
Donald Trump: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા બાદ ટ્રમ્પનો બાટલો ફાટ્યો છે અને ટ્રમ્પે કોર્ટનો રોષ વિશ્વના દેશો પર ઉતાર્યો છે અને પહેલા 10 ટકા અને હવે 15 ટકા ગ્લોબલ ટેરિફ નાંખવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે ભારતના પીએમ મોદીને પોતાના મિત્ર મિત્ર કરી ટ્રમ્પે બુધવારે ભારતમાંથી સોલાર પેનલોની આયાત પર પ્રારંભિક ૧૨૬ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે.
આ સિવાય ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર ૮૬થી ૧૪૩ ટકા અને લાઓસ પર ૮૧ ટકા ટેરિફ નાંખવાની પણ દરખાસ્ત કરી દીધી છે, ટ્રમ્પે કહ્યું કે જે દેશોએ અત્યાર સુધી અમેરિકાને લૂંટયું છે તેવા દેશો પાસેથી અબજો ડોલર અમે પરત લઈ રહયા છે અને છતાં આ દેશો ખુશ હતા.
અમેરિકા સાથે સોદો કરનારા દેશો જાણે છે કે સુપ્રીમના ચુકાદા છતાં મારી પાસે જે સત્તા છે તેનાથી હું કંઈપણ કરી શકું છું,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી સોલાર પેનલો પર ૧૨૬ ટકા ટેરિફ નાંખીને ભારતને મોટો ઝટકો આપ્યો છે,અમેરિકન વાણિજ્ય વિભાગે કહ્યું કે, ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી છે, જેનાથી તેઓ સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન કરી રહયા છે.
કેટલાક અમેરિકન સોલાર ઉત્પાદકોએ આ માગ કરી હતી. આ મામલામાં અંતિમ નિર્ણય ૬ જુલાઈ સુધીમાં આવશે,ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની સોલર કંપનીઓનો અમેરિકન બજારમાં મુશ્કેલીઓ ઉભી થશે, ૨૦૨૪માં ભારતે અમેરિકામાં ૭૯.૨૬ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬,૫૦૦ કરોડ)ના સોલર ઉત્પાદનોની નિકાસ કરી હતી, જે ૨૦૨૨ની સરખામણીમાં ૯ ટકા વધુ હતી. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં પણ વિપરિત અસર થશે. તેનાથી અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ અને સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધી શકે છે.
ટ્રમ્પે દાવો કર્યો કે સુપ્રીમના ચુકાદા છતાં બધા જ દેશો અને કંપનીઓ અગાઉ કરાયેલા સોદાને જાળવી રાખવા માગે છે,કારણ કે તેઓ જાણે છે કે સુપ્રીમ ભલે ચુકાદા આપે પણ મારી પાસે નવો સોદો કરવાની જે કાયદાકીય શક્તિ છે તેનાથી હું કંઈપણ કરી શકું છું.








