
આજે સોમવારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આ પહેલા 2016થી 2020 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારે હવે બીજીવાર રાષ્ટ્રપતિ પદના સપથ લેવા જઈ રહ્યા છે.
ટ્રમ્પ ફ્લોરિડાના સ્પેશલ પ્લેનથી પરિવાર સાથે વોશિંગ્ટન પહોંચશે. વોશિંગ્ટનની હોટલોમાં લગભગ 70% બુકિંગ થઈ ગયું છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લઈને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ વખતે તેમનો કાર્યક્રમ દરેક રીતે ખાસ અને ઐતિહાસિક બનવાનો છે, તેમાં ઘણા દેશોના ટોચના નેતાઓ પણ ભાગ લેવાના છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ભારતથી પ્રતિનિધિ તરીકે આવી રહ્યા છે.
આ વખતે ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ માટે ટેક્નોલોજી જગતના અનેક દિગ્ગજ લોકોને આમંત્રિત કર્યા છે. જેમાં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગનો સમાવેશ થાય છે. આ સિવાય TikTok ચીફ શો ચીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બિડેન, તેમના પત્ની બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા પણ તેમની પત્નીઓ સાથે હાજરી આપશે. ટ્રમ્પના શપથ ગ્રહણમાં કમલા હેરિસ પણ હાજર રહેવાના છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીને આમંત્રણ
વિદેશી નેતાઓની વાત કરીએ તો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, હંગેરીના વિક્ટર ઓર્બન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી શપથ ગ્રહણમાં જોવા મળશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એસ જયશંકર ભારતમાંથી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેશે. મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ રવિવારે ટ્રમ્પ સાથેની એક તસવીર પણ જોવા મળી રહ્યા છે. જે તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ભારતના વડાપ્રધાનને કેમ આમંત્રણ નહીં?
આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં જોવા મળે. આ વખતે સત્તાવાર રીતે વિદેશમંત્રી એસ.જયશંકર અમેરિકામાં શપથ ગ્રહણમાં હાજરી આપી રહ્યા છે. ટ્રમ્પને મોદીના નજીકના ગણવામાં આવતાં હતા. જો કે આ વખતે મોદીને આમંત્રણ ન મળતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મોદી ભલે ટ્રમ્પને તેમની નજીકના માનતાં હોય પણ હકીકત કંઈ અલગ જ છે. ઘણા લોકોનું કહેવું છે સત્તાવાર રીતે આવા કાર્યક્રમમો તો વિદેશ મંત્રીએ જ જવાનું હોય છે. પણ ઘણીવાર તેમની જગ્યાએ વડાપ્રધાન ઉપડી જતાં હોય છે.