
Delhi: સુપ્રીમ કોર્ટે એક લિવ-ઈન રિલેશનશીપમાં રહેતાં એક કપલને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં હોય, તો તે પુરુષ પર લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવી શકતી નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આવા કિસ્સાઓમાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે જાતીય સંબંધ પાછળનું કારણ ફક્ત લગ્નનું વચન હતું કે બીજું?
આ કેસ એક બેંક મેનેજર અને લેકચરર મહિલા 16 વર્ષથી એક સાથે રહેતાં હતાં. મહિલા લેકચરરએ આરોપ લગાવ્યો હતો કે તેના સાથી પુરુષે લગ્નના ખોટા વચન આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પગલે તેણે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.
“બંને પક્ષો શિક્ષિત હતા”
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં વ્યક્તિ સામે દાખલ કરાયેલી ફોજદારી કાર્યવાહીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બંને પક્ષો શિક્ષિત હતા અને તેમનો સંબંધ સંમતિથી થયો હતો.
કોર્ટે કહ્યું કે સંબંધોમાં કડવાશ હતી
કોર્ટે એમ પણ કહ્યું કે બંને અલગ અલગ શહેરોમાં પોસ્ટિંગ હોવા છતાં એકબીજાને મળતા હતા. સર્વોચ્ચ અદાલતે આ કેસને લિવ-ઇન રિલેશનશિપમાં ખટાશ ફેલાવતો કેસ ગણાવ્યો હતો.
કોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું, “એ માનવું મુશ્કેલ છે કે ફરિયાદીએ લગભગ 16 વર્ષ સુધી કોઈ વિરોધ વિના જાતીય સંબંધો માટે આરોપીના દબાણને સ્વીકાર્યુ. અને હવે 16 વર્ષ પછી અચનાક બળાત્કારનો કેસ કરો તે કેટલું યોગ્ય? સંબંધ બંનેની વચ્ચે સહમતિથી હતા. મહિલાનો આરોપ હતો કે પુરુષે ખોટા વચનો આપીને બળાત્કાર ગુજાર્યો.
“બંને પક્ષો વચ્ચે કોઈ છેતરપિંડી થઈ નથી”
કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધનો લાંબો સમયગાળો સાબિત કરે છે કે પક્ષકારો વચ્ચે કોઈ છેતરપિંડી થઈ નથી. 16 વર્ષના લાંબા ગાળામાં બંને વચ્ચે વારંવાર જાતીય સંબંધો રહ્યા તે દર્શાવે છે કે સંબંધોમાં ક્યારેય બળાત્કાર કે છેતરપિંડી થઈ નથી.
“જ્યારે કોઈ સ્ત્રી 16 વર્ષ સુધી સંબંધમાં રહે છે…”
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે કોઈ મહિલા 16 વર્ષથી સંબંધમાં હોય છે, ત્યારે તેના આરોપો કે લગ્નના વચનના આધારે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા તે વિશ્વસનીય નથી. જો લગ્નનું ખોટું વચન આપવામાં આવ્યું હોય, તો પણ સ્ત્રીનું લાંબા સમય સુધી તે સંબંધમાં રહેવું તેના આરોપને નબળો પાડે છે.
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?
આ પણ વાંચોઃ Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
આ પણ વાંચોઃ ટ્રમ્પે કોંગ્રેસને કહ્યું- અમેરિકા મંગળ ગ્રહ અને તેનાથી પણ આગળ અમેરિકન ઝંડો લહેરાવશે