ત્યારે તંત્ર હેલ્થ એલર્ટ જારી કરી બાળકો અને વૃદ્ધોને ઘર બહાર નહિ નીકળવા જણાવી રહયા છે ત્યારે જો બાળકો ઘરમાં પુરાઈ રહેશે તો ભણશે ક્યારે તે ચિંતા સતાવી રહી છે અને પોલ્યુશનનો વિરોધ કરવા જાવતો પોલીસ અટકાયત કરતી હોવાની ફરિયાદો ઉઠી છે.
આજે સવારે પણ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો છે જે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હોવાનો પુરાવો છે,ગાઝિયા બાદમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે, લોનીમાં 464 AQI તેમજ નોઈડામાં પણ પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યુ છે,
આનંદ વિહારમાં 429નો AQI નોંધાયો, જ્યારે અશોક વિહારમાં 420. આયા નગરમાં 339નો AQI નોંધાયો, બવાનામાં પ્રદૂષણનું સ્તર 432, બુરારી 402 અને DTU વિસ્તારમાં 399 હતું. દ્વારકામાં AQI 386 અને ITO 388 નોંધાયું છે.
જહાંગીરપુરીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક રહ્યું, જ્યાં AQI 437 નોંધાયું.મુંડકામાં તે 413, નજફગઢમાં 338, પંજાબી બાગમાં 412 અને રોહિણીમાં 438 પર પહોંચ્યું. આરકે પુરમમાં AQI 396 હતો, જ્યારે વઝીરપુરમાં, તે 448 સાથે રાજધાનીમાં સૌથી ખરાબમાં ખરાબ હતું.
એકંદરે, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી, જેનાથી સામાન્ય લોકો માટે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરોની ચિંતા વધી છે.ગાઝિયાબાદમાં પણ AQI 400 ને વટાવી ગયો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, લોનીમાં 464 AQI, સંજય નગરમાં 389 AQI અને ઇન્દિરાપુરમમાં 421 AQI નોંધાયું છે.નોઇડામાં પણ AQI 400 ને વટાવી ગયો છે નોઇડામાં, ઘણા વિસ્તારોમાં AQI 400 થી ઉપર પહોંચી ગયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સેક્ટર 125 માં AQI 436, સેક્ટર 1 માં 388, સેક્ટર 62 માં 370 અને સેક્ટર 116 માં 388 AQI નોંધાયું છે.
ગુરુગ્રામમાં આ AQI નોંધાયું છે કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગુરુગ્રામમાં NISE ગ્વાલ પહારીએ 325 AQI નોંધાયું છે. સેક્ટર 51 માં 324 AQI, તેરી ગ્રામમાં 212 AQI અને વિકાસ સદનમાં 287 AQI નોંધાયું છે. ફરીદાબાદનું AQI કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ફરીદાબાદમાં સેક્ટર 30 માં 197, ન્યુ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનમાં 270 અને સેક્ટર 11 માં 218 AQI નોંધાયું છે.
દિલ્હીમાં મોટાભાગના વિસ્તારોમાં 400 થી ઉપર AQI સ્તર પહોંચી ગયુ છે.દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં પ્રદુષણ ભયજનક રીતે વધતું રહેતા હવે બાળકો તેમજ વૃદ્ધ વ્યક્તિઓ માટે અહીં રહેવું મુશ્કેલ બની રહ્યું છે, તંત્ર બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપે છે પણ જો બાળક શાળા અને ટ્યુશન નહિ જાયતો અભ્યાસ કેવી રીતે કરશે?ની ચિંતા વાલીઓમાં જોવા મળી રહી છે અને જો વિરોધ કરવા જાય તો પોલીસ પકડી જાય છે જેથી નાગરિકો ખુબજ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે







