Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!

  • World
  • January 21, 2026
  • 0 Comments

● ટ્રમ્પની ખોરી દાનતનો અંજામ ભયાનક આવશે! હવે અન્ય દેશોને પણ કોઈ આવું કરતા રોકી નહીં શકે! ચીન અને રશિયા પણ ટ્રમ્પ વાળી કરવાની તૈયારીમાં હોવાની વાત ચિંતા જનક છે.

●ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરી રહેલા ‘નાટો’ માંથી પોતે બહાર થઈ જવાની ટ્રમ્પની ધમકી ; ગ્રીનલેન્ડમાં સૈન્ય વિમાન ઉતાર્યું !

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઘમંડ વધી ગયું છે અને દુનિયામાં ટેરીફની ધમકી આપીને દબડાવવાનું શરૂ કરી તેમણે પોતાની મનમાની કરવાનું ચાલુ કર્યા બાદ તેઓએ હવે આસપાસના વ્યૂહાત્મક પ્રદેશો કબ્જે કરવાનું જાણે અભિયાન હાથ ધર્યું હોય તેમ  સૌ પ્રથમ નેઝુએલા ઉપર હુમલો કરી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કેદ કરી તેલના ભંડારો કબ્જે કર્યા બાદ હવે તેઓ વધુ લાલચુ બની ગયા છે અને હવે તેમણે ગ્રીનલેન્ડને કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે જેનો યુરોપિયન દેશો વિરોધ કરી રહયા હોવાછતાં તેમને અવગણીને એક તસ્વીર જાહેર કરી ગ્રીનલેન્ડ ઉપર અમેરિકન ધ્વજ લહેરાવી દીધો છે.

ટ્રમ્પની આ એક તરફી દાદાગીરીનો અંજામ ભયાનક આવવાનો છે અને અમેરિકાની આસપાસના વિસ્તારો “જોડાણ વ્યૂહરચના”માં પડાવી લેવાની વૃત્તિ હવે સમગ્ર વિશ્વમાં કેન્સરની જેમ ફેલાઈ રહી છે અને હવે રશિયા,ચીન જેવા દેશો પણ આવુજ કરે તો તેની ભયાનક અસરો થવાની છે અને એટલે જ ચીન અને રશિયા ખાસ કોઈ વિરોધ નથી કરતા કારણ કે કાલે ઉઠીને તેઓ પણ ટ્રમ્પ જેવુ કરે તો અમેરિકા તેનો વિરોધ ન કરે તે વાત સ્વાભાવિક છે,તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સલાહકાર એલેક્ઝાન્ડર ડુગિને પણ ટ્રમ્પની જેમજ રશિયાને સાત દેશો પર કબ્જો કરવાની રણનીતિ સમજાવી છે અને પુતિને પણ ટ્રમ્પની જેમજ આગળ વધવા સલાહ આપી છે.

● પુતિનના સલાહકાર એલેક્ઝાંડરે કયા 7 દેશો પર કબજો કરવાની વાત કરી? જાણો

એલેક્ઝાંડરે પુતિનને કહ્યું છે કે, જે રીતે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની વાત કરી રહ્યા છે,તેજ રીતે રશિયાએ પણ 7 દેશો ઉપર કબ્જો કરી લેવો જોઈએ.જેમાં આર્મેનિયા, જ્યોર્જિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થઈ શકે છે,આ એ જ દેશો છે જે સોવિયેત યુગ દરમિયાન રશિયન પ્રભાવ હેઠળ હતા.

● પુતિનનું વલણ શું રહ્યું છે?

જોકે, પુતિને ઘણા સમય પહેલા સોવિયેત યુનિયનને ફરીથી બનાવવાનો વિચાર છોડી દીધો હતો પણ ટ્રમ્પની આ પહેલથી તેઓ પોતાનો વિચાર બદલી પણ શકે છે અને કઈક નવું થઈ પણ શકે.

મીડિયાના અહેવાલોમાં દાવો કરાયો છે કે આ દેશોને સંપૂર્ણપણે મર્જ કરવાને બદલે, પુતિન તેમને “યુરેશિયન યુનિયન” નામ આપી શકે છે, જે રશિયાના નિયંત્રણ હેઠળ હોય.

● રશિયાએ હાલ ક્યાં કબજો કર્યો છે?

યુક્રેન સાથેના ચાર વર્ષના યુદ્ધમાં પુતિને દાવો કર્યો છે કે રશિયન દળો 2025 સુધીમાં યુક્રેનિયન પ્રદેશના આશરે 5,000 ચોરસ કિલોમીટર પર કબજો કરશે.

આમાં પોકરોવસ્ક અને વોવચાન્સ્ક જેવા યુક્રેનિયન શહેરોનો સમાવેશ થાય છે. વધુમાં, રશિયાએ ડોનબાસમાં આશરે 80 વિસ્તારો પર કબજો કર્યો છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન શાંતિ કરારમાં આ વિસ્તારો પર રશિયન કબજો માંગી રહ્યા છે, જે માંગ સાથે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહમત નથી.

બીજી તરફ અત્યાર સુધી ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ રોકવા માટે શિખામણ આપતા હતા પણ હવે તેમણે જ વેનેઝુએલા અને હવે ગ્રીનલેન્ડ ઉપર કબ્જો કરવાની જે રીત અપનાવી છે તેથી હવે રશિયાને શીખ આપી શકે તેવી સ્થિતિમાં નથી.

● ચીન પણ ટ્રમ્પના રસ્તે જઈ શકે અને તાઇવાન ઉપર કબ્જો કરી શકે

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ પણ તાઇવાનને ચીનમાં ભેળવી દેવા ઇચ્છે છે,આ રણનિતીના ભાગરુપે જ છેલ્લા કેટલાક વર્ષોથી તાઇવાન પર દબાણ વધાર્યુ છે.

ચીનની નૌકાસેના અને એજન્સીઓ તાઇવાનના બંદરગાહ આસપાસ ગોઠવાયેલા છે યુદ્ધ વિમાનો તાઈવાનની હવાઈ સીમામા ઘુસી આવે છે અને ચીન કોઈપણ ભોગે તાઇવાન ઉપર કબ્જો કરવાની ફિરાકમાં છે તેથી તે ટ્રમ્પની હરકતોનો ખાસ વિરોધ કર્યો નથી જેથી તાઇવાન ઉપર પોતાની કાર્યવાહી દરમિયાન અમેરિકા ચૂપ રહી શકે.

આમ,ડોનાલ્ડ ટ્રમ્પની ખોરી દાનત આખી દુનિયાને નડવાની છે અને તેની અસરો જોવા મળી રહી છે જે આગામી વર્ષોમાં ભયાનક સાબિત થવાની છે, બીજી તરફ મળી રહેલા લેસ્ટેસ્ટ અહેવાલોમાં હવે ટ્રમ્પ બેકાબુ બન્યા છે અને નાટો પોતાના કારણે મજબૂત છે જો હું જ નાટો માં નહીં રહું તો નાટો નું અસ્તિત્વ ખતમ થઈ જશેનો નિર્દેશ આપી ગ્રીનલેન્ડમાં પોતાનું સેના વિમાન ઉતારી દીધું છે.

● નાટો અંગે ટ્રમ્પનું મોટું નિવેદન

દરમિયાન,ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું તે અવસરે ટ્રમ્પે પત્રકારોને પોતાના એક વર્ષના કામો ગણાવ્યા તે વખતે નાટો અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે, નાટો જો મજબૂત હોય તો તે અમેરિકાના કારણે છે કારણ કે અમે સૌથી વધુ યોગદાન આપ્યું છે.
શુ કોઈ બીજા દેશ અમેરિકાની મદદ કરે છે? હવે જો અમે નાટોમાં જ નહીં હોઈએ તો તે બિલકુલ મજબૂત નહીં રહે.

આમ,કહી તેઓએ નાટોથી બહાર થઈ જવાનો આડકતરો સંદેશ આપ્યો છે કારણ કે હાલમાં ગ્રીનલેન્ડના કબ્જા મામલે નાટો ના સભ્ય દેશો વિરોધ કરી રહયા છે જે ટ્રમ્પને ગમતું નથી અને વિરોધ કરનારા યુરોપિયન દેશો ઉપર ટેરીફ ઝીંકવાની ધમકી આપી છે અને સામે યુરોપિયન દેશોએ પણ વળતા ટેરીફની ધમકી આપતા મામલો ગરમ છે.

● ટ્રમ્પે ગ્રીનલેન્ડમાં સૈન્ય વિમાન ઉતાર્યું !

અમેરિકાએ યુરોપિયન દેશો અને ડેનમાર્કના વિરોધ છતાં ગ્રીનલેન્ડના મહત્ત્વના ગણાતા પિટુફિક સ્પેસ બેઝ પર નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ(NORAD)ના વિમાન તૈનાત કરી દીધા છે.

અમેરિકાનું કહેવું છે કે આ પગલું ઉત્તર અમેરિકાની સુરક્ષા અને મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ માટે જરૂરી હોવાનું ગણાવ્યું છે.
આમ,ટ્રમ્પની એક તરફી દાદાગીરી સામે ગ્રીનલેન્ડના લોકોમાં વિરોધ શરૂ થયો છે આમ,ટ્રમ્પની આ પહેલાથી હવે અન્ય શક્તિશાળી દેશો દ્વારા આસપાસના સ્વતંત્ર પ્રદેશો ઉપર કબ્જો કરવાની એક નવી હોડ શરૂ થશે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો
  • June 23, 2026

Indian Students Abroad: લાખોનું દેવું કરીને, વતન છોડીને અને માતા-પિતાના આંખમાં રહેલા સપનાઓને સાચવીને વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આજે એક એવી કરુણ સ્થિતિમાં મુકાયા છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું…

Continue reading
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 3 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 3 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 6 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 13 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને