
આજે આપણે એક બહુ મોટા ચિત્રકાર વિશે વાત કરવાની છે. આ ચિત્રકારે વૉટર કલરથી અત્યાર સુધીમાં 37 પેઇન્ટિંગ્સ બનાવી છે અને એમનું નામ દાલી અને ઉંમર માત્ર 2 વર્ષ છે! દાલી એ કોઈ માણસ નથી પણ લેબ્રાડોર ડૉગ છે.
ફિમેલ ડૉગ દાલી હૈદરાબાદના મણિકોંડામાં રહે છે અને એણે રમતરમતમાં આ ચિત્રો દોરી નાખ્યાં છે. દાલી 45 દિવસની હતી ત્યારે એને એક જગ્યાએ બાંધીને કોઈ જતું રહ્યું હતું. સ્નેહાંશુ દેવનાથ અને હોઈ ચૌધરી એને છોડાવી લાવ્યા અને દત્તક પણ લીધી. હોઈ આર્ટિસ્ટ છે. દાલી એક દિવસ એના સ્ટુડિયોમાં આવી અને બધી વસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગી. દાલીને પણ ચિત્રો દોરવામાં રસ હશે એવું માનીને હોઈએ દાલી મોંમાં લઈ શકે એવું ખાસ પ્રકારનું બ્રશ બનાવ્યું. દાલી 7 મહિનાની થઈ ત્યારે એણે પહેલું ચિત્ર દોર્યું. દાલી જન્મજાત ચિત્રકાર છે, એવું કહી શકાય. કારણ કે એને કોઈ તાલીમ અપાઈ નથી. એ જાતે જ બધું દોરતાં શીખી છે.
દાલીએ અત્યાર સુધીમાં 37 જેટલાં એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક બનાવ્યાં છે. ગયા વર્ષે 2024માં એક કૅલેન્ડરમાં દાલીનાં 12 પેઇન્ટિંગ્સ છપાયાં હતાં. એ કૅલેન્ડર વેચાયાં એમાં 35000 રૂપિયા ભેગા થયા અને હૈદરાબાદની એનિમલ રેસ્ક્યુ સંસ્થા માર્ગને આપ્યા હતા. આ કૅલેન્ડર ભારતમાં જ નહીં પણ અમેરિકા, કેનેડા, ચીન અને થાઈલૅન્ડમાં પણ માગ થઈ હતી. દાલીને ચિત્રો દોરવા સિવાય તરવાનું, ફરવાનું અને તોફાન કરવાનું ગમે છે.
દાલી ચિત્રકાર તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ એ રીતે ભસી ભસીને 67 લોકોના જીવ બચાવીને પાળેલો કૂતરો રૉકી પણ લોકોના હૈયામાં વસી ગયો છે. બન્યું એવું કે હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયે ભારે વરસાદ પડ્યો હતો. વાત 30 જૂનની છે. મંડીના સિયાથી ગામ પોઢી ગયું હતું. અડધી રાતે એકાએક નરેન્દ્રનો કૂતરો રૉકી જોર જોરથી ભસવા લાગ્યો.
કૂતરો બીજા માળે હતો. રાત્રે 1 વાગ્યે ભસાભસ કરી પણ નરેન્દ્રે ન ગણકાર્યું પણ રૉકી સતત ભસ્યા કરતો હતો. એટલે એને કશુંક થયાની શંકા ગઈ. નરેન્દ્ર ઉઠ્યો. લાઇટ ચાલુ કરીને જોયું તો ઘરની દીવાલ પર મોટી તિરાડ પડી હતી અને એમાંથી પાણી ઘરમાં આવતું હતું. ઘર પડવાની તૈયારી હતી એટલે જ રૉકી ભસતો હતો. નરેન્દ્ર તરત જ કૂતરાને લઈને નીચે ભાગ્યો અને ઘરની બહાર નીકળી ગયો. પળવારનું મોડું કર્યા વિના નરેન્દ્રે સૌને જગાડ્યા અને જોત જોતાંમાં આખું ગામ ખાલી કરી નાખ્યું. એ પછી ભૂસ્ખલન થયું અને સિયાથી ગામ પર ભેખડો તૂટી પડી. એમાં એકાદ ડઝન ઘર તારાજ થઈ ગયાં પણ માત્ર ને માત્રે રૉકીને કારણે 67 લોકોના જીવ બચી ગયા. હિમાચલમાં ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 85 લોકોનાં મૃત્યુ થયાં છે. આખા રાજ્યમાં ભૂસ્ખલનને કારણે 225 ઘર, 7 દુકાન, 243 પશુશેડ, 31 વાહન અને 14 પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. 215 પશુનાં પણ મૃત્યુ થયાં છે.
આ પણ વાંચોઃ
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર