Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • India
  • December 13, 2025
  • 0 Comments

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે રાષ્ટ્રીય કટોકટીની આડમાં લાદવામાં આવેલા આ ટેરિફ ગેરકાયદેસર છે અને સામાન્ય અમેરિકનોને નુકસાન થઈ રહ્યુ છે.ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો, ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસ) એ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રદ કરવા માટે એક ઠરાવ રજૂ કર્યો છે,જેના હેઠળ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય આયાત પર 50 ટકા સુધીનો ટેરિફ વધાર્યો હતો જેને તાત્કાલિક રદ કરવા માંગ કરી ઠરાવ રજૂ કર્યો છે.

એક સંયુક્ત નિવેદનમાં, ડેમોક્રેટિક સાંસદો ડેબોરાહ રોસ, માર્ક વેસી અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, “આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતોની વિરુદ્ધ છે અને સામાન્ય અમેરિકનોને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મૂળભૂત રીતે રોજિંદા વસ્તુઓ પર વધારાના કર છે.” ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 ના રોજ ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો.27 ઓગસ્ટ, 2025 ના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ભારત પર વધારાનો 25% “સેકન્ડરી ટેરિફ”ઝીંકી દીધો હતો,જે પહેલાથી જ લાગુ રહેલા 25% પારસ્પરિક ટેરિફમાં ઉમેરવામાં આવ્યો હતો.

આમ કુલ 50 ટકા તેરીફને કારણે ભારતીય ઉત્પાદનોની આયાત કિંમત બમણી થઈ જતા ઘર આંગણે અમેરિકામાં ભાવો વધી ગયા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે દલીલ કરી હતી કે ભારત હજુ પણ રશિયન તેલ ખરીદી રહ્યું છે,જે યુક્રેનમાં મોસ્કોના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટેરિફ નીતિઓ લાગુ કરવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો ઉપયોગ કર્યો હતો.

ડેમોક્રેટિક કાયદા નિર્માતાઓએ ટેરિફ વિશે શું કહ્યું?

●ડેબોરાહ રોસ: ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ઊંડે સુધી જોડાયેલી છે,ભારતીય કંપનીઓએ અહીં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને હજારો નોકરીઓનું સર્જન કર્યું છે,આ ટેરિફ તે સંબંધને નુકસાન પહોંચાડી રહ્યા છે.

●માર્ક વેઝી: આ ગેરકાયદે ટેરિફ ઉત્તર ટેક્સાસના સામાન્ય લોકો પર ફુગાવાનો ઊંચો બોજ લાદી રહ્યા છે,ભારત અમારું સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે.

●રાજા કૃષ્ણમૂર્તિ: આ પગલાં પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરી રહ્યા છે,અમેરિકન કામદારોને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ગ્રાહકોના ખિસ્સા લૂંટી રહ્યા છે. ટેરિફ દૂર કરવાથી અમેરિકા-ભારત આર્થિક અને સુરક્ષા સંબંધો વધુ મજબૂત બનશે.

●યુએસ કોંગ્રેસ વિરુદ્ધ ટ્રમ્પ યુદ્ધ

આ પ્રસ્તાવ યુએસ કોંગ્રેસ (યુએસ સંસદ) માં એક મોટા અભિયાનનો ભાગ છે જેમાં ડેમોક્રેટ્સ (અને કેટલાક રિપબ્લિકન) રાષ્ટ્રપતિની કટોકટીની સત્તાઓને અંકુશમાં લેવાનો પ્રયાસ કરે છે. કાયદા ઘડનારાઓ દલીલ કરે છે કે, બંધારણ મુજબ, ફક્ત કોંગ્રેસ પાસે વેપાર નીતિ નક્કી કરવાનો અધિકાર છે, રાષ્ટ્રપતિ પાસે નહીં.

આ પ્રસ્તાવ હાલમાં યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યો છે. જો પસાર થાય છે, તો સેનેટ (યુએસ કોંગ્રેસનું ઉપલું ગૃહ) માં સમાન બિલ પર મતદાન કરવામાં આવશે,આ પ્રસ્તાવ પર ખાસ બહુમતી મત રાષ્ટ્રપતિના વીટોને પણ રદ કરી શકે છે.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

  • March 17, 2026
  • 6 views
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

  • March 17, 2026
  • 7 views
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • March 17, 2026
  • 9 views
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !